Book Title: Hemchandracharya
Author(s): Dhoomketu
Publisher: Gurjar Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 186
________________ હેમચંદ્રાચાર્ય ૧૫ ગુજરાતની આજની સંસ્કૃતિમાં હેમચંદ્રાચાર્યે એકલાએ આપેલે આ ફાળે જે-તે નથી. બીજી પણ એક વસ્તુ, આ પ્રતિભા વિષેની ચર્ચા કરતાં, નજર સમક્ષ રહેવી ઘટેઃ માત્ર સૌન્દર્યદર્શન એ જ પ્રતિભાનું એકમાત્ર કામ નથી. પણ પ્રણાલિકા એવી થઈ ગઈ છે કે સૌન્દર્યદર્શન એ જ જાણે કે પ્રતિભાશાળીપણું માટે એકને એક માપદંડ હોય. અને પ્રતિભા એટલે કાવ્યત્વ, નાટકરચના વગેરે. પણ સૌન્દર્ય. દર્શન ઉપરાંત માનવને બીજી પણ બે બળવાન શક્તિ મળેલી હોય છે, એમાંની એક શક્તિ શુદ્ધ જ્ઞાનને શોધનારી છે અને બીજી, જેને નૈતિક શુદ્ધિ કહીએ, એ માટે આગ્રહી હોય છે. એમાંથી કોઈ પણ એક શક્તિવાળે, બીજી શક્તિ ઓછી ધરાવતું હોય એ સંભવિત છે, પણ એથી બીજી શક્તિઓનું મૂલ્ય ઓછું આંકવું એ બરાબર નથી. * * The aesthetic faculty is only one of the three great disinterested instincts, which deliver the mind from the tyrannies of sense and selfishness. The other two are the pure love of knowledge, which animates the man of sceience, the scholar, and the philosopher; and the ideal of moral goodness and purity which in its highest form, determines the character of the saint...but there is always some risk that those who have specialized in the quest of the Good or the Beautiful or the True, may be tempted to undervalue the Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204