Book Title: Gujarati Sahitya Kosh
Author(s): Gujarati Sahitya Parishad
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 32
________________ કલાપીના કારવ’. સમાવી લેવાયું.આ બૃહત્ સ ંગ્રહની ત્યાર બાદ પણૢ ધણી આત્તિ થતી . રહી છે તે એમાંથી પસંદ કરેલાં કાવ્યોના કેટલાક લઘુ સંચયા પણ તૈયાર થયા છે એ કલાપીની વ્યાપક લેાચાહના સૂચવે છે. • કલાપીનું સ ંવેદ્નતંત્ર સદ્યમ્રાહી હતું એથી સાહિત્ય ને ધ`ચિ ંતનના અનેક ગ્રંથેાના વાચન-પરિશીલનના સંસ્કારા આ કવિતાના વિષયા ને એની નિરૂપણરીતિ પર પણ ઝિલાયેલા છે. ‘કેકારવ'ની પ્રકૃતિવિષયક કવિતા પર તે કલાપીની રાંગદર્શી કાવ્યરીતિ પર વવ, શૈલી, કીટ્સ જેવા એમના પ્રિય કવિએની અસર પડેલી છે. આ કવિએનાં અને ટેનિસન, ગટે, મિલ્ટન, ગોલ્ડસ્મિથ આદિનાં કાવ્યોના મુક્ત અનુવાદો તે રૂપાન્તા તથા કેટલીક કૃતિઓનાં અનુસના ‘કેકારવ’માં છે. ‘મેદૂત, ઋતુસ હાર’, શૃંગારશતક જેવી સંસ્કૃત કૃતિની અસર પણ ‘કેકારવ'ની કવિતા પર ઝિલાયેલી છે.. સમાલીન ગુજરાતી કાવ્યપર પરાની કેટલીક છાયાએ પણ એમણે ઝોલી છે.. આર્ભની કવિતા પર દલપતરામની તેમ જ તત્કાલીન ધંધાદારી નાટકોનાં ગાયના ને લાવણીની અસર છે તે પછી નરસિંહરાવ, ગેાવનરામ, મણિલાલ, કાન્ત, આદિની કવિતાની અસર વિષય, છંદ, પ્રકારાદિ પર પડતી રહી છે. આ બધું છતાં કલાપીની વેદના-સંવેદના પોતીકી છે તે એના નિરૂપણમાં એને પોતાના અવાજ રણકે છે જે એની કવિતાની નિજી મુદ્રા આંકી આપે છે. કેકારવ'ની કવિતા વિવિધ સ્વરૂપેામાં વહે છે : ઉત્કટ ઊમિ ને ભાવનાશીલતાને ખેલાતી ભાષાની સાહજિકતાથી અભિવ્યક્ત કરતાં હોવાથી વૃત્તબદ્ધ . કાવ્યા વિશિષ્ટ અસર જન્માવે છે. સ્વરૂપની દૃષ્ટિએ કેટલીક કચાશાવાળી જણાતી ગઝલા અંત`ત મિજાજની – એનાં મસ્તી ને દદિલીની દૃષ્ટિએ ધ્યાનાર્હ છે. શરૂઆતની વ્યક્તિપ્રેમની (કે મિજાજી) ગઝલા કરતાં પાછળની પ્રભુપ્રેમની ( કે હકીકી) ગઝલા કાવ્યગુણે ચડિયાતી છે. ‘આપની યાદી' એનું નોંધપાત્ર દૃષ્ટાન્ત છે. કલાપીનાં ખંડકાવ્યામાં કાન્તના જેવી પરલક્ષિતા નથી તે ઊમિલતા તથા ખેાધત્મકતાએ કાવ્યબંધને શિથિલ કરી નાખ્યા છે. છતાં ભાવનાસહજ સરળ નિહથી, મનેારમ દશ્યચિત્રોથી, પાત્રચિત્તના મંથનના અસરકારક આલેખનથી તે ખાસ તા પ્રાસાદિક ભાષાશૈલીયી, એ પોતાનું આગવાપણુ સિદ્ધ કરે છે. ‘બિલ્વમંગળ' એમનું ઉત્તમ ખર્ડકાવ્ય મનાયું છે. મહાકાવ્ય તરીકે રચવા ધારેલું એમનુ એ હજાર ઉપરાંત પંક્તિનું ને ૪ સગે` અધૂરું રહેલુ ‘હમીરજી ગોહેલ' ખંડકાવ્યની નજીક રહેતુ ઇતિહાસવિષયક કથાકાવ્ય છે.

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38