________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) અશ્વિન માસમાં ભમરી ખેતરમાંથી શણનાં પાંદડાં લાવે છે અને તે પાંદડાને તેના બનાવેલા દરમાં મૂકે છે પછી તે ઈયલને લાવી પાંદડાંમાં મુકે છે પછી ભમરી પેલી ઈયલને સેવે છે, ઇયલને ચટકા મારે છે તેથી ઈયલ પિતે ભમરીના રૂપમાં પરિણમે છે. શિષ્ય ભકતે તે પ્રમાણે આત્મગુરૂથી સેવાઈને આત્મ ગુરૂરૂપ બને છે. ભમરી પોતે ઈયલને ચટકો મારે છે ત્યારે ઈયલ ભમરી થઈ જાય છે. ઇયલ તે ભમરીનું ધ્યાન ધરે છે ત્યારે ભમરી બને છે, તેમ ભકતાએ શિષ્યોએ ગુરૂનું ધ્યાન ધરવું જોઈએ અને ગુરૂના ચટકા આકરા લાગે તે પણ તે સહવા જોઈએ. શલાટ કારીગર, એક પત્ય૨ની આરસપાષાણની મૂતિ બનાવે છે તે મૂર્તિ બનાવવા માટે પત્થર
રસપાષાણુને ભેદે છે, ઘડે છે. તેના પર બેસીને તેને કૂટે છે અને પશ્ચાત્ સંસ્કાર આપી તેની પ્રતિમા બનાવે છે, પશ્ચાત્ એ પ્રતિમાને પ્રભુનું ની યાદી તરીકે પૂજવામાં આવે છે. ગુરૂના હાથે ચઢેલા ભકતને અને શિષ્યોને પ્રથમ ગુરૂ થકી ખમવું પડે છે, ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવું પડે છે, ગુરૂ પર પ્રેમ શ્રદ્ધા રાખીને ગુરૂની સેવામાં અનેક પડે તે સહેવાં પડે છે, પશ્ચાત્ ગુરૂની પેઠે આત્મા પૂજ્ય બને છે. એકદા એક રિએ હનુમાનને પુછયું કે હે હનુમાન! તું રામને ભકત તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ છે. ભકતના રોમે રોમે પ્રભુ વસે છે તે હારા રમે રામ રામ હોય તે તું રામને ખરે ભકત ગણુય માટે રામ બતાવો!! હનુમાને તે જ વખતે હાથની ચામડી ચીરી અને રોમે રોમે સમી મૂર્તિ પ્રત્યક્ષ દેખાડી તેથી રૂષિ પ્રસન્ન થયા અને હનુમાનને કહ્યું કે તું રામને સત્યભકત છે. ગુરૂભકત એવા શિષ્યના રમે રેમે ગુરૂવ્યકત હોય છે. ગુરૂભકતની જ્યાં આંખ ઠરે છે ત્યાં તેને ગુરૂ દેખાય છે. ગુરૂપ ધારણ કરેલ પ્રેમશ્રદ્ધામાં અનંતગણું આકર્ષણ રહ્યું છે કે જે આકર્ષણના બલની આગળ કરડે મણ લેહચુંબકનું આકર્ષણ તે જાણે સાગરની આગળ એક બિંદુસમાન છે. કરોડે વર્ષ સુધી તપ, જ૫, વ્રત, નિયમ કરવાથી જે આત્માને પ્રકાશ થાય છે, તેના કરતાં ગુરૂ પર પૂર્ણ શ્રદ્ધા પ્રેમ રાખ્યાથી એક ક્ષણ માત્રમાં આત્મામાં અસં.
For Private And Personal Use Only