Book Title: Gujarati Sahitya Kosh
Author(s): Gujarati Sahitya Parishad
Publisher: Gujarati Sahitya Parishad
Catalog link: https://jainqq.org/explore/032054/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્ય પરિષદ આયાતિ ગુજરાતી સાહિત્યકેાશ અધિકરણલેખનનાં નિયમેા અને સૂચને ( ખંડ : ૨ – અર્વાચીન કર્તાએ અને કૃતિએ – માટે ) ભરાત Tillera Wa બાદ ગુજરાતી સાહિત્ય પરિષદ ગોવર્ધન ભવન, ટાઇમ્સ આફ ઇન્ડિયા પાછળ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૯ ૧૯૮૪ Page #2 -------------------------------------------------------------------------- ________________ - - ગુજરાતી સાહિત્ય પરિષદ આયોજિત ગુજરાતી સાહિત્યકેશ અધિકરણલેખનનાં નિયમો અને સૂચનો (ખંડ. ૨- અર્વાચીન કર્તાઓ અને કૃતિઓ - માટે) ગુજરાતી સાહિત્ય પરિષદ ગવર્ધન ભવન, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા પાછળ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૯ ૧૯૮૪ Page #3 --------------------------------------------------------------------------  Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક ‘ગુજરાતી સાહિત્યકોશ' ગુજરાતી સાહિત્યના કર્તા-કૃતિ આદિ સ વિષયાની માહિતીને સમાવતા જ્ઞાનકોશ (ઍન્સાયક્લોપીડિયા) રૂપે પ્રકાશિત થશે. મેટ્રિક સાઇઝનાં ૨૦૦૦ ઉપરાંત પૃષ્ઠો તથા ચારેક પ્રથામાં પ્રસિદ્ધ થનાર આ કેશની અધિકરણસામગ્રી આ મુજબના ત્રણ વિભાગોમાં સમાવાશે : (૧) મધ્યકાલીન – ઈ.૧૨મી સદીથી ઈ. ૧૮૫૦ સુધીના ગુજરાતી સાહિત્યના સર્વ જ્ઞાત કર્તા તથા નોંધપાત્ર કૃતિઓ; (૨) અર્વાચીન - ઈ.૧૮૫૦ પછીથી આજ સુધીના – ગુજરાતી સાહિત્યના નોંધપાત્ર સાહિત્યિક ગ્રંથકારો અને મહત્ત્વના સાહિત્યગ્રંથા; (૩) સાહિત્યપ્રકાશ, સાહિત્યિક આંદોલનો, સાહિત્યિક સંજ્ઞા અને સિદ્ધાન્તો, સાહિત્યિક પ્રભાવા અને પરિબળા, સાહિત્યિક પ્રવૃત્તિ અને સાહિત્યસ સ્થા. આ પૈકી વિભાગ : ૧ની સામગ્રીને સમાવતા પહેલા ગ્રંથનાં અધિકરણાનું લેખનકાર્યાં. લગભગ પૂરું થયું છે ને એ અંતિમ સ ંપાદનને તબકે છે. હાલ વિભાગ : ૨ના અધિકરણલેખન માટેની સંદર્ભસામગ્રીનું સૂચીકરણ ધા સમયથી ચાલુ છે તથા હાલમાં કેશકાર્યાલયના વિદ્વાનો દ્વારા અધિકરણલેખનનું કાય પણ આરભાયુ છે. અધિકરણલેખન કોશકાર્યાલયમાં થશે એ ઉપરાંત નિયંત્રિત વિદ્વાન દ્વારા પણ થશે. કોશનાં અધિકરણાનુ સ્થૂળ માળખું તો એકસરખુ હાય જ; પણ એની વીગતોની પસ ંદગી, એના પ્રમાણુ તથા રજૂઆતની શૈલીમાં જેટલી એકવાક્યતા આવે એટલું કોશનું રૂપ સવાદી ને સૌષ્ઠવયુક્ત બને. એ દૃષ્ટિએ, કાશના પ્રયોજનને અનુવર્તીતે, સલાહકારસમિતિના માદન નીચે કેટલાંક નમૂનાનાં અધિકરણા કોશકાર્યાલય તરફથી તૈયાર થયાં છે અને મા`દર્શક સૂચનાઓ ઘડવામાં આવી છે તે આ સાથે છે. અધિકરણલેખક. જેટલી ચોકસાઈથી અને કાળજીથી એને અનુસરશે તેટલી સ`પાાદનકાર્યાંની સરળતા થશે તે કોશનુ એક સુધડ રૂપ સિદ્ધ કરવામાં મદદ થશે. નિમંત્રિત અધિકરણલેખકો માટેની શરતો પણ આ સાથે સામેલ છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ નિમંત્રિત અધિકરણલેખકે માટેની શરતે ૧. નિમંત્રિત અધિકરણલેખકોને અધિકરણના સ્વીકૃત સ્વરૂપની શબ્દસંખ્યા પર ૧૦૦૦ શબ્દોના રૂ.૮૦ લેખે પુરસ્કાર આપવામાં આવશે. ૨. પ્રત્યેક અધિકરણની નીચે અધિકરણલેખકના નામના આદ્યાક્ષ મૂકવામાં આવશે. ગ્રંથારંભે આદ્યાક્ષ સાથે અધિકરણલેખકનાં નામ-પરિચય આપવામાં આવશે. છે. સ્વીકૃત અધિકરણ અંગેના સર્વાધિકાર ગુજરાતી સાહિત્ય પરિષદના રહેશે. ૪. અધિકરણલેખકે એ અધિકરણના નિયત સ્વરૂપનું અને માર્ગદર્શક સૂચના- - એનું પાલન કરવાનું રહેશે. કેશની એકરૂપતા માટે જરૂરી સામાન્ય સુધારાવધારા કરવાને સંપાદકેને અધિકાર રહેશે, પણ મહત્વના સુધારા માટે લેખકની સંમતિ તેઓ મેળવશે. જરૂર લાગે તે અધિકરણ પુનલેખન માટે લેખકને પાછું મોકલી શકાશે અને મહદાંશે અસંતોષકારક લાગે તેવાં અધિકરણોને અસ્વીકાર કરવાને મુખ્ય સંપાદકનો અધિકાર રહેશે. અધિકરણની નિયત શબ્દસંખ્યામાં ૧૦ ટકા વધઘટ સ્વીકારી શકાશે. એથી વધારે વધઘટને સંભવ હોય ત્યારે મુખ્ય સંપાદકની પૂર્વમંજૂરી જરૂરી રહેશે. નિયત શબ્દસંખ્યા જળવાય નહીં ત્યારે કાટછાંટ કરવાને અથવા અધિકરણને અસ્વીકાર કરવાને મુખ્ય સંપાદકને અધિકાર રહેશે. ૬. અધિકરણ લખવા માટે અપાયેલી સમયમર્યાદા ન સચવાય તે વૈકલ્પિક વ્યવસ્થા કરવાને પણ મુખ્ય સંપાદકને અધિકાર રહેશે. Page #6 -------------------------------------------------------------------------- ________________ અધિકરણલેખન માટે માર્ગદર્શક સૂચનો : સામાન્ય સૂચને ૧૧. અધિકરણ માટે હાંસિયો રાખીને કાગળની એક બાજુએ સુવા * અક્ષરમાં અને શાહીથી લખવાં. ૨. જોડણી