Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 9
________________ તેઓના કુળની તથા રાજ્યની જરૂરી માહિતી પૂરી પાડી છે. અમે ગુજરાતની એ રિયાસતના વર્તમાન પ્રતિનિધિઓને અમને આ અંગે સક્રિય સહકાર આપવા આગ્રહપૂર્વક અનુરોધ કરીએ છીએ, જેથી તે તે રાજકુલે તથા રિયાસતની આ ગ્રંથમાળામાં આવશ્યક નેંધ લેવાનું શકય બને. આ ગ્રંથમાળાના ગ્રંથ ૧ થી ૭ ના સંપાદક તરીકે જેમનું અમૂલ્ય માર્ગદર્શક મળેલું તે છે. રસિકલાલ છે, પરીખનું નિધન થતાં અમને હવે એમની છત્રછાયાની ગંભીર ખોટ પડી છે. આ ગ્રંથન સંપાદનના કેટલાક કાર્યમાં અમને પહેલેથી અમારાં સહકાર્યકાર ડે. ભારતીબહેન શેલતે અને છેલ્લા તબક્કામાં, તાજેતરમાં નિમાયેલા અધ્યા. રામજીભાઈ સાવલિયાએ નોંધપાત્ર સહાય કરી છે. વળી આ ગ્રંથના પ્રફવાચન વગેરેમાં અમને અમારા સહકાર્યકર અધ્યાછે. કા. શાસ્ત્રીને તથા ડે. ભારતીબહેન શેલતને સક્રિય સહકાર સાંપડયો છે. ચિત્રો માટેના ફોટોગ્રાફ અથવા બ્લોક આપવા માટે તેમજ એના પ્રકાશનની મંજૂરી આપવા માટે અમે તે તે સંસ્થા તથા વ્યક્તિના સૌજન્યની કૃતજ્ઞતાપૂર્વક નેધ લઈએ છીએ. અનેક તજજ્ઞ વિદ્વાને વડે તૈયાર થયેલે બ્રિટિશ કાલ(ઈ. સ. ૧૯૧૪ સુધી)ને લગતે આગ્રંથ ગુજરાતના ઇતિહાસના અભ્યાસીઓને આ ગ્રંથમાળાના અગાઉના ગ્રંથોની જેમ ઉપયોગી નીવડશે ને રાજય સરકારના માતબર અનુદાનને લીધે ઘણી ઓછી કિંમતે મળતાં આ દળદાર સચિત્ર પ્રમાણિત ગ્રંથની પ્રતો ખરીદીને ગુજરાતના ઇતિહાસમાં રસ ધરાવતી સર્વ સંસ્થાઓ તથા વ્યક્તિઓ આ ગ્રંથમાલાને સક્રિય પ્રોત્સાહન આપતી રહેશે એવી આશા રાખીએ છીએ. ભો. જે. વિદ્યાભવન, આશ્રમ માર્ગ, અમદાવાદ૩૮૦૦૦૮ હરિપ્રસાદ ગં, શાસ્ત્રી તા. ૩૧-૮-૧૯૮૪ પ્રવીણચંદ્ર ચિ. પરીખ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 752