Book Title: Gyanmanjari Author(s): Devchandra, Yashovijay Publisher: L D Indology Ahmedabad View full book textPage 4
________________ અનુવાદકના બે બોલ "एगं जाणई से सव्वं जाणई / जे सव्वं जाणई से एगं जाणई // " શ્રી આચારાંગ “એકને જાણ્યો તેણે સર્વને જાણ્યું, જેણે સર્વને જાણ્યું તેણે એકને જાણો.” “આત્મા શુદ્ધ ચૈતન્ય જન્મ જરા મરણ રહિત અસંગ સ્વરૂપ છે, એમાં સર્વ જ્ઞાન સમાય છે.” “દેહાદિ સંબંધી જે પુરુષો હર્ષવિષાદ કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સપેક્ષમાં સમજ્યા છે, એમ સમજો, એ જ દૃષ્ટિ કર્તવ્ય છે.” “બાર ઉપાંગનો સાર તમને કહીએ છીએ કે વૃત્તિઓને ક્ષય કરવી. " વ્યાસ, વાલ્મીકિ, શંકર, ગૌતમ, પતંજલિ, કપિલ અને યુવરાજ શુદ્ધોદને પોતાના પ્રવચનમાં માર્મિક રીતે અને સામાન્ય રીતે જે ઉપદેશ્ય છે, તેનું રહસ્ય નીચેના શબ્દોમાં કંઈક આવી જાય છે : અહો લોકો ! સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે. એને પાર પામવા પુરુષાર્થને ઉપયોગ કરો ! ઉપયોગ કરો !!" આમ સર્વ દર્શનોને સામાન્ય રીતે સાર છે. નીચેનાં બે ચરણમાં એ સાર સમાવેશ પામી જાય છે : બે બોલોથી બાંધી, સર્વ શાસ્ત્રનો સાર; પ્રભુ ભજો નીતિ સજો, પરઠો પરોપકાર.” શ્રીમદ્ રાજચંદ્ર ઉપરના સૂત્રાત્મક વાક્યો જેમ જ્ઞાનનો સાર સમજાવવા લખાયાં છે, તેમ યોગસાર, ભગવતીસાર, આરાધનાસાર, સમયસાર, ગોમટ્ટસાર, આગમસાર આદિ ગ્રન્થ, અમુક વિષયોને સંક્ષેપમાં જણાવવા લખાયા છે. તે સંક્ષેપ સામાન્ય જીવોને સમજાવો દુર્ધટ થઈ પડવાથી કરૂણાશીલPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 466