ગૂજરાત વિદ્યાપીઠના સાર્થ ગૂજરાતી જોડણીકોશ અનુસાર રાખવી. ૩. અધિકરણમાં ક્યાંય પાદટીપને ઉપયોગ ન કરવો. અનિવાર્ય લાગે ત્યારે કૌંસને ઉપયોગ કરી શકાશે. ૪. અધિકરણનું સ્વરૂપ વિશેષ માહિતીલક્ષી રાખવું. સાહિત્યસમીક્ષા જાણતાં | મુખ્ય લક્ષણોના નિર્દેશ પૂરતી મર્યાદિત રાખવી. સામાન્ય રીતે સ્વીકૃત સાહિત્યિક મૂલ્યાંકનને કેશમાં સ્થાન રહેશે. ૫. માહિતીનો ઉપયોગ પ્રમાણભૂતતાની ચકાસણી કરીને કરવો. જ્યાં જુદી જુદી માહિતી મળતી હોય ત્યાં અને જ્યાં પ્રમાણભૂતતાની ખાતરી ન હોય ત્યાં જે-તે સંદર્ભોને હવાલે આપીને એ માહિતી રજૂ કરવી. ૬. બહુ જ જરૂરી અભિપ્રાયો કે કાવ્યપંક્તિઓનાં અવતરણ અધિકરણમાં ગૂથી શકાશે. એ અવતરણો ટૂંકાં હોય તે ઇષ્ટ છે. - ૭. માહિતી સઘન રૂપમાં, ક્રમિક રીતે અને તપુર:સર સ્પષ્ટતાથી અને સચોટતાથી રજૂ થાય તે જોવું. ૮. ભાષાશૈલી સ્વચ્છ, સરળ, પારદર્શક રાખવી. વિશેષ સૂથને તે સમગ્ર દેશમાં લખાવટની સંવાદિતા રહે તથા અધિકરણની સામગ્રીમાં માહિતીનું સંતુલન જળવાય એ આશયથી એક નિયત પદ્ધતિ અમે નિપજાવી છે અને એ અનુસાર નમૂનાનાં કેટલાંક અધિકારણે આ પુસ્તિકામાં મૂક્યાં છે. પરંતુ, અધિકરણલેખકને આ પદ્ધતિ વિશે પૂરી સ્પષ્ટતા થાય એ માટે નીચે કેટલાંક વિશેષ સૂચન આપ્યાં છે. દર્શાવેલા વિભાગો પણ સ્પષ્ટીકરણની સગવડ ખાતર મૂક્યા છે, જેથી અધિકરણલેખનને એક ક્રમબદ્ધ આલેખ ઊપસી રહે. કર્તાઅધિકરણ કર્તાઅધિકરણ માટેની અપેક્ષિત વીગતે આરંભ, કર્તાની ચરિત્રાત્મક માહિતી, કર્તાની સાહિત્યિક કારકિર્દી અને એમના ગ્રંથ તથા સંદર્ભે – એવા વિભાગોથી દર્શાવી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ આશ ૧. કર્તાઅધિકરણના આરંભે અટકથી શરૂ થતુ કર્તાનું પૂરું નામ લખવું. ૨. એ પછી અલ્પવિરામનું ચિહ્ન કરી, કર્તા જે ઉપનામ / ઉપનામેાથી વિશેષ જાણીતા હાય તે ( — તેટલાં જ –) ઉપનામ / ઉપનામા, પ્રત્યેક એકવડા અવતરણચિહ્નથી અકારાદિક્રમે લખવાં. ૩. પણ જ્યાં કર્તા ઉપનામથી જ વધુ જાણીતા હોય ત્યાં ઉપનામ પહેલુ લખવું ( અવતરણચિહ્નોમાં ) ને એ પછી તિયરેખા ( આબ્લિક ) કરી કર્યાંનું, પ્રથમ નામથી આરંભાતું, પૂરું નામ લખવું. (ઉ. ત. ‘કલાપી' સુરસિહજી તખ્તસિ હજી ગોહિલ ) અવ.. ૪. ત્યારબાદ કોણાકાર કૌ ંસમાં કર્તાની જન્મતારીખ (જ.) અને કર્તા દિવંગત હાય તે। અવસાનતારીખ (અવ.) લખવાં; જન્મ કે અવસાનનુ વ જ મળતું હોય તો માત્ર તે જ દર્શાવવું (જેમ કે, જ.૧૮૯૦ ૧૯૬૧); જન્મ કે અવસાનની વીગતા ન મળતી હોય ત્યારે અપ્રાપ્ત માહિતીને સ્થાને પ્રશ્નાર્થાં મૂકવું (જેમ કે જ. ? અવ. ૧૯૬૧ ); હયાત લેખકોમાં જન્મતારીખ / વર્ષાં લખ્યા પછી તરત કોણાકાર કૌંસ પૂરા કરી દેવા. ૫. એ પછી, ગુરુવિરામ કરી, કર્તાની કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટયકાર, નિબંધકાર, ચરિત્રલેખક, આત્મચરિત્રલેખક, પ્રવાસકથાલેખક, વિવેચક, સાહિત્યિક પત્રકાર કે સંપાદક એવી એળખ આપી; કર્તાએ એકથી વધુ સ્વરૂપોમાં કામ કર્યું હોય ત્યાં એની મહત્ત્વતી તે મુખ્ય એક-બે સ્વરૂપોમાંની કામગીરીને દર્શાવતી એળખ આપો ‘ વગેરે ’ એવા નિર્દેશ કરવા. * - ઉદા॰ ( ૧થી ૫ માટે ) — = પાઠક, રામનારાયણ વિશ્વનાથ, ‘ દ્વિરેફ ’, ‘ શેષ ’, ‘ સ્વૈરવિહારી' [જ. ૮-૪-૧૮૮૭ અવ. ૨૧–૮–૧૯૫૫]: વાર્તાકાર, વિવેચક, કવિ, વગેરે. - ચરિત્રાત્મક માહિતી કર્તાની ચરિત્રાત્મક માહિતીમાં – ૧. જન્મસ્થળ, વતન, જ્ઞાતિ અને માતાના નામનો સર્વપ્રથમ નિર્દેશ કરવા. ૨. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણને ટૂંકમાં જ નિર્દેશ કરવા; સ્નાતક-અનુસ્નાતક તે અન્ય પદવી મેળવ્યાનાં સ્થાન, વ ને વિષયો લખવાં, Page #8 -------------------------------------------------------------------------- ________________ ૩. માતાપિતા અંગેની વિશેષ માહિતી સાહિત્યિક દષ્ટિએ ઉપયોગી જણાય તે સમાવવી. ૪. પત્નીનું નામ અને લગ્નવર્ષ કોઈ રીતે ઉપયોગી બનતાં હોય તે આપવાં. ૫. કર્તાની વ્યાવસાયિક કારકિર્દી વિશે સામાન્ય માહિતી આપવી. ૬. કર્તાના જીવનઘડતરનાં પરિબળો ને પ્રેરક બળોને પણ, આવશ્યક જણાય તે, નિર્દેશ કરવો. ૭. કર્તાને મળેલાં બધા પ્રકારનાં ઇનામેને ઉલ્લેખ બિનજરૂરી ગણ પણ ભારતીય જ્ઞાનપીઠ તથા રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીના પુરસ્કાર અને રણજિતરામ, નર્મદ ને કુમાર – એ ચંદ્રકોની માહિતી સમાવવી; કર્તાને પદ્મશ્રી'નું બહુમાન મળ્યું હોય તે એને તથા એમણે કેઈનોંધપાત્ર સાહિત્ય સંસ્થામાં મહત્ત્વને હોદ્દો / પદ ધરાવ્યો હોય (જેમકે ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ) તે એને ઉલ્લેખ પણ કરવો. સાહિત્યિક કારકિર્દી અને ગ્રંથ ૧. કર્તાની સાહિત્યિક કારકિર્દીની માહિતી સામાન્યપણે સમયાનુક્રમે આપવી