________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વમાં સર્વત્ર ફેલાવે કરે અને તેમના વિરોધીઓના વચનપર શ્રદ્ધા ન રાખવી, તથા ગુરૂના વિરોધીઓને સમાગમ કર નહીં. દરેક મનુષ્યને કઈને કઈ વિરેાધી હોય છે. ગુરૂની ઈર્ષ્યા કરવાવાળા અન્ય કુગુરૂઓ હોય છે તેઓ ગુરૂના વિચારે અને પ્રવૃત્તિનું ખંડન કરે છે, તેથી તેવા પ્રસંગે ઘણું સાવધાન રહેવું અને અપેક્ષાએ ગુરૂની સર્વ જાતની પ્રવૃત્તિ છે એમ જાણવું ગુરૂ પિતાના શિષ્યના આત્માને વિકાસ થાય એવાં જે પુસ્તકે વાંચવા બતાવે તેજ પુસ્તકે શિષ્ય વાંચવા અને જે જે પ્રવૃતિને નિદેશે તે તે પ્રવૃત્તિ કરવી અને જેને નિષેધ ફરમાવે તેને ત્યાગ કર. પિતા અને પુત્રને જે સંબંધ છે તે કરતાં ગુરુ અને શિષ્યને અનંત ગુણ ઉત્તમ સત્ય સંબંધ છે. ગુરૂની સાથે શિષ્યને અભેદ સંબંધ રસ હોય છે ત્યાં ગુરૂ શિષ્ય સંબંધ છે એમ જાણવું, ગુરૂમાં અને ગુરૂધમાં જેઓને રસ નથી પડતું અને જેઓ ગુરૂના સંબંધમાં લુખા રહે છે, તેઓ ગુરૂભકિતના પગથીએ ચઢયા નથી, કાંતે ગુરૂને એવાની સાથે શિષ્યભાવને અધિકાર નથી તથા એવા ગુશિષ્ય સંબંધથી ગુરૂ વા શિષ્યને કોઈ જાતને ફાયદે નથી. ગુરૂના વચન વર્તનમાં શંકા છેષ અનાચાર દેખનારાઓ કદાપિ ગુરૂના શિષ્ય ભક્ત બની શકતા નથી. સર્વ ધર્મશાસ્ત્રોનાં પરસ્પર વિરોધી વચનની અપેક્ષાએ એકતા કરી આપીને ગુરૂ પિતાના ભકત શિષ્યને શાસથી થતા વિધથી પેલી પાર લેઈ જાય છે, માટે ગુરૂગમ લેઈ ધર્મશાસ્ત્રોનું વાચન શ્રવણ કરવું, પરંતુ શાસ્ત્ર વાસનાના તાબે થઈ ગુરૂ શોધવા ન ' જવું. શાસ્ત્રને આગળ કરીને ગુરૂને જેવાના કરતાં પ્રથમાભ્યાસમાં ગુરૂને આગળ ધર્મશાસ્ત્રોનું રહસ્ય પ્રાપ્ત કરવું કે જેથી શાસ્ત્રવાસના વિષયવાસના અને લોકવાસનાને નાશ થાય. શાસ્ત્રો, મન, વાણી અને કાયા એ સાધને છે, એ સાધનાં પ્રવૃત્તિ વા નિવૃત્તિ કરવી એ ગુરૂગમના આધીન છે. મન, વાણી કાયાશાસો વગેરેને જે કાલે જે ઉપયોગ કરવો હોય વા તેમાં ફેરફાર કર હોય તે ગીતાર્થ ગુરૂ જાણે છે, તેથી તેમની આજ્ઞાનુસારે સાધનામાં પ્રવૃત્તિ વા નિવૃત્તિ કરવી. ગુરૂ, પોતાના શિષ્યને આત્માર્પણ કરે છે.ભકતશિષ્યની આગળ
For Private And Personal Use Only