Book Title: Gujarati Sahitya Kosh
Author(s): Gujarati Sahitya Parishad
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 5
________________ નિમંત્રિત અધિકરણલેખકે માટેની શરતે ૧. નિમંત્રિત અધિકરણલેખકોને અધિકરણના સ્વીકૃત સ્વરૂપની શબ્દસંખ્યા પર ૧૦૦૦ શબ્દોના રૂ.૮૦ લેખે પુરસ્કાર આપવામાં આવશે. ૨. પ્રત્યેક અધિકરણની નીચે અધિકરણલેખકના નામના આદ્યાક્ષ મૂકવામાં આવશે. ગ્રંથારંભે આદ્યાક્ષ સાથે અધિકરણલેખકનાં નામ-પરિચય આપવામાં આવશે. છે. સ્વીકૃત અધિકરણ અંગેના સર્વાધિકાર ગુજરાતી સાહિત્ય પરિષદના રહેશે. ૪. અધિકરણલેખકે એ અધિકરણના નિયત સ્વરૂપનું અને માર્ગદર્શક સૂચના- - એનું પાલન કરવાનું રહેશે. કેશની એકરૂપતા માટે જરૂરી સામાન્ય સુધારાવધારા કરવાને સંપાદકેને અધિકાર રહેશે, પણ મહત્વના સુધારા માટે લેખકની સંમતિ તેઓ મેળવશે. જરૂર લાગે તે અધિકરણ પુનલેખન માટે લેખકને પાછું મોકલી શકાશે અને મહદાંશે અસંતોષકારક લાગે તેવાં અધિકરણોને અસ્વીકાર કરવાને મુખ્ય સંપાદકનો અધિકાર રહેશે. અધિકરણની નિયત શબ્દસંખ્યામાં ૧૦ ટકા વધઘટ સ્વીકારી શકાશે. એથી વધારે વધઘટને સંભવ હોય ત્યારે મુખ્ય સંપાદકની પૂર્વમંજૂરી જરૂરી રહેશે. નિયત શબ્દસંખ્યા જળવાય નહીં ત્યારે કાટછાંટ કરવાને અથવા અધિકરણને અસ્વીકાર કરવાને મુખ્ય સંપાદકને અધિકાર રહેશે. ૬. અધિકરણ લખવા માટે અપાયેલી સમયમર્યાદા ન સચવાય તે વૈકલ્પિક વ્યવસ્થા કરવાને પણ મુખ્ય સંપાદકને અધિકાર રહેશે.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38