Book Title: Gujarati Sahitya Kosh
Author(s): Gujarati Sahitya Parishad
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 35
________________ આ પાનાં તી’ તે ઉપરાંત આ સ્ટનાઓમાં વિષયપસંદગી, આકરકર, કથનશૈલી વગેરે પરત્વે પણ એ શબ્દને સાર્થક કરે એવી મોકળાશ છે. અહીં માનસશાસ્ત્રીય, અદાલતી, પરિસ્થિતિની વક્તાના કિસ્સાઓ છે (અનુક્રમે “એક પ્રશ', સાચી વારતા', “રજનું ગજ'); કરુણગર્ભ વિભર્યું સંસ્કૃત ભાણશૈલીનું આત્મકથન છે (‘સરકારી નોકરીની સફળતાને ભેદ'); ગદ્યકાવ્ય સમી વ્યંજનાત્મક રચના છે (જમનાનું પૂર'); બાળવર્તનનું આલેખન છે (શે કળજગ છે ના !'); મનોવૈજ્ઞાનિક અભ્યાસ છે (“નવો જન્મ” “કપિલરાય'); રહસ્યકથા છે (પહેલું ઈનામ'); વિનેદકથા છે (“જક્ષણી') અને પ્રશિષ્ટ વાર્તારચનાઓ પણ છે (“મુકુન્દરાય” અને ખેતી'). બે પેઢી વચ્ચે વિસંવાદ અને નવી પેઢીનું આત્મકેન્દ્રી, ઊછાંછળું સ્વરૂપ વર્ણવતી “મુકુન્દરાય” તથા પછાત ગણાતા વર્ગની સ્ત્રીની ઉદાત્ત જીવનભાવના નિરૂપતી ખેમી' ગુજરાતી વાર્તા સાહિત્યમાં સૌથી વધુ જાણીતી થયેલી રચનાઓ છે. સંવાદશૈલીને બહોળો ઉપયોગ, ઘરગથ્થુ વાતાવરણ અને અનૌપચારિક કથનશૈલી દ્વિરેફ'ના આ જાતભાતના પ્રયોગોને આગવું સ્વરૂપ બક્ષે છે તેમ જ જીવનના ઊંડા પ્રવાહનું આકલન, વાવની પકડ, વીગતભર્યું ને સભાન વાર્તાઘડતર તથા હાસ્ય અને કરુણનું વિરલ સંજન એને ગંભીર અર્થવત્તા અપે છે. આ કારણે ટૂંકી વાર્તાની સંકુચિત વ્યાખ્યામાં ન આવે એવી ઘણી કૃતિઓ છતાં દ્વિરેફની વાતે ભા. ૧ ધૂમકેતુના “તણખામંડળ ૧' (૧૯૨૬)ની સાથે જ પણ ધૂમકેતુથી જુદી શૈલીએ, ગુજરાતી ટૂંકી વાર્તાના સ્વરૂપને દ% ભૂમિકા પૂરી પાડનાર સીમાચિહ્નરૂપ ગ્રંથ ગણાય છે. પાદરનાં તીરથ” [૧૯૪૬] ૧૯૪૩માં આરંભાયેલી પણ અધૂરી પડી રહી ૧૯૪૬માં પૂરી થયેલી અને ૧૯૪૨ના રાષ્ટ્રીય આંદોલનના પરિવેશમાં કપેલી એક ઘટનાને વર્ણવતી જયંતિ દલાલની આ નવલકથા વિશિષ્ટ પરિસ્થિતિમાં વ્યક્ત થતી માનવમનની વિલક્ષણતાને ઉપસાવવા તાકે છે. અંગ્રેજ સરકાર સામે ચાલતા આંદોલન દરમ્યાન એક ગામને માનવ સમુદાય ઉત્તેજનાની પળોમાં, પાસેના નાનકડા રેલવે સ્ટેશનને સળગાવી મૂકે છે. એ પછી તપાસ માટે આવેલી પોલીસના એ ગામલોક પર એકાએક થતા અત્યાચારમાં પ્રગટતી હિંસા ને વાસનાની પાશવી વૃત્તિ મોટે આતંક ફેલાવે છે. ફોજદારે મનસ્વી રીતે પકડેલા કેદીઓ માટે ભેજનાદિની વ્યવસ્થા કરતા અનુકંપાશીલ ને ઊંડી સમજ ધરાવતા ડોકટર નગીનદાસ પાસે ફેજદાર આ ત્રસ્ત કેદીઓને મોટી રકમની લાંચના બદલામાં છોડવાને પ્રસ્તાવ મૂકે છે. એક તરફ દેશનિકા ને સદ્દનિકા તથા બીજી તરફ દમિત માનવો પ્રત્યેની

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38