પણ એમની સાહિત્યપ્રકારવાર કામગીરીની વીગતે એકસાથે લેવી જરૂરી લાગતી હોય તે ત્યાં સળંગ સમયાનુક્રમ તેડી સાહિત્યપ્રકારવાર (ગ્રંથનાં પ્રકાશનવર્ષ આદિને) સમયાનુકમ સ્વીકારવો. ૨. કર્તાના પ્રથનાં નામ એકવડા અવતરણચિહ્નમાં લખવાં; ગ્રંથનામ પછી તરત, સાદા કોંસમાં પહેલી આવૃત્તિનું પ્રકાશનવર્ષ લખવું; એ પછીની કોઈ આવૃત્તિ નોંધપાત્ર રીતે સંવર્ધિત હોય તે, “સંવર્ધિત આ૦ ” એવા સંક્ષેપથી એ વર્ષ પણ દર્શાવવું. ૩. કર્તાના પ્રકાશિત થયેલા સર્વ મૌલિક ગુજરાતી ગ્રંથની માહિતી કર્તા અધિકરણમાં આપવી પણ નાની પુસ્તિકાઓ, પાઠ્યપુસ્તકે, સંપાદને, અન્ય વિષયનાં પુસ્તક, અનુવાદો, અન્ય ભાષામાં લખેલા ગ્રંથે – એ બધામાંથી મહત્ત્વના પસંદ કરીને એની જ માહિતી / યાદી આપવી. ૪. કર્તાના મૌલિક ગ્રંથમાંથી કૃતિઓ લઈને કતાં દ્વારા કે અન્ય દ્વારા તૈયાર કરાયેલાં સંચય-સંપાદનની ખેંધ, એ કઈ રીતે વિશેષ મહત્ત્વનાં બનતાં હોય તે જ લેવી. Page #9 -------------------------------------------------------------------------- ________________ ૫. કર્તાઅધિકરણમાં નેધેલાં પુસ્તક પૈકી જે પુસ્તકો અધિકરણલેખકે તે જોયાં ન હોય એની આગળ ફૂદડીની નિશાની કરવી. ૬. કર્તા ને એની કૃતિઓનું વિવેચનાત્મક મૂલ્યાંકન સર્વસ્વીકૃત હેય એ. અને ખપપૂરતું જ આપવું; અધિકરણને અંતે લેખકના કાર્યને સમગ્ર દશી સાર કે સમગ્રદશી મૂલ્યાંકન ન આપવું. સંદર્ભ ૧. સંદર્ભ સામગ્રીમાં સંદર્ભગ્રંથે-સામયિકને નિર્દેશ નીચેના વિભાગ, મુજબ કરો: સર્વપ્રથમ કર્તા ને એની કૃતિઓ વિશેના સ્વતંત્ર ગ્રંથ, એ પછી કર્તા કે કૃતિ વિશે વિગતે કે વિવેચન મળતાં હોય એવા ચરિત્રાત્મક કે વિવેચનાત્મક સંગ્રહ (એમાં ઈતિહાસગ્રંથને વિવેચનસંગ્રહ બંનેને સમાવેશ થશે) અને એ પછી સામયિકોમાંના કર્તા કે કૃતિવિષયક લેખો. ૨. સંદર્ભગ્રંથને કમ સળંગ જ રાખ પણ દરેક વિભાગ પછી, એને અન્ય વિભાગના ગ્રંથોથી જુદો પાડવા પોલા ચોરસનું ચિહ્ન મૂકવું. ૩. સંદર્ભગ્રંથને નિર્દેશ ગ્રંથનું નામ, લેખક કે સંપાદકનું નામ તથા પ્રકાશનવર્ષ એ ક્રમે કરવો. એમાં (ક) ગ્રંથનામ અવતરણુચિહ્નમાં લખવું નહીં, (ખ) લેખક કે સંપાદકનું નામ પુસ્તક ઉપર હેય એ મુજબ જ લખવું, (ગ) પ્રકાશનવર્ષ, શક્ય હોય ત્યાં સુધી તે પહેલી આવૃત્તિનું મેળવીને જ લખવું અને એ પછીની કોઈ આવૃત્તિ વિશેષપણે સંવર્ધિત કે સંશોધિત હોય તે, “સંવર્ધિત | સંશોધિત આવે એવા નિર્દેશથી, એ વર્ષ પણ સેંધવું. પ્રકાશનવર્ષ ઈસવીસનમાં હોય તે એની પૂર્વે ઈ. લખવું જરૂરી નથી પણ સંવતમાં હોય ત્યાં સં. મૂકવું. ૪. સંપાદક માટે સં. એવો સંક્ષેપ એવો પણ લેખક' શબ્દ કે એને સંક્ષેપાક્ષર લખવાની જરૂર નથી. ૫. સામયિકને સંદર્ભ આપતાં (અ) સામયિકનું નામ (એકવડાં અવતરણ ચિહ્નોમાં), પ્રકાશનનાં માસ (કે કૈમાસિક આદિ હોય તે માસને ગાળો) અને વર્ષ લખવાં. એ પછી ડૅશ કરી લેખનું નામ (એકવડાં અવતરણ ચિહ્નોમાં) અને લેખકનું (અટકથી નહીં પણ પ્રથમ નામથી આરંભાતું) નામ લખવાં. ૬. આ સંદર્ભે નિઃશેષ સૂચિ રૂપે નહીં પણ વિશેષ વાચન (“ફાધર રીડિંગ') તરીકે મૂકવાના હોઈ મુખ્ય ને મહત્ત્વના ગ્રંથમાં આવી Page #10 -------------------------------------------------------------------------- ________________ ગયેલી સામગ્રી જ સંગ્રહને સામયિકમાં આવતી હોય તે એવા સંગ્રહ ને સામયિકનો સમાવેશ સંદર્ભમાં અનિવાર્ય ન ગણવો. કૃતિ અધિક ૧. અધિકરણશીર્ષકમાં કૃતિનું નામ એકવડાં અવતરણુચિહ્નોમાં લખવું. ૨. એ પછી કોણાકાર કૌસમાં કૃતિનું પ્રથમ આવૃત્તિનું) પ્રકાશવર્ષ લખવું. ૩. એ પછી ગુરુવિરામ ( કૅલન) કરી કૃતિના લેખક (અને કૃતિ મરણોત્તર હોય તે લેખક તથા સંપાદક બને) તથા કૃતિના સાહિત્યપ્રકારની માહિતીથી અધિકરણને આરંભ કરે. ૪. કૃતિઅધિકરણમાં કૃતિને સામગ્રી અને રચનાપ્રકારની દષ્ટિએ અગત્યને હોય તે પરિચય તથા સર્વસ્વીકૃત ને ખપપૂરતું મૂલ્યાંકન આપવાં. ઉપયોગી હોય ત્યાં પ્રકાશનને ઈતિહાસ પણ આપી શકાય. ૫. કૃતિઅધિકરણ સાથે સંદર્ભ વિભાગ રહેશે નહીં. Page #11 -------------------------------------------------------------------------- ________________ નમૂનાનાં અધિકારણે ૧. કર્તા-અધિકારણે અંજારિયા, હિંમતલાલ ગણેશજી (જ. ૨-૧૦-૧૮૭૭ – અવ. ૨૬-૬-૧૯૭૨ ]: સંપાદક. રાજકોટમાં જન્મ. માતા નિર્ભયકુંવર. જ્ઞાતિએ વડનગરા નાગર. વડોદરાથી ૧૮૯૮માં બી. એ. થઈ ૧૮૯માં ગોંડલ રાજ્યના કેળવણી ખાતામાં નોકરી સ્વીકારી. ૧૯૦૫માં એમ.