________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ )
ગળામાં છરીથી છેદ કરી એક ટીપું રકત બહાર કાઢે એટલે મારું વૈર શમશે તે વિના અપાય નથી. ગુરૂએ છેવટે યક્ષનું કહ્યું માન્યું અને શિષ્યના ગળા પર છરીથી છેદ કર્યો અને એક ટીંપું લેહી કાઢયું. એથી યક્ષ અંતર્ધાન થયું અને શિષ્ય જાગી ઉઠયે અને હેપ્યું તે ગળાની પાસે ગુરૂના હાથમાં રહેલી છરી દેખાઈ. આવા પ્રસંગે અવિશ્વાસી શિષ્ય હોયતે એમજ વિચારેકે જરૂર ગુરૂ મારા ગળે છરી મારીને હારે નાશ કરવા ધારે છે. ગમે તેવાના મનમાં આ પ્રસંગ દેખીને ગુરૂના સંબંધમાં વિપરીતભાવ આવ્યા વિના રહે નહિ, પરંતુ શિષ્ય શ્રદ્ધાવંત હતા અને ગુરૂને પૂર્ણ પ્રેમી હતું તેથી તેણે એકદમ ઉઠીને ગુરૂને વંદન કર્યું અને ગુરૂની સાથે ધાર્મિક વાતે કરવા લાગ્યા.પ્રસંગ પામીને ગુરૂએ શિષ્યને પુછયું કે હે શિષ્ય ll હારા ગળા પાસે મેં છરી ધરી હતી અને ગળાપર છેદ કર્યો હતું તેથી રકત ટીપું નીકળ્યું તેથી હારા સબંધીતારામનમાં શંકા પ્રગટી કે નહીં તેને જવાબ આપ.શિષ્ય નમસ્કાર પૂર્વક ગુરૂદેવને વિનય ભરી વાણીથી કહ્યું કે હે સદગુરેBI આપને હેં ગુરૂ કર્યા, આપના પર પૂર્ણ વિશ્વાસ પ્રેમ મૂકે પછીથી આપ મારા માટે ગમે તે કરે તે
ચુજ છે એમાં શંકા કરવાનું કંઈ કારણ રહેતું નથી. હું જાગ્યો અને આપના હાથમાં છરી દેખી તથા મારા ગળા પર છરીથી પહેલે છેદ દેખે તેનું કારણ ખાસ મારા હિત માટે આપની પ્રવૃત્તિ હેવી જોઈએ એ મારે દ્રઢ નિશ્ચય તા થયે અને આપના પર ઉલટી વિશેષ શ્રદ્ધા પ્રીતિ થઈ. આપના આશો ઉચ્ચ સારા છે એમ મેં અનુભવીને આપની પાસે દીક્ષા લીધી છે તેથી હવે તે સંબંધી મારા મનમાં વિપરીત વિચાર કદાપિ આવી શકે નહીં, આપ અનંતગુણ ઉચ્ચ કૅટિપર છે તેથી હું આપના આશાને સમજી શકું નહીં પણ શ્રદ્ધાથી વર્તી શકુ. ગુરૂએ પશ્ચાત્ યક્ષ આ વગેરે જે જે વૃત્તાંત બન્યું હતું તે સર્વ વૃત્તાંત શિષ્યને જણાવ્યું અને શિષ્યને આધ્યાત્મિક જ્ઞાનનાં ઉચ્ચ રહસ્ય સમજાવ્યાં,આ કથા૫રથી એજ સાર લેવાનો છે કે ગુરૂના આશયે જાણવા અને પિતાને અમુક સગામાં ગુરૂનું
For Private And Personal Use Only