Book Title: Gujarati Sahitya Kosh
Author(s): Gujarati Sahitya Parishad
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 30
________________ પાઠક, રામનારાયણ વિશ્વનાથ ૨૯આવતી “કુલાંગર” તથા “દેવી કે રાક્ષસી ?' બે સેંધપાત્ર મૌલિક રચનાઓ છે તે આ પૂર્વે દ્વિરેફની વાતે ભા. ૩”માં ગ્રંથસ્થ થઈ ચૂકેલી. પ્રસ્થાન'ના પ્રકાશન અંગે હળવી શૈલીએ થયેલાં ખુલાસારૂપ લખાણ વાચકોને ગમી જવાથી આવા લખાણને સામયિકનું એક નિયમિત અંગ બનાવી રામનારાયણે “સ્વૈરવિહારી'ના નામથી લખવા માંડેલું, તેના બે સંગ્રહ “સ્વૈરવિહાર ભા. ૧' (૧૯૩૧) અને “વૈરવિહાર ભા. ૨' (૧૯૩૭) થયા છે. “વૈરવિહાર' નામને અનુરૂપ રીતે આ લખાણમાં વિષયવસ્તુ તેમ જ નિરૂપણશૈલી બંને પર લેખકે કોઈપણ બંધનો સ્વીકાર્યા નથી અને સાહિત્ય, સમાજ, ધર્મ, રાજકારણ, કેળવણી, મનુષ્યસ્વભાવ વગેરે સર્વ વિષે અંગેની ટૂચકાથી માંડીને નિબંધ પ્રકાર સુધીની રચનાઓ આપી છે. કયાંક ક્યાંક પ્રાસંગિકતા, વિશૃંખલતા અને હેતુલક્ષિતા પ્રગટ કરતાં આ લખાણો ઉપહાસ, કટાક્ષ, કરુણું, રોષ આદિ વિવિધ ભાષાચ્છટાઓ, તાર્કિક ને વાચિક વિલક્ષણ અભિવ્યક્તિ પ્રયોગ તથા લેખકની તીણ બૌદ્ધિતા, સૂક્ષ્મ સંવેદનશીલતા ને રમતિયાળ કલ્પકતાએ કરીને ગુજરાતી નિબંધસાહિત્યમાં પોતાનું ચોક્કસ સ્થાન મેળવી લે છે. રામનારાયણ માત્ર સાહિત્યના નહીં, પણ વિશાળ જીવનના ઉપાસક છે. એમના વિવેચનસંગ્રહમાંયે કલા અને સંસ્કારની વિવિધ પ્રવૃત્તિઓ વિશેનાં એમનાં વિચારચંક્રમણ થયેલાં છે, પરંતુ “મવિહાર' (૧૯૫૬) એમની તેજસ્વી વિચારકતાને વધારે ગાઢ પરિચય છે. “મનોવિહાર'માં અનેક વિષય પરત્વેને રામનારાયણને ગંભીર વિચારવિમર્શ રજૂ થયો છે. તે ઉપરાંત વ્યક્તિ-ચિત્ર, સ્થળવર્ણન વગેરે પ્રકારની રચનાઓ પણ મળે છે. આ બધું રામનારાયણના બહુમુખી વ્યક્તિત્વને પ્રગટ કરે છે. પ્રમાણશાસ્ત્રના અધ્યાપક તરીકે તૈયાર કરેલી પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા” (૧૯૨૨) આચારધર્મનું નિરૂપણ કરતી નિત્ય આચાર' (૧૯૪૫) અને અનુવાદિત યુરોપીય વાર્તાઓને સંગ્રહ “ચુ બન અને બીજી વાતો' 'નગીનદાસ પારેખ સાથે, ૧૯૨૪; બીજી આવૃત્તિ “વામા” નામે) રામનારાયણના અન્ય ઉલ્લેખનીય ગ્રંથ છે. આ સિવાય “કાવ્યશાસ્ત્ર” અને “આનંદમીમાંસા પરની લેખમાળા જેવી કેટલીક ઉપયોગી સામગ્રી ગ્રંથસ્થ થવી બાકી છે. સંદર્ભ: ૧. રામનારાયણ વિ. પાઠક, ચંદ્રકાન્ત શેઠ, ૧૯૭૮; ૨. રામનારાયણ | વિ. પાઠક, વાડ્મયપ્રતિભા, કાન્તિલાલ કાલાણી, ૧૯૮૧; ૩. રામનારાયણ વિ..

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38