________________
પ
• કાવ્યની શક્તિ
વિષર્ષનિરૂપણની રીતે કેકારવ'માં પ્રેમવિષયક કવિતા સૌથી વધુ ધ્યાનપાત્ર છે. એક રીતે, આ સંગ્રહની મોટાભાગની કવિતા એના ઊર્મિશીલ કવિની આત્મકથારૂપ છે. કલાપીના ૨૬ વર્ષીના ટૂંકા આયુષ્યનાં છેલ્લાં આઠેક વનાં અંગત પ્રેમજીવનના જ, બહુધા, એમાં ચિતાર છે. સ્વભાવેાક્તિભર્યાં ઇન્દ્રિયસ્પર્શી ચિત્રા રૂપે આલેખાયેલી પ્રકૃતિની કવિતા પણ રુચિર છે તે કવિની સૌ દષ્ટિની પરિચાયક છે. કવિના આયુષ્યનાં છેલ્લાં બે વર્ષની કવિતા પ્રભુભક્તિની તે ચિંતનલક્ષી છે. અંગત જીવનના રાગાવેગે શમતાં ચિત્તમાં પડેલા વૈરાગ્યસ સ્કારો જાગ્રત થવાથી તે સ્વીડન આદિના ગ્રંથાના વાચનથી લાપી પરમ તત્ત્વની ખેાજની દિશામાં વળેલા. એ સવેદન પ્રૌઢ કાવ્યરૂપ પણ પામ્યુ છે.
‘કેકારવ'ની કવિતાની એક નોંધપાત્ર વિશેષતા એને મળેલી વ્યાપક લાચાહના છે. કલાપીએ સાક્ષર કવિઓ દ્વારા લખાતી દુર્ગંધ કવિતાના સમયગાળામાં એ વખતે પ્રચલિત સ્વરૂપોમાં ને બવૃત્તોમાં કાવ્યરચના કરી હાવા છતાં એમાં થયેલા પ્રાસાદિક ભાષાના સહજ વિનિયોગે તે પારદ સંવેદનના વેધક આલેખને તેમ જ એમાંના રાગાવેગી પ્રેમસંબંધોના નિરૂપણે •તથા ઊમિ’-ઉદ્બારામાં ભળેલા એક રંગદર્શી કવિના ભાવનાશીલ ચિતને
આ કવિતાને હૃદયસ્પર્શી ને લેાકપ્રિય બનાવી છે. એટલે કયાંક કાવ્યભાવનની મુખરતામાં તે। કયારેક એના નિરૂપણના પ્રસ્તારમાં વરતાતી કલાસંયમની ઓછપ છતાં તે કવિના કંઈક સીમિત રહી જતા અનુભવની મર્યાદા છતાં ‘કેકારવ’ની કવિતા એની આગવી વિશિષ્ટતાઓથી પોતાનું મહત્ત્વ ટકાવી રાખે છે.
“કાવ્યની શક્તિ” [૧૯૩૯] : રામનારાયણ વિ. પાઠકનાં વિવેચનાત્મક વ્યાખ્યાનો, લેખા તેમ જ ગ્રંથાવલોકનોનો સ ંપ્રથમ સ ંગ્રહ. ૧૯૨૨થી ૧૯૩૯ સુધીનાં લખાણાને સમાવતા આ ગ્રંથના પહેલા વિભાગના ૧૭માંથી ૮ લેખા સંગીત, ચિત્રક્લા, નૃત્ય આદિ લાને અને સામાજિક ઉત્સવને લગતા છે એ રામનારાયણની વિશાળ લાદષ્ટિ અને જીવનનિષ્ઠા સૂચવે છે. આ વિભાગમાં મુકાયેલા ‘કાવ્યની શક્તિ’ એ લેખ રામનારાયણની કાવ્યવિભાવનાના સુરેખ અને સર્વાંગી આલેખ રજૂ કરતા એમની સ` સાહિત્યવિચારણાની પીઠિકારૂપ બની રહેતા, સંગ્રહના સર્વોત્તમ લેખ છે. કળાના એક પ્રકાર લેખે કાવ્યની વિશેષતા ભાવનું નિરૂપણ કરવામાં છે તે સ્કૂટ કરી અલકાર, પદ્મ વગેરે તત્ત્વા કાવ્યભાવને પ્રત્યક્ષીકૃત કરવામાં કેવાં કામે લાગે છે અને આ પ્રત્યક્ષ સમી કાવ્યપ્રતીતિ વ્યવહારપ્રતીતિથી કઈ રીતે જુદી પડી નિરતિશય