Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan View full book textPage 8
________________ સભ્યો ઉપરાંત અન્ય અનેક વિદ્વાના સાથે થયેલ સયુક્ત ચર્ચાવિચારણાને એના યશ ઘટે છે. પ્રાચીન તથા મધ્યકાલીન ઇતિહાસની સરખામણીએ અર્વાચીન ઇતિહાસનુ ખેડાણ ઓછું થયું હાઈ, આ ગ્રંથ તથા આના પછીનેા ગ્રંથ ઘણા ઉપયોગી નીવડશે. અલબત્ત, ગ્રંથમાળાની આયેાજના અનુસાર ફાળવાતી પૃષ્ઠસખ્યાની મર્યાદાને લઈને આ ઇતિહાસનાં વિવિધ પાસાંનું નિરૂપણુ સક્ષેપમાં કરાયું છે તે એમાં વધુ ઊંડા અભ્યાસ તથા વિસ્તૃત નિરૂપણુ માટે ઘણા અવકાશ રહેલા છે. અગાઉ જણાવ્યા મુજબ ગુજરાતના ઇતિહાસમાં બ્રિટિશ કાલ વધુ વિસ્તાર માગી લેતા હાઈ અહી એનું ઈ. સ. ૧૯૧૪ સુધીનુ જ નિરૂપણ કરાયું છે તે એના ઈ. સ, ૧૯ ૧૪ થી ૧૯૪૭ સુધીના તબક્કો ગ્રંથ ૯ માં નિરૂપવા રખાયા છે, જેની સાથે આઝાદી–પ્રાપ્તિથી ગુજરાત રાજ્યની સ્થાપના સુધીના ઈ. સ. ૧૯૪૭ થી ૧૯૬૦ સુધીના ઇતિહાસ પણ આપવામાં આવશે. અગાઉના ગ્રંથાની જેમ આ ગ્રંથમાં ય અ ંતે સંદર્ભસૂચિ, શબ્દસૂચિ, આલેખા તથા ચિત્રા આપવામાં આવેલ છે, જે ગ્રંથની ઉપયોગિતામાં ઉમેરા કરે છે. નકશાઓ તથા વહેંશાવળીએ છેલ્લા ગ્રંથમાં આપવા ધારીએ છીએ, આ ગ્રંથમાળાના લેખન તથા પ્રકાશનના ખર્ચ અંગે અમને ગુજરાત રાજ્ય સરકાર તરકથી ૭૫ ટકા અનુદાનની આર્થિક સહાય મળતી રહી છે તેની અહીં પણ સાભાર નોંધ લઈએ છીએ. આ કાર્ટીમાં અમને બધા વખત સાથસહકાર અને માદર્શન આપવા માટે અમે ગુજરાતરાજ્યના ભાષા—નિયામકશ્રી તેમજ ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીના મહામાત્રશ્રીના આભારી છીએ, ઇતિહાસના અનેક અભ્યાસીએ તરફથી અમને જે સક્રિય સહકાર મળ્યા છે તે માટે અમે તે સહુને પણ માભાર માનીએ છીએ. આવા ગ્રંથની ગુણવત્તાને મુખ્ય આધાર એના વિદ્વાન લેખકોની નિષ્ઠા અને કાર્યક્ષમતા ઉપર રહેલા છે. કેટલાક અતિપ્રવ્રુત્ત વિદ્વાનાનાં લખાણ અમને અનેકાનેક ઉઘરાણીઓ દ્વારા છેક છેલ્લી ઘડીએ પ્રાપ્ત થયેલાં હાઈ સમયના અભાવે એના સંપાદનમાં જે કઈ ક્ષતિ રહી ગઈ હૈાય તે માટે અમે બ્લિગીર છીએ, સ્થાનિક રિયાસતાના ઇતિહાસની બાબતમાં લગભગ ઈ. સ. ૧૯૦૦ સુધીની ઠીક ઠીક માહિતી પ્રકાશિત થયેલી છે. પરંતુ એના અનુસંધાનમાં ઈ. સ. ૧૯૦૦ થી ૧૯૪૭ સુધીની મહત્ત્વની માહિતી એકત્ર કરવા માટે અમે લગભગ બધી મેાટી રિયાસતાના છેલ્લા રાજને અને/ અથવા તેના વારસદારાને જરૂરી માહિતી માલાવવા વિનંતી કરેલી, તે પૈકી બહુ ઓછા મહાનુભાવાએ અમનેPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 752