________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫) ઘરમાં તેમની ધર્મપત્ની જડાવ શ્રાવિકા હતાં. મેં ઘણું શ્રાવિકાઓ દેખી છે પરંતુ જડાવ શ્રાવિકા જેવી પતિપરાયણ પત્ની અને ઘરનાં કામ કાજ કરનારી ઉદાર, ગંભીર, સહનશીલતાવાળી શ્રાવિકા દેખ વામાં આવી નથી. દેશી નથુભાઈનું મન દુઃખાય એવી કોઈપણ પ્રવૃત્તિથી તે દૂર રહેતાં હતાં. તેમના કહેવા પ્રમાણે તે પતિની પૂર્વે મૃત્યુ પામ્યાં હતાં. તે વિજાપુરમાં બે ત્રણ જિન મંદિરોની વ્યવસ્થાને કારભાર કરતા હતા. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ની પેઢી તેમણે સં. ૧૯૫૦ની સાલમાં સ્થાપી હતી કે જે પેઢી હાલમાં સારી રીતે ચાલે છે. તેમણે એક પાઠશાળાનું મકાન બંધાવ્યું છે. તે વિદ્યાશાળાની નજીક છે, તેમણે દેરાસરની દુકાને બંધાવી છે. તેમણે મરણ વખતે ત્રસ્ટીઓ નીમીને વિદ્યાશાળાને વહીવટ અન્ય શ્રાવકેને સે હતું. તેમણે ધર્મના વ્યાપાર જેટલું દુનિયામાં આજીવિકાના વ્યાપારમાં મન રાખ્યું નહોતું; પ્રાતઃકાલમાં ઉઠી પ્રતિક્રમણ કરતા હતા. પશ્ચાત્ જંગલ જઈ પવિત્ર થ દેરાસરામાં જિન પ્રતિમાઓના દર્શન કરતા હતા. તથા સાધુઓ હેયતે તેઓને વાંદતા હતા. પ્રભુની પૂજામાં બે કલાક વ્યતીત કરતા હતા. દેરાસરની દુકાને ઘણે કાલ વ્યતીત કરતા હતા. બીજા પક્ષના આગેવાનો સાથે તેઓ જેમ બને તેમ સંપ રાખીને વર્તતા હતા. સૂર્યાસ્ત સંધ્યા વખતે પ્રતિક્રમણ કરતા હતા. ઘણાં વર્ષ સુધી પ્રતિક્રમણ કર્યા બાદ રામગર બીજા ગ્ર વાંચતા હતા અને તેમની મંડલીને પુસ્તકો વાંચીને સંભળાથતા હતા. ઘણી વખત મારી પાસે ધર્મપુસ્તકે વંચાવતા હતા. વકીલ રાખવદાસ, અમીચંદ, ડાહ્યાભાઈ, મૂલચંદ રસરૂપચંદ, ઘહેલાભાઈ નહાલચંદ, સુરચંદભાઈ સ્વરૂપચંદ વગેરે તેમના પરિચયી શ્રાવક અને અત્યંત સનેહી ગઠીઆઓ હતા. તે ગરીબ શ્રાવકોને સહાય કરતા હતા અને ગૃહસ્થ લેકે પાસે ગુપ્ત રીતે સહાય કરાવતા હતા. ધાર્મિક વૃત્તિમાં તેમનું ઘણું જીવન વીત્યું, ગુરૂશ્રી વિસાગરજી મહારાજની પાદુકાને અને શ્રીમદ્ ગુરૂ સુખસાગરજી મહારાજની પાદુકાને શ્રી કુંથુનાથના
For Private And Personal Use Only