Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 6
________________ ७ પ્રક્રિયા નિરૂપી ગુજરાતમાંની રેસિડેન્સી તથા પેાલિટિકલ એજન્સીઓને તેમજ તળ-ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની મુખ્ય રિયાસતાને પરિચય આપવામાં આવ્યો છે. પ્રકરણ ૭ માં ગુજરાતમાંના બ્રિટિશ મુલકાના રાજ્યતંત્રની તથા સ્થાનિક રિયાસતાના રાજ્યવહીવટની સમીક્ષા કરી છે. ઈ. સ. ૧૮૧૮–૧૯૧૪ દરમ્યાન ગુજરાતમાં પહેલાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના તે પછી બ્રિટિશ સરકારના તેમજ કેટલાંક દેશી રાજ્યાના વિવિધ સિક્કા ચલણમાં હતા, તેને પરિચય આ પ્રકરણના પરિશિષ્ટમાં આપેલા છે. બ્રિટિશ શાસનના પરિણામે ગુજરાતમાં એક બાજુ બ્રિટિશ સત્તાના પ્રાબલ્યની તથા પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવની અસર પ્રવતી, તા બીજી બાજુ ધીમે ધીમે રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રવાદની ભાવના વિકસી, તેની રૂપરેખા પ્રકરણ ૮ માં આલેખી છે. એના પરિશિષ્ટમાં અહીની રાજકીય ચેતન! વ્યક્ત કરતાં સસ્થાએ અને મડળાના પરિચય આપ્યા છે. લેકજીવન પર પ્રબળ અસર કરતા પરિબળ તરીકે જ અગત્ય ધરાવતા આ રાજકીય ઇતિહાસના ખંડ સક્ષિપ્ત નિરૂપણને લઈને આ ગ્રંથને માંડ ત્રીજે ભાગ રાકે છે. નવી વિભાવના અનુસાર ઇતિહાસમાં સાંસ્કૃતિક જીવનનાં વિવિધ પાસાં મુખ્ય સ્થાન ધરાવે છે. એ અનુસાર સાંસ્કૃતિક ઇતિહાસને ખડ અહી' રાજકીય ઇતિહાસ કરતાં દેઢગણુ પ્રમાણ ધરાવે છે. એમાં પહેલાં તત્કાલીન સમાજનાં અનિષ્ટો તથા સુધારણાની સમીક્ષા કરી છે (પ્રકરણ ૮). એના પરિશિષ્ટરૂપે આદિમ જાતિઓની સંસ્કૃતિના પરિચય આપ્યો છે. એ કાલની આર્થિક સ્થિતિના નિરૂપણ(પ્રકરણ ૧૦)માં એક બાજુ શાંતિસલામતી અને યત્રાના ઉપયેગ દ્વારા કેટલાક વિકાસ દેખા દે છે તેા બીજી બાજુ અંગ્રેજોની સ્વાર્થવૃત્તિને લઈને સ્વદેશી હુન્નર કલાઓની તથા વેપારવણજની અવનતિ નજરે પડે છે. પરિશિષ્ટ ૧ માં એ કાલનાં બદરી અને વહાણવટાની જે સમીક્ષા કરવામાં આવી છે તે આ અવનતિના સચોટ ખ્યાલ આપે છે; બીજી બાજુ આ ક૩ દરમ્યાન હિંદીએ!નાં વિદેશામાં ગમન તથા વસવાટ વધતાં ગયાં ને તેમાં ગુજરાતાએ અગ્રિમ સ્થાન ધરાવતા એ પિરિશષ્ટ ૨ પરથી સ્પષ્ટ થાય છે. બ્રિટિશ શાસને કેળવણીની પિરપાટીમાં કેટલાક ધરખમ ફેરફાર કર્યા, જેમાં અધ્યાપન—તાલીમ તથા કન્યાકેળવણી ખાસ નોંધપાત્ર છે (પ્રકરણ ૧૧). પ્રાદેશિક ભાષાના વિકાસમાં શિષ્ટ ગુજરાતી ભાષા ઘડાઈ ને મુદ્રણકલાએ ગુજરાતી લિપિનું

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 752