એ. થયા પછી ૧૯૦૬થી ૧૯૭૨ સુધી મુંબઈની નગરપાલિકાની શાળા સમિતિમાં પહેલાં મદદનીશ અને પછીથી મુખ્ય અધીક્ષક તરીકે કામગીરી બજાવી. નિવૃત્તિ પૂર્વેના એક દસકા દરમ્યાન, પછીથી ક તથા એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી તરીકે જાણીતી થયેલી, મહિલા કોલેજની સ્થાપના અને તેનું સંચાલન. આજીવન અધ્યયન-અધ્યાપનમાં રત રહેલા અંજારિયા વ્યાપકપણે ઉપયોગી નીવડે એવાં ગુજરાતીની ગદ્ય-પદ્ય કૃતિઓનાં સંપાદન આપતા રહેલા. આ સંપાદનેમાં દેશભક્તિનાં કાવ્યો' (૧૯૦૩ / ૧૯૦૫), “કવિતાપ્રવેશ' (૧૯૦૮), ગુજરાતી નાટકોનાં ગીતે સહિતની પ્રચલિત ગુજરાતી ગેય રચનાઓને સંચય “સંગીતમંજરી' (૧૯૦૯), બાલકાવ્યોને સંચય મધુબિન્દુ' (૧૯૧૫), “પદ્યસંગ્રહ' (૧૯૨૦), “સાહિત્યપ્રવેશિકા' (૧૯૨૨), તેની ૧૯૪૩માં કરેલી શાલેય આવૃત્તિ “સાહિત્યપ્રારંભિકા', “કાવ્યમાધુર્ય (૧૯૩૦), “ગપ્રવેશ : ૧-૨' (૧૯૩૧-૩૨), “પઘપ્રવેશ' (૧૯૩૨), “કાવ્યસૌરભ' (૧૯૪૯) વગેરે સાહિત્યરસિકોની વાચનરુચિ માટે તેમ જ વિદ્યાથીઓને પૂરક વાચન માટે સહાયક બનેલાં છે. એ સૌમાં ૧૯મી અને ૨૦મી સદીના સંધિકાળની ગુજરાતી કવિતાનું પાલ્ગવની ગોલ્ડન ટ્રેઝરી'ની બધાટીએ થયેલું સંપાદન “કાવ્યમાધુર્ય' (૧૯૩૦) નોંધપાત્ર બને છે, જ્યારે વીસમી સદીના પૂર્વાર્ધની ગુજરાતી કવિતાનું પ્રતિનિધિત્વ કરતું “કાવ્યસૌરભ (૧૯૪૯) તુલનામાં નબળું ઠરે છે. ઉપર્યુક્ત સંપાદનેમાંના અભ્યાસલેખોમાં એમની કાવ્યરુચિ, સાહિત્યની સમજ તથા એમના સરળ, પ્રવાહી અને છટાયુક્ત ગદ્યને પરિચય મળે છે. આ સંપાદન ઉપરાંત એમણે કાલિદાસકૃત નાટક “વિકમર્વશીયમને અનુવાદ (૧૯૦૬) પણ કર્યો છે. ગુજરાતી કવિતા અને સાહિત્ય ઉપરાંત એમણે ઇતિહાસ, ભૂગોળ, સ્ત્રીશિક્ષણ તથા બાળઉછેર જેવા વિષયોને આવરી લેતી કેટલીક પુસ્તિકાઓ પણ લખી છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ઉમરવાડિયા, મનુભાઈ લાલભાઈ ૫ અવ. સંદર્ભ : ૧. અર્વાચીન કવિતા, સુ ંદરમ્,૧ ૯૪૬; ૨. ગુજરાત સાહિત્યસભા, અમદાવાદ, કા વહી : સને ૧૯૪૯-૫૦; ૩. એજન : ૧૯૫૫; ૪. એજન ૧૯૬૩; ૫. ગ્રંથ અને ગ્રંથકાર: ૧, સં. હીરાલાલ ત્રિ. પારેખ, ૧૯૩૦.. ઉમરવાડિયા, અનુભાઈ લાલભાઈ [જ. ૧૩–૭–૧૮૯૯ ૧૮-૧-૧૯૫૦ ] : નાટ્યકાર. વેડછા(જિ. સુરત)માં અનાવિલ બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ, પિતાની સરકારી નોકરીને કારણે જુદાંજુદાં ગામેામાં. બી. એ. ૧૯૨૦માં મુંબઈમાંથી. તે પછી કેટલાક સમય ખાનગી અને સરકારી નોકરી કરી. ૧૯૨૭માં મુંબઈમાંથી એલએલ. ખી. થઈ વકીલાત શરૂ કરી. વકીલાત નિમિત્તે સુરતવાસ (૧૯૨૮-૧૯૩૬ ) દરમ્યાન એમણે સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધા અને ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહ વખતે ક. મા. મુનશીના અધ્યક્ષપણા નીચે રચાયેલી બિનસરકારી બારડોલી તપાસસમિતિના મંત્રી તરીકે કામ કર્યુ. ૧૯૩૬થી ૧૯૪૯ એમણે અમદાવાદ મિલમાલિકમ`ડળના પગારદાર મંત્રી તરીકે નોંધપાત્ર કામગીરી બજાવી. એમાંથી નિવૃત્ત થઈ ફરી વકીલાત શરૂ કરી, જે દરમ્યાન ફૂંક સમયમાં જ અમદાવાદમાં એમનું અવસાન થયું. કૉલેજકાળથી જ સાહિત્યિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક સક્રિય બનેલા ખટુભાઈ, ૧૯૧૫ પછી આપણે ત્યાં ઈસન, શો, આસ્કાર વાઈલ્ડ આદિ યુરોપીય સાહિત્યકારોના વૈચારિક ને શૈલીગત પ્રભાવ નીચે જે પ્રણાલિકાભંજક, ર'ગદ` સાહિત્યિક આબેહવા પ્રસરી તેના, મુનશી વગેરેની સાથે, એક વાહક બન્યા. ૧૯૨૦માં જ એમણે ‘રસગીતા’ના વિલક્ષણ શીંક નીચે યુવાનહૃદયની ઊર્મિઓના આવિષ્કારરૂપ ગદ્યકાવ્યોને નાનકડો સંચય પ્રગટ કર્યાં. જેમાં મિસિસ બ્રાઉનિંગનાં સૉનેટ પરથી સૂચિત રચનાઓ પણ છે; અને ૧૯૨૧માં માનવશક્તિના દુર્વ્યય તથા સમાજનાં અનિષ્ટોને વિષય કરીને ચાલતા શેરિડનના સુપ્રસિદ્ધ નાટક · ધ સ્કૂલ ફૅાર સ્કેન્ડલ'નું રૂપાંતર ‘સ ંસાર એક જીવનનાટચ' પ્રસિદ્ધ કર્યું. જે નવા સામાજિક વિચાસ તરફના ખટુભાઈના આકષ ણુના નિર્દેશ કરે છે. ૧૯૨૦માં બટુભાઈએ વિજયરાય વૈદ્ય સાથે ‘ચેતન’અને ૧૯૨૧માં જ્યાહ્ના શુકલ સાથે ‘વિનોદ' માસિક શરૂ કર્યાં હતાં ( તે ૧૯૨૩ સુધી ચલાવેલાં ) એ પણ સાહિત્યમાં નવી કેડીએ પાડવાના એમના ઉત્સાહના પ્રતીકરૂપ હતાં. મુનશીએ પોતાની આસપાસ તેજસ્વી તરુણાનું મંડળ રચી ૧૯૨૨-૨૩માં સાહિત્યસ ંસદની સ્થાપના કરીને ‘ગુજરાત' માસિક શરૂ કર્યું તેમાં પણ બટુભાઈ હિસ્સેદાર બન્યા. બટુભાઈ એ પોતાની ક્લમને લાભ ચેતન' તથા ‘વિનોદ'તે તેમ 3 Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ઉમરવાડિયા, બટુભાઈ લાલભાઈ ગુજરાતીને તથા કૌમુદી' વગેરે અન્ય સામયિકને પણ સુન્દરરામ ત્રિપાઠી, કિશોરીલાલ શર્મા, હરરાય ત્રિવેદી, કમળ, બિન્દુ, સનત વગેરે છઘનામેઉપનામોને ઉપયોગ કરીને, આપેલ અને સર્જન-વિવેચનના કેટલાક પ્રથા પણ એમાં કરેલા. આ પ્રયોગોનું એક પરિણામ તે વાતનું વન' નામે વાર્તાસંગ્રહ (૧૯૨૪). શીર્ષક સૂચવે છે તેમ આ સંગ્રહમાં ઠીકઠીક રીતિભેદ દર્શાવતી ને અણુધડ પણ રહી ગયેલી વાર્તારચનાઓ છે ને એક એકાંકી નાટક તથા એક અંગત નિબંધ પણ છે. આ કૃતિઓમાં બટુભાઈની વિલક્ષણ વિચારસૃષ્ટિને પ્રભાવ છે. પરંતુ એને વધારે કલાત્મક ને સબળ અભિવ્યક્તિ સાંપડી છે એમનાં એકાંકી નાટકમાં. ૧૯૨૨માં લખાયેલા એમના પહેલા ધ્યાન ખેંચતા નાટક જોમહર્ષિણીને સમાવતે “મસ્યગંધા અને ગાંગેય તથા બીજાં ચાર નાટકો' (૧૯૨૫) અને “માલાદેવી અને બીજાં નાટકો' (૧૯૨૭) એ નાટટ્યસંગ્રહે પછી બટુભાઈએ “શૈવાલિની અને બીજાં નાટકો' એ નામે સંગ્રહ કરવા વિચારેલું, પણ એ થઈ શક્યું નહીં અને ૧૯૨માં લખાયેલા છેલ્લા નાટક “શૈવલિની'ને બટુભાઈનાં પસંદ કરેલાં નાટકના મરણોત્તર સંગ્રહ “બટુભાઈનાં નાટકો' (સં. અનંતરાય રાવળ, ૧૫૧)માં જ સમાવવાનું થયું. “મસ્યગંધા અને ગાંગેય તથા બીજા ચાર નાટકોમાંના મહમ્મદ પેગંબર ” એ નાટકને કારણે બટુભાઈને મુસ્લિમોને વિરોધ સહન કરવાને આવ્યું અને સરકારી પ્રતિબંધને કારણે સંગ્રહમાંથી એ નાટક રદ કરી “મનનાં ભૂત” નામે નાટક મૂકવાનું થયું. આધુનિક સમયને અનુરૂપ નવાં મૂલ્યની ખોજમાં ગંભીરપણે પ્રવૃત્ત થયેલા બટુભાઈ પૌરાણિક વિષયને સ્પર્શતા ને પિતાનું નવું અર્થઘટન મૂકતા તે તથા સમાજવ્યવસ્થા પરત્વેના બટુભાઈને કેટલાક ક્રાતિકારક વિચારે પરંપરાગત માનસને આઘાત લગાડનારા નીવડ્યા. છતાં વિચાર એમનાં નાટકનું એક બળવાન પાસું બની રહ્યો. દશ્યબહુલતા તથા સમયવિસ્તારને કારણે એકાંકીમાં અપેક્ષિત સઘનતાની દષ્ટિએ ઊણી ઊતરતી બટુભાઈની આ રચનાઓ પ્રારંભકાળની કેટલીક કચાશ ધરાવે છે છતાં એ કૃતિઓ એના વિચારબળ, વિચારને અનુરૂપ એક નાટયક્ષમ પરિસ્થિતિની સંકલ્પના, દ્યોતક સજીવ પાત્રાલેખન અને વાછટાયુકત સંવાદોથી પોતાનું એક આગવું રૂપ ઘડે છે, જે બટુભાઈને ગુજરાતી નાટકના ઇતિહાસમાં ગૌરવભર્યું સ્થાન અપાવે છે. . ૧૯૨૮-૨લ્માં બટુભાઈ થોડા સમય માટે જોખ્ખા શુક્લ સાથે “સુદર્શન' સાપ્તાહિકના તંત્રી બનેલા, પરંતુ વસ્તુતઃ આ સમયથી એમની Page #14 -------------------------------------------------------------------------- ________________ કલાપી” ૧ સાહિત્યિક કારકિર્દી સ્થગિત થઈ ગયેલી હતી. ૧૯૩૫માં “રાસગંજલિ નામક ગરબાસંગ્રહ તથા “શાકુન્તલને પાત્રનામ, પ્રસંગે વગેરેના ફેરફાર વડે અર્વાચીન સમયમાં ઢાળીને તૈયાર કરેલું રસલક્ષી રૂપાંતર “શકુન્તલા રસદર્શન' પ્રગટ થાય છે. પણ એ માત્ર ક્ષણિક ઝબકાર નીવડે છે અને બટુભાઈને તારે ગુજરાતી સાહિત્યાકાશમાં ઝળકતે રહેતા નથી. ૧૯૩૭માં કીર્તિદાને કમળના પત્રો' પ્રકાશિત થાય છે, પણ એ ૧૯૨૪-૨૫માં માનસી'માં લખાયેલી લેખમાળા છે. મુનશીના “ગુજરાત ઍન્ડ ઇટ્રસ લિટરેચરની સમીક્ષા નિમિત્તે આ ગ્રંથમાં ગુજરાતી સાહિત્યની સિદ્ધિઅસિદ્ધિઓનું રસાળ ને રમતિયાળ પત્રશૈલીએ મર્મગ્રાહી અવલોકન રજૂ થયું છે, જે અરૂઢ વિવેચનને એક લાક્ષણિક નમૂને બની રહે છે. બટુભાઈની કેટલીક સામગ્રી ગ્રંથસ્થ થવી બાકી છે તેમાં ૧૯૨૬માં “આપણા કેટલાક મહાજન' એ શીર્ષકથી “ગુજરાતમાં પ્રગટ થયેલ અગ્રગણ્ય ગુજરાતીઓનાં નિજી દષ્ટિનાં ને નિખાલસ રેખાચિત્રો, ૧૯૨૬-૨૭માં “સુવર્ણ માલામાં પ્રગટ થયેલ “મધુસૂદન” નામે અધૂરી નવલકથા તથા પ્રકીર્ણ લેખોને નિર્દેશ કરે. જોઈએ. સંદર્ભ : ૧. એકાંકી અને ગુજરાતી એકાંકી, સં. જયંત કોઠારી, ૧૯૮૦; ૨. ગ્રંથ અને ગ્રંથકાર : ૧, સં. હીરાલાલ ત્રિ. પારેખ. ૧૯૩૦; ૩. બટુભાઈનાં નાટક, સં. અનંતરાય રાવળ, ૧૯૫૧, – “આ નાટક” નામક પ્રસ્તાવનાલેખ; ૪. માનસી, સપ્ટે. ૧૯૫૦. - કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (જ. ૨૬-૧-૧૮૭૪ – અવ. ૯-૬-૧૯૦૦): કવિ અને ગદ્યકાર. લાઠી (જિ. અમરેલી)ના રાજકુટુંબમાં જન્મ. માતાનું નામ રામબા. ૧૮૮૨થી ૧૮૯૦ સુધી રાજકેટની રાજકુમાર કોલેજમાં પ્રાથમિક શિક્ષણ, જે આંખોની તકલીફ, રાજકીય ખટપટો ને કૌટુંબિક કલેશોને કારણે એ વખતના અંગ્રેજી પાંચમાં ધોરણ આગળ અટકયું. આ દરમ્યાન ૧૮૮૯માં રેહા(કચ્છ)નાં રાજબા (રમા) તથા કેટડા-સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન. પિતા અને મોટાભાઈના અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા સુરસિંહને ૧૮૯૫માં લાઠીસંસ્થાનનું રાજપદ સોંપાયું. રમા સાથે આવેલી ખવાસ જાતિની દાસી મેંઘી (પછીથી શોભના) પર ઢળેલી વત્સલતા, એને કેળવવા જતાં સધાયેલી નિકટતાને કારણે, ગાઢ પ્રીતિમાં પરિણમી અને કલાપીના આંતરબાહ્ય જીવનમાં મેટ ખળભળાટ મચી ગયે. ઘણા સાંસારિક, માનસિક, વૈચારિક સંઘર્ષોને અંતે Page #15 -------------------------------------------------------------------------- ________________ Q ૧ કલાપીએ ૧૮૯૮માં શાભના સાથે લગ્ન કર્યું. ઋજુ ને સ ંવૈદનશીલ પ્રકૃતિના આ કવિ પ્રાપ્ત રાજધમ બજાવવા છતાં રાજસત્તા અને રાજકા માં પોતાની જાતને ગોઠવી શકયા નહેાતા, ને છેવટે ગાદીત્યાગનો દૃઢ નિર્ધાર કરી ચૂકેલા કલાપીનું, છપ્પનિયા