________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેવું. ગુરૂ ધ્યાન ધરતા હોય ત્યારે શાંત રહેવું. ગુરૂ પ્રસન્ન ચિત્તથી સ્વસ્થ બેઠા હોય ત્યારે તે જે ટાઈમ આપે તેવખતે ગુરૂની પાસે વિ નય બહુમાનથી જ્ઞાન ગ્રહણ કરવું. તેમની સેવા તેમની મરજી મુજ બ કરવી તેમની પ્રકૃતિને જાણે તેઓની પ્રસન્નતા જાળવવી અને સેવા ભકિત કરવી. ગુરૂ કઈ વખત ધમકાવે છે તેથી ક્રોધી ન બનવું. ગુરૂ ના ભકતોએ ગુરૂનું મન અને તેમના ધસારાને અનુલક્ષી ચાલવું. ગુ નું મન કઈ વખતે કેવા પ્રકારનું છે અને તે વખતે કેમ વર્તવું તે જે જાણે છે તે ગુરૂને પ્રિય શિષ્ય ભકત બને છે.ગુરૂની મરજી હોય તે વખતે તેમની પાસે બેસવું. તેમના કેઈ કાર્યમાં ડખલ કરવી નહીં. ગુરૂની સાથે વૃથા વાદ ન કરે. જે પુછવું હોય તે ખાસ જાણવાની દષ્ટિએ પુછવું. તેમના કાર્યમાં સહાયક થવું અને તેમની મરજી. સાચવી સર્વ પ્રવૃત્તિ કરવી. ગુરૂ પાસે બિલકુલ લઘુ બાળક જેવા થવું અને હિત શિક્ષાને વિનય પૂર્વક ઝીલવી. ગુરૂને ઠપકે સાંખ અને પિતાની તેણે ભૂલ કબૂલ કરી માફી માગવી. ગુરૂની સાથે કઈ પણ બાબતમાં વક્ર અને જડ ન થવું. ગુરૂને પક્ષમાં અવર્ણવાદ ન બોલ. ગુરૂના આત્માની સાથે પોતાના આત્માને મેળવ.સ્વમનની સષ્ટિને આગળ કરીને ગુરૂની પાસે જતાં આત્મ કલ્યાણ થતું નથી. મનની પેલી પાર જવાને માટે ગુરૂ પાસે રહી આત્મજ્ઞાન મેળવવું. જે બાબતે એકદમ સમજવાની પોતાની ચેગ્યતા ન આવી હોય તેવી બાબતે એકદમ સમજવા માટે પ્રયત્ન કરે નહીં તથા અધીરાઈ જણાવવી નહીં. કેટલીક તત્ત્વજ્ઞાનની બાબતે ઘણુ કાલે અનુભવમાં આવે છે. ગુરૂ પાસે હી વાચવાના કરતાં તેમની મરજી અનુસાર આત્મજ્ઞાનનાં રહર શ્રવણ કરવામાં પૂર્ણ લક્ષ દેવું. ગુરૂના વારંવાર સમાગમમાં અવાય તેમ કરવું અને શ્રુતજ્ઞાન સાંભળવું. દેશરાજ્ય ભકિતથી આ ભવમાં ફળ છે પરંતુ ગુરૂસેવા ભક્તિથી તે આ ભવમાં અને પરભવમાં જ્ઞાનાનંદરૂપ ફલની પ્રાપ્તિ થાય છે. ગુરૂને જે ન ગમે તેવી બાબતેને ગુરૂ આગળ પ્રકાશ કર ન જોઈએ. ગુરૂ કરતાં વિશ્વમાં અન્ય કિંચિત્ સત્ય પ્રિય ન ગણવું. તેમના સદુપદેશને
For Private And Personal Use Only