Book Title: Hemchandracharya
Author(s): Dhoomketu
Publisher: Gurjar Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 183
________________ ૧૫૬ હેમચંદ્રાચાર્ય છે. “લ્યાશ્રય”નું એતિહાસિક મૂલ્ય . દુર્ગાશંકર શાસ્ત્રી ઘણું ઓછું આંકે છે, એમાં આપેલી કેટલીક હકીકત અર્ધસત્ય હોય એમ એમને લાગે છે અને એ બનવાજોગ છે. પરંતુ એ અર્ધ સત્ય હોય તે પણ એનું મૂલ્ય ઓછું નથી; એટલા માટે, કે જે કામ ઈતિહાસ કરત – પ્રજાને ઉત્કર્ષ સાધવાનું – તે કામ એ કરે છે. કેટલાક માને છે, કે ઐતિહાસિક સત્ય એ નક્કર હકીકતોથી ભરપૂર વસ્તુઓ જ હોવી જોઈએ. ખરી રીતે, તે અતિહાસિક સત્ય એ ઈતિહાસકારની પિતાની પ્રતિભા અને એ યુગ અને વ્યક્તિએને સમજવાની એની દષ્ટિ, એમાંથી ઉત્પન્ન થતી કાલ્પનિક વસ્તુઓ છે. કલ્પના વિનાને ઇતિહાસ, એ એક લેખક સુંદર રીતે કહે છે તેમ, પ્રાણ વિનાના દેહ જે છે. આપણે ક૯પનાથી વધુ પડતા સાવચેત રહેવાની વૃત્તિવાળા થતા જઈએ છીએ, પણ ખરી રીતે, જે કવન ને જીવન -વચ્ચે સંબંધ નથી, એવા કવનથી જ ડરવાનું હોય છે. હેમચંદ્રાચાર્ય પાટણને વર્ણવતાં “ શૌર્યવૃત્તી' એમ કહે એટલામાં જ આપણે, “કવિની કલ્પના, કવિની કલ્પના – ઈતિહાસ નહિ, ઈતિહાસ નહિ એમ ધ્રુજી ઊઠીએ એ વસ્તુ તે આપણું પિતાનું ક૯૫નાદારિદ્ર દર્શાવે છે. હેમચંદ્રાચાર્યનું પાટણનું એ દર્શન, એ એ જમાના માટે અતિશયોક્તિભર્યું લાગે એવી ઐતિહાસિક માહિતીઓ આપણી પાસે હોય તે પણ, પાટણનગરી વિષેનું હેમચંદ્રાચાર્યનું એ એક સ્વપ્ન છે, એ મને રમ સ્વપ્ન છે. અને એ સત્ય થવાની શક્યતાઓ પ્રજાજીવનમાં પડેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204