દુકાળ (૧૯૦૦) વખતે પ્રજાધમ અાવતાંબજાવતાં, લાઠીમાં અવસાન થયું. ઘણું ઓછું ઔપચારિક શિક્ષણ પામેલા કલાપીએ અંગત શિક્ષકો શેકી અંગ્રેજી-સંસ્કૃત સાહિત્યનું શિક્ષણ મેળવ્યુ. ફારસી-ઉર્દૂ પણ અભ્યાસ કર્યાં અને વાચન-અધ્યયનની રુચિ કેળવી. ગુજરાતી તથા તર ભાષાના સાહિત્યપ્રથાના વાચને તેમ જ વાજસૂરવાળા, મણિલાલ, કાન્ત, સંચિત વગેરેના સ ંપર્કે કલાપીની સાહિત્યિક દૃષ્ટિ તે સજ્જતા કેળવવામાં ધણા ફાળા આપ્યો જણાય છે. કલાપીએ કાવ્યરચનાના આરંભ ૧૮૯૦ આસપાસ કરેલા પણ પછી એ વર્ષે એ પ્રકાશમાં આવ્યા. એ જ વખતે પત્રો રૂપે કાશ્મીરના પ્રવાસનુ વર્ણન પણ લખાયું છે. એટલે કલાપીની સાહિત્યકાર તરીકેની કારકિદી` ૧૮૯૨થી આરંભાઈ એમ કહી શકાય. એ જટિલે સૂચવેલું ‘કલાપી' ઉપનામ તે છેક ૧૮૯૮ પછીથી યોજાયેલુ જોવા મળે છે. એ પૂર્વ સ ંચિતે સૂચવેલુ ગણાતુ અને સચિત પરના ૧૮૯૨ જેટલા જૂના પત્રોમાં પ્રેમમધુકર', ‘મધુકર’ એવી સહી રૂપે દેખા દેતું ‘મધુકર' ઉપનામ કલાપીએ એમની કાવ્યકૃતિઓ સાથે બ્લેડેલુ અને પોતાના કાવ્યસ ંગ્રહનું નામ પણ ‘મધુકરનો ગુ ંજારવ ’ રાખવાનું વિચારેલું. ૧૮૯૨થી ૧૯૦૦ સુધીની કલાપીની સ કાવ્યરચનાઓને સમાવતા ‘કલાપીનો કેકારવ'નુ ૧૯૦૩માં કવિ કાન્તને હાથે મરણાત્તર પ્રકાશન થયું. જગન્નાથ ત્રિપાદ્દી ‘સાગર’ની ૧૯૩૧ની સંવિધ`ત સટિપ્પણ આવૃત્તિ પછી પણ આ બૃહત્ સ ંગ્રહની આવૃત્તિએ થતી રહી છે તેમ જ એમાંથી પસ ંદ કરેલાં કાવ્યોનાં અનેકવિધ સ ંપાદન થયાં છે. વર્ડ્ઝવર્થ, શૈલી, કીટ્સ વગેરેની રોમાન્ટિક કવિતા પર પરાથી પ્રભાવિત કલાપીએ એ કવિઓનાં કેટલાંક કાવ્યાનાં ભાવવાહી રૂપાંતરા ને અનુવાદો પણ કર્યાં છે તથા નરસિ ંહરાવ, ખાલાશંકર, મણિલાલ અને કાન્તની કવિતાની છાયા પણ ઝીલી છે. તેમ છતાં કલાપીનું સર્જન એમના અનુભવનો રણકો લઈને આવે છે અને કલાપીનાં ઘણાંબધાં કાવ્યો તો એમના જીવનસ વેદન અને સંધમાંથી ફૂટેલાં છે. કલાપીના જીવનસ ંધ પરાકાષ્ઠાએ હતા ત્યારે – ૧૮૯૭૯૮માં – સૌથી વધારે પ્રમાણમાં અને વધુ નોંધપાત્ર કાવ્યો મળે છે એ સૂચક છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ “કલાપી વિશેષપણે પ્રેમના ને એ ઉપરાંત પ્રકૃતિ, પ્રભુપ્રેમ ને ચિંતનના ભાવોને વ્યક્ત કરતી કલાપીની કવિતા મુખ્યત્વે છંદોબદ્ધ લઘુ કાવ્ય ને ગઝલે જેવા આત્મલક્ષી ઊર્મિકાવ્યના પ્રકારમાં તથા કેટલેક અંશે ખંડકાવ્ય જેવા પરલક્ષી કાવ્યપ્રકારમાં વહી છે. સંસ્કૃત વૃતબદ્ધ કવિતામાં, બેલાતી ગુજરાતી ભાષાના વિનિયોગથી નિપજેલી પ્રાસાદિક કાવ્યબાની, મસ્તરંગી સંવેદનની તીવ્રતાએ એમની ગઝલમાં પ્રગટાવેલી લાક્ષણિક અભિવ્યક્તિછટા, ખંડકાવ્યમાં ચરિત્રાંકનની સુઘડતા ને ઊર્મિવિચારનું મનોરમ આલેખન કલાપીની આગવી મુદ્રા આંકે છે. કલાસંયમના પ્રકૃતિગત અભાવને કારણે તથા કેળવણીને પૂરતો લાભ ન પામવાને લીધે એમની કવિતામાં રચનાની શિથિલતા ને આનીનાં અતિસરલતા ને ગદ્યાળુતા જણાય છે. ખંડકાવ્ય પ્રકારની કવિતામાં પણ કલાપી વસ્તુલક્ષિતા ઝાઝી સિદ્ધ કરી શક્યા નથી. પણ હૃદયંગમ ચિંતનશીલતા, સહજુ સંવેદનનું માધુર્યભર્યું નિરૂપણ આદિ એમની કવિતાને હદ્ય બનાવે છે. છેલ્લાં વર્ષોમાં તે એમની કલમે પ્રૌઢિ પણ પ્રાપ્ત કરી લીધેલી. કલાપીને કેકારવ'ની ૧૯૩૧ની આવૃત્તિમાં સમાવાયેલા, ૪ સર્ગના હમીરજી ગોહેલ'ના ૩ સર્ગો ૧૯૧રમાં કાન્ત સ્વતંત્ર ગ્રંથ રૂપે પ્રગટ કરેલા. સ્કોટના લેડી ઑવ ધ લેઈક'ના સ્વરૂપને આધાર તરીકે રાખી ૧૮૯૭માં આરંભેલું આ કાવ્ય ૪ સગે અધૂરું જ રહ્યું છે. મહાકાવ્ય રૂપે રચવા ધારેલી ૨૦૦૦ ઉપરાંત પંક્તિઓની આ ઈતિહાસ-આધારિત કૃતિ ખંડકાવ્યની વધુ નજીક રહે છે. સંકલનની કચાશ ને નિરૂપણની દીર્ધા સૂત્રિતાને લીધે શિથિલ રહેતું હોવા છતાં કલાપીની રુચિર વર્ણનરીતિની દષ્ટિએ તેમ જ દીર્ઘ કથાવસ્તુને આલેખતી કૃતિ લેખે એ નોંધપાત્ર બને છે. - કલાપીએ પ્રવાસવર્ણન, સંવાદ, અનુવાદો, ડાયરી, આત્મકથન અને પત્રો રૂપે ગદ્યલેખન પણ કર્યું છે. ૧૮૯૧-૯૨માં કરેલા ભારતપ્રવાસ દરમ્યાન પિતાના શિક્ષક નરહરિ જોશીને પત્રો રૂપે લખાયેલ “કાશ્મીરને પ્રવાસનું જાહેર પ્રકાશન ૧૯૧૨માં કાશ્મીરને પ્રવાસ, કલાપીના સંવાદ અને સ્વીડનબોર્ગને ધર્મવિચાર' એ ગ્રંથમાં થયું. આ પ્રવાસકથનમાં પ્રકૃતિના સૌન્દર્યદર્શનના વિસ્મયને આલેખતાં ઊર્મિરસિત ને સુરેખ વર્ણને તથા લેકજીવનનાં ઝીણાં નિરીક્ષણ નોંધપાત્ર છે. જ્યાં પ્રવાસના અનુભવેનું નિરૂપણ સાહજિક રહ્યું છે ત્યાં તાજગીયુક્ત જણાતું ગદ્ય અંગ્રેજી-સંસ્કૃત થેના વાચનને પ્રભાવ પડ્યો છે ત્યાં કંઈક આયાસી બન્યું છે. | લેટે અને સ્વીડનબોર્ગના તત્ત્વચિંતનમાંથી વિચારસામગ્રી લઈને તથા લેકકથાઓમાંથી પાત્રો લઈને કલાપીએ લખેલા ચાર સંવાદમાં ઊર્મિનું Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૩ • કલાપી’ ખળ ને વિચારના તણખા નોંધપાત્ર છે. ચિંતનાત્મક વસ્તુને સંવાદોની છટામાં મૂકી આપતા ગદ્યનુ એમાં એક લાક્ષણિક રૂપ ઊપસે છે. ‘સ્વીડનખા'નો ધ'વિચાર ' મૂળ કાન્તને ઉદ્દેશીને લખાયેલા લાંબા ગ ંભીર પત્ર છે. કલાપીની ચિ ંતનક્ષમતાનો એમાં સારા પરિચય મળી રહે છે. , સાહિત્યકાર મિત્રો, સ્નેહીઓ તથા કુટુંબીજનો પર કલાપીએ લખેલા ૬૭૯ પત્રો ‘કલાપીના ૧૪૪ પત્રો' (સં. મુનિકુમાર ભટ્ટ, ૧૯૨૫) અને ‘કલાપીની પત્રધારા' (સ. જોરાવરસિ ંહજી સુરસિંહજી ગોહિલ, ૧૯૩૧)માં ગ્રંથસ્થ થયા છે, તે સિવાય ‘કૌમુદી' વગેરેમાં પ્રકાશિત, કેટલાક પ્રથામાં આંશિક રૂપે ઉષ્કૃત તે આજ સુધી અપ્રગટ અનેક પત્રો ગ્રંથસ્થ થવા ખાકી છે. પત્રોમાં કલાપીનુ નિર્દભ, નિખાલસ તે ઊર્મિલ વ્યક્તિત્વ ઊપસે છે તે ઉપરાંત એમના જીવનકાર્ય, સાહિત્યસાધના ને ચિ ંતનશીલતાનો પરિચય પણ મળે છે. આ પત્રો રોચક અને અવારનવાર વેધક બનતી ગદ્યશૈલીની દૃષ્ટિએ પણ ધ્યાન ખેંચે છે. Ο સ્વીડનબોગીય ચિ ંતનના આકર્ષણને લીધે, એમની ધાર્મિક માન્યતાએના કાંઈક પ્રચાર જેવી, જેમ્સ સ્પિલિંગની એ અંગ્રેજી નવલકથાઓનાં રૂપાંતર કલાપીએ કરેલાં. ‘Wreath and the ring'નું ‘કાન્તનો દિનચર્યાલેખ' નામે, મે ૧૯૦૦માં કરેલું રૂપાંતર ૧૯૧૨માં કાન્તે ‘માળા અને મુદ્રિકા ' નામે પ્રકાશિત કરેલું. એ જ ગાળામાં આર ભેલું બાજી નવલકથા· Charies Robinson 'નું એક આત્માના ઇતિહાસનું એક સ્વરૂપ' નામે રૂપાન્તર કલાપી પૂરું કરી શકેલા નહીં. એને રમણીકલાલ દલાલ પાસે પૂરું કરાવી ૧૯૩૩માં રમણીક મહેતાએ ‘નારીહૃદય’ નામથી પ્રગટ કરેલું. કોઈ સાહિત્યરસથી નહીં પણ ધ શ્રદ્ધાર્થી પ્રેરાઈ ને કલાપીએ કરેલાં આ રૂપાન્તરનું ગદ્ય પ્રાસાદિક છે. લાપી નિયમિતપણે અંગત ડાયરી લખતા હોવાના તથા ૧૮૯૭ આસપાસ એમણે આત્મકથા લખવાનું આરંભ્યાના નિર્દેશ મળે છે પણ એમના અવસાન પછી આ બંને પ્રકારનાં લખાણા કયાંયથી પ્રાપ્ત થયાં નથી. સંદ` : ૧. કલાપી, નવલરામ જ. ત્રિવેદી, ૧૯૪૪; ૨. કલાપી અને સચિત્, રમેશ મ, શુકલ, ૧૯૮૧; ૩. કલાપી – એક અધ્યયન, ઇન્દ્રવદન કા. દવે, ૧૯૬૯; ૪. કલાપીદન, સં. ધનવંત શાહ, ગુ ંજન અરવળિયા, ૧૯૭૫; ] ૫. અર્વાચીન કવિતા, સુન્દરમ, ૧૯૪૬; ૬. કલાપીનો કાવ્યકલાપ, સ અંતરાય રાવળ, ૧૯૫૪ – પ્રસ્તાવનાલેખ. Page #18 -------------------------------------------------------------------------- ________________ કરસનદાસ મૂળજી ૧૦ કરસનદાસ મૂળજી [જ. ૨૫-૩-૧૮૩૨ – અવ. ૨૮-૮-૧૮૭૧]: સુધારક, પત્રકાર ને પ્રવાસલેખક. જન્મ મુંબઈમાં. જ્ઞાતિએ વીસા કપાળ વણિક. બાળપણમાં માતાનું મૃત્યુ. પિતાએ બીજુ લગ્ન કર્યું ત્યારથી ઉછેર મોસાળમાં. માધ્યમિક ને ઉચ્ચ શિક્ષણ એલિફન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં. કોલેજકાળ દરમ્યાન, ૧૮૫રથી જ, પ્રગતિશીલ વિચારવલણોને કારણે મોસાળને પણ આધાર ગુમાવ્યું. એથી પ્રતિકૂળ બનેલા આર્થિક સંયોગોમાં અભ્યાસ અધૂરે છેડી, મુંબઈની એક શાળામાં શિક્ષક બન્યા ને વચ્ચે ૧૮૫૭માં થોડાક માસ ડીસામાં હેડમાસ્તર રહી આવ્યા. આ સિવાય ૧૮૫૫થી ૧૮૬૩ સુધી “સત્યપ્રકાશ”, “રાસ્તગોફતાર” અને “સ્ત્રીબોધ'નું તંત્રીકાર્ય સંભાળ્યું ને ધાર્મિક-સામાજિક બદીઓ વિરુદ્ધ નિભી કતાથી લખ્યું. એના એક પરિણામ રૂપે, એમના પર ૧૮૬૧માં “મહારાજ લાયબલ કેસ” થયે જે એકલે હાથે લડીને એ જીત્યા. ૧૮૬૩માં અને એ પછી ૧૮૬૭માં, એમ બે વાર વ્યવસાયનિમિત્તે ઈંગ્લેંડ ગયા. જ્ઞાતિથી બહિષ્કૃત થયા છતાં સમાધાન ન સ્વીકાર્યું. ૧૮૬૭ થી ૧૮૭૧ સુધી, પહેલાં રાજકેટમાં ને પછી લીંબડીમાં સરકારી પ્રશાસકની કામગીરી કરી. ત્યાં એમની સુધારક-પ્રવૃત્તિઓ વિસ્તરી. લીંબડીમાં અવસાન. બુદ્ધિવર્ધક સભામાં વંચાય અને પછી એના વાર્ષિકમાં પ્રગટ થયે, (૧૮૫૩) એ દેશાટણ વિશે નિબંધ' કરસનદાસનું પ્રથમ જાહેર લખાણ. ત્યાર પછી “સત્યપ્રકાશ, “રાસ્ત ગોફતાર' અને “સ્ત્રીબોધ'માં એકધારી રીતે પ્રગટ થતાં રહેલાં એમનાં લખાણે મુખ્યત્વે ધાર્મિક, નૈતિક કે સામાજિક સુધારણાવિષયક હતાં. આ લખાણોને સમાવતા એમના ગ્રંથ પ્રધાનપણે એમની સુધારક તરીકેની અને ગૌણપણે વિચારક તરીકેની પ્રતિભા ઉપસાવે છે. આવા ગ્રંથમાં, વ્યક્તિગત અને સામાજિક નીતિ પ્રબોધતા નીતિસંગ્રહ' (૧૮૫૬) અને નીતિવચન' (અનુવાદ, ૧૮૫૯), સ્ત્રી-ઉપયોગી, બોધપ્રધાન તથા નર્મશક્તિની ચમકવાળા લેખોનો સંચય “સંસાર સુખ” (૧૮૬૦); હાસ્યકટાક્ષભર્યા, હેતુલક્ષી, સંવાદપ્રધાન પ્રસંગેનો સંગ્રહ “કુટુંબમિત્ર' (૧૮૮૭); રૂઢિભંજક અને બ્રાહ્મણોની સ્વાર્થી ધતાને ઉઘાડી પાડતી પુસ્તિકા વેદધર્મ તથા વેદધર્મ પછીનાં ધર્મપુસ્તકે' (૧૮૬૬) અને સુધારણાવિષયક નિબંધોનો સંગ્રહ “નિબંધમાળા' (૧૮૭૦) –એટલાંનો સમાવેશ થાય છે. “મહારાજ લાયબલ કેસ' (૧૮૬૨) જદુનાથજી મહારાજે એમની સામે