Book Title: Gurugeet Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૬) ગુરૂ કૃપા વણ પ્રભુ ભકત , બને નહી કો કાળે રે, ગુરૂ ભકિતમાં પ્રભુની ભકિત, સમાઈ જાતી ધારે છે. પરબ્રહ્મ. ૧૨૦ ગુરૂને મૂકી પ્રભુની ભકિત, કરનારા નહીં જ્ઞાની રે; જીવંતા ગુરૂને જે સેવે, ભકત ખરે ગુરૂ માની રે. પર. ૧૨૧ ગુરૂ વણ પરમાતમ નહીં મળતા, કુદ્રત પ્રભુની નીતિ રે, ગુરૂમાં પરમાતમને દેખે, સત્ય ભકતની રીતિ રે. પર. ૧૨૨ ગુરૂ સેવે પરમાતમ સેવ્યા, ગુરૂ દિલમાં પ્રભુ વ્યાખ્યા રે, એવી શ્રદ્ધાવાળા ભકતે, મુકિત પદે છે છાયા રે. પર. ૧૨૩ સદગુરૂ સેવા ભકિત કરતાં, પરમેશ્વર પરખાતા રે - માયાના પડદા ભેદતાં, આપ પ્રભુ સમજાતા રે. પર. ૧૨૪ ગુરૂ કર્યા વણ ભકત નહીં કે, ગુરૂ વણ જ્ઞાન ન થાતું રે, આત્મજ્ઞાન આપે તે ગુરૂજી, ભક્ત હૃદયે પરખાતું છે. પર૧૨૫ ગુરૂ કર્યો પણ પ્રભુ મળે નહીં, માટે ગુરૂ નિજ માથે રે, કરીને ભકત બને છે કે, વેચાતા ગુરૂ હાથે રે. પર. ૧૨૬ ગુરૂને શત્રુ તે પ્રભુ શત્રુ, ગુરૂપ્રેમી પ્રભુરાગી રે, ગુરૂભક્ત એવા નિશ્ચયથી, બનતા જગ વડભાગી રે. પર. ૧૨૭ ચજ્ઞાની શું? ગુરૂને જાણે, પ્રેમ ગુરૂ પરખાવે રે; ગુરૂ પ્રેમ વણુ શાસો વાંચે, હાથ કશું નહીં આવે રે. પર. ૧૨૮ ગુરૂભકત પ્રભુ દર્શન પાવે, સમતા ઘટ પ્રગટાવે રે, અષ્ટ કર્મને દૂર કરીને, શુદ્ધાતમ થઈ જાવે રે. પર. ૧૨૯ ગુરૂભક્તમાં વેગે પ્રગટે, એવું ગુરૂઓ ગાવે રે, ભકત હૃદયમાં પ્રકટ પ્રભુ છે, પ્રભુ પાસે ગુરૂ ભાવે રે. પર. ૧૩૦ ગુરૂ પ્રેમના ઉભરા પ્રગટે, ભકતેના દિલભારી રે, સદ્ધિ સિદ્ધિયે તેમાં સઘળી, સમજે નરને નારી રે. પર. ૧૩૧ ગુરૂ ભકતે સાધુ સંતની, સેવા કરતા ભારી રે, સંત સમાગમ વણ નહીં જી, ભક્તની બલિહારી રે. પર. ૧૩૨
For Private And Personal Use Only

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198