Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 5
________________ તબકકાની રૂપરેખા મરાઠા કાલ'ના પ્રકરણ ૫ ના પરિશિષ્ટ ર માં આલેખી છે. ? એમાં અંતે દર્શાવ્યું છે તેમ પેશવા તથા ગાયકવાડ સાથેના કરારોથી અંગ્રેજોને ૧૮૧૭–૧૮માં ઘણું પ્રદેશ પ્રાપ્ત થયા એટલું જ નહિ, સૌરાષ્ટ્રમાં પણ તેઓનું સર્વોપરી વર્ચસ સ્થપાયું.. આ ગ્રંથમાં ઈ. સ. ૧૮૧૮થી ૧૯૧૪ સુધી અર્થાત્ લગભગ એક શતકને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ આલેખાય છે. એની વિવિધ સાધનસામગ્રીને પરિચય પ્રકરણ ૧ માં અપાયો છે, જેમાં જના પ્રકારનું મહત્ત્વ ઘટતું દેખાશે ને અનેક નવા પ્રકાર નજરે પડશે. રાજકીય ઈતિહાસને ખંડના આરંભમાં અંગ્રેજોના ગુજરાત સાથેની પૂર્વસંપર્કોની સળખ સમીક્ષા ભૂમિકારૂપે આપવામાં આવી છે (પ્રકરણ ૨છે. ઈ. સ. ૧૮૧૮ થી ગુજરાતના કેટલાક ભાગે ઈંગ્લેન્ડની ઈરટ ઈન્ડિયા કંપનીનું સીધું શાસન વિસ્તર્યું, ને ગુજરાતમાંના “બ્રિટિશ હિંદીને વહીવટ માટે પાંચ જિલ્લાઓમાં વહેંચવામાં આવ્યું તેને ઈતિહાસ આ ગ્રંથના પ્રકરણ ૩ માં આલેખાય છે. ૧૮પ૭–૧૮માં દેશમાં પ્રજાના અમુક વર્ગો તરફથી અંગ્રેજ કંપનીના સત્તાધીશ સામે જે ઉદકે પ્રગટ તેમાં ગુજરાતમાં બનેલી કેટલીક ઘટનાઓને સમાવેશ થાય છે. આને વૃત્તાંત પ્રકરણ ૪ માં આપવામાં આવ્યું છે. એ ઉદ્રક વિદેશી સત્તાનું ઉમૂલન કરવામાં ભલે સફળ ન નીવડ્યો, પરંતુ એના પરિણામે હિંદમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સ્થાને બ્રિટિશ સરકારનું શાસન પ્રવર્યું, જે લોકશાહીની જવાબદારી ધરાવતું. આ બીજા તબક્કાના આરંભમાં ય હિંદના અન્ય પ્રદેશની જેમ ગુજરાતની પ્રજ અંગ્રેજોના રાજકીય શાસન તથા સાંસ્કૃતિક પ્રભાવથી અંજાઈ જતી હતી ને તેમ છતાં ધીમે ધીમે અંગ્રેજોની શોષણનીતિનો અનુભવ થતાં એનામાં રાષ્ટ્રિય અમિતા તથા જાગૃતિની ભાવના ખીલતી ગઈ ને પિતાના વાજબી હકો માટે સરકારની નીતિને વિરોધ કરવાની હિંમત આવતી ગઈ. નવી શિક્ષણ પ્રથાઓ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ આ જાગૃતિને વેગ આપ્યો. છતાં ગાંધીજી આફ્રિકાથી આવી અહીં સ્થિર થયા ને એમણે રાષ્ટ્રિય જાગૃતિને જે વ્યાપક અને પ્રબળ વિકાસ કરાવ્યો તેની સરખામણીએ ૧૯૧૪ સુધીની જાગૃતિ ધીમી અને મળી ગણાય. ઈ. સ. ૧૮૫૮ થી ૧૯૧૪ સુધીના આ બીજા તબકકાની રૂપરેખા પ્રકરણ ૫ માં આલેખી છે. આ બંને તબક્કાઓ દરમ્યાન સ્થાનિક રિયાસતો પર અંગ્રેજ શાસકેનું વર્ચસ વધતું ગયું. તેઓને ચડતા–ઊતરતા સાત વર્ગોમાં વગીકૃત કરવામાં આવી ને તેઓની સત્તાને ઘણુ નિયંત્રિત કરી દેવામાં આવી. પ્રકરણ ૬ માં આ રાજકીય

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 752