માંડેલા બદનક્ષીના કેસનો સમગ્ર અહેવાલ આપે છે તે મહારાજેનો ઇતિહાસ' (૧૮૬૫; એ જ વર્ષે અંગ્રેજીમાં હિસ્ટરી એવું ધ સેકટ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ગાહિલ, સુરસિંહજી તખ્તસિંહજી વૂ મહારાજાઝ ર વલ્લભાચાર્યાઝ') વલ્લભ સંપ્રદાયના મહારાજોની અનીતિને ઐતિહાસિક તથ્યો સાથે નિરૂપે છે. કરસનદાસની સૌથી વધુ તેોંધપાત્ર કૃતિ છે. ‘ઇંગ્લાંડમાં પ્રવાસ’ (૧૮૬૬). ઇંગ્લેંડનાં મહત્ત્વનાં સ્થળાનાં વિવિધર`ગી ચિત્રો ધરાવતા આ ગ્રંથ, ઇંગ્લેંડનાં વિવિધ સ્થળેાનાં રોચક ચિત્રાત્મક વર્ણનો સાથે ત્યાંની પ્રજા, સંસ્કૃતિ અને તત્કાલીન સામાજિક-રાજકીય પરિવેશ વિશેનાં લેખકનાં નિરીક્ષણાને પણ વીગતે નિરૂપે છે. એથી, ગુજરાતી પ્રવાસસાહિત્યમાં એનુ સ્થાન વિશિષ્ટ છે. આશરે ૧૦,૦૦૦ શબ્દો ધરાવતા શાળાપયોગી લઘુકોશ ધી પૉકેટ ગુજરાતી.ઇંગ્લીશ ડીક્ષનરી' (૧૮૬૨) એમનુ બીજુ મહત્ત્વનુ કામ છે. આ ઉપરાંત, નીતિાધક’ (૧૮૫૭), રામમોહનરાય’ ( ૧૮૫૮ ), ‘સુધારા અને મહારાજ’ ( ૧૮૬૧) વગેરે પત્રિકાઓ; ‘મુંબઈબજાર’ (૧૮૫૯ ) અને ‘સ્વધ બોધક પાખડખડન' (૧૮૬૦) એ અલ્પકાલીન સામયિક તથા ‘ડાંડિયા'માંનાં કરસનદાસે લખેલાં કહેવાતાં કેટલાંક અનામી લખાણા – એટલું એમનું અન્ય લેખન-કાય` પણ સુધારકપત્રકાર તરીકેની એમની જીવન-પ્રવૃત્તિને જ નિર્દેશે છે. *' સદ : ૧. ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી, મહીપતરામ નીલકંઠ, ૧૮૭૭; ૨. કરસનદાસ મૂળજી અને તત્સંબંધના વિચાર, મનઃસુખરામ ત્રિપાડી, ૧૮૭૯; ] ૩. ઇતિહાસ અને સાહિત્ય, ભોગીલાલ જ. સાંડેસરા, ૧૯૬૬; ૪. ગુજરાતી સાહિત્યની રૂપરેખા : ૨, વિજયરાય ક. વૈદ્ય, ૧૯૬૭ (સ ંવર્ધિત આવૃત્તિ ); ૫. ગ્રંથ અને ગ્રંથકાર : ૫, સં. હીરાલાલ ત્રિ. પારેખ, ૧૯૩૪. ગાહિલ, સુરસિ'હજી તખ્તસિંહજી : જુઓ ‘કલાપી.’ " દલાલ, જયંતિ ઘેલાભાઈ (જ. ૧૮-૧૧-૧૯૦૯ – અવ. ૨૪-૮ -૧૯૭૦ ) : નાટયકાર, વાર્તાકાર, નવલકથાકાર અને અનુવાદક. અમદાવાદમાં વીસા ઓસવાળ જૈન કુટુબમાં જન્મ. પિતા ઘેલાભાઈ · દેશી નાટક સમાજ'ના સંચાલક હતા. એથી આ ફરતી નાટકક પનીને લીધે, એમનુ પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણુ વિવિધ સ્થળે થયેલુ . ૧૯૨૫માં મૅટ્રિક થઈ ઉચ્ચ અભ્યાસ માટે તે ગુજરાત કૉલેજમાં જોડાયેલા. પણું રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાંની સક્રિયતાને કારણે ૧૯૩૦માં બી. એ. ના છેલ્લા વર્ષીમાં હતા તે અભ્યાસ છેડયો. એ વખતથી આરંભાયેલી એમની રાજકીય કારકિદી, ૧૯૫૬માં એ મહાગુજરાતની લડતમાં જોડાયા ને પછી ૧૯૫૭માં વિધાનસભાના સભ્ય Page #20 -------------------------------------------------------------------------- ________________ દલાલ, જયતિ ઘેલાભાઈ. ૧૯ થયા ત્યારે શિખરસ્થાને પહોંચી, ૧૯૬૨માં એ ચૂંટણી હાર્યા ત્યાં સુધી ટકી ને નોંધપાત્ર રહી. અમદાવાદની રાજકીય-સામાજિક પ્રવૃત્તિઓ સાથે તો એ, એક સમાજવાદી વિચારક રૂપે, અવસાનપર્યં ત સંકળાયેલા રહ્યા. દલાલ વ્યવસાયે મુદ્રક. ૧૯૩૯થી જિં દગીપર્યંત એમણે પ્રેસ ચલાવ્યું. આ ઉપરાંત જુદેજુદે સમયે ઘણી વૈચારિક ને કલાલક્ષી પ્રવૃત્તિએ કરી. ‘રેખા’ (૧૯૩૯-૪૦ ) અને ‘એકાંકી’ (૧૯૫૧) નામનાં સાહિત્ય-રગભૂમિનાં સામયિકોનું સંપાદન કર્યું. ‘ગતિ' સાપ્તાહિક અને મહાગુજરાત આંદોલન સમયે ‘નવગુજરાત’દૈનિક એ વિચારપત્રો ચલાવ્યાં. નાટયક્ષેત્રે અભિનય અને દિગ્દર્શનમાં સક્રિય રસ લીધે અને દૃશ્યકલાની શકયતાઓ પ્રત્યેના વિશ્વાસથી પ્રેરાઈ દિલ્હીના એક અંગ્રેજી ફિલ્મસાપ્તાહિકનું સંપાદન કરવા સાથે ‘બિખરે મોતી' નામક ગુજરાતી ફિલ્મનુ નિર્માણ (૧૯૩૫) કરવા સુધી પહોંચ્યા. પણ એમની નોંધપાત્ર સેવા તા સાહિત્યકાર તરીકેની જ ગણાય. સાહિત્યને એમણે કરેલા વિશિષ્ટ પ્રદાન માટે દલાલને રણજિતરામ સુવર્ણ ચંદ્રક (૧૯૫૯ ) તે ન દ સુવર્ણ ચંદ્રકનુ બહુમાન પણ પ્રાપ્ત થયેલું. વ્યવસાયી રંગભૂમિ પર જ ઉછેર થયો હાવાથી તખ્તાની પણ ઊંચી જાણકારી ધરાવતા દલાલે ‘જવનિકા’ (૧૯૪૧), ‘પ્રવેશ ખીજો’(૧૯૫૦), ‘પ્રવેશ ત્રીજો’ (૧૯૫૩) અને ‘ચોથા પ્રવેશ’ (૧૯૫૭) એ ચાર સંગ્રહામાં કુલ ૪૩ પ્રયોગશીલ એકાંકી નાટકો આપીને એકાંકી નાટકના ક્ષેત્રે અગ્રસ્થાન પ્રાપ્ત કર્યુ છે. એમની બૌદ્ધિક સજ્જતાએ અને નાટક સાથેની ઊંડી નિસ્બતે એમના અત્યંત સાહસિક પ્રયોગને પણ એળે જવા દીધા નથી. ‘સાયનું નાકું, ‘દ્રૌપદીનેા સહકાર’, જોઈએ છે, જોઈ એ છીએ' જેવી કૃતિ એમની સમ` ને સફળ પ્રયોગશીલતાના નમૂનારૂપ છે. જીવનના ઊંડો સંસ્પર્શી કરાવતું વસ્તુ, કટાક્ષની ચમકવાળા ને જીવનરહસ્યને ઉઠાવ આપતા સંવાદો, એલચાલની છટાથી પ્રગટતી માર્મિકતા, ઉક્તિલાધવ તથા વસ્તુને તખ્તા પર પ્રભાવક રીતે રજૂ કરતી અરૂઢ નિરૂપણરીતિ એમની વિશેષતા છે. અતિ સૂક્ષ્મ વાટવાળી લાઘવયુક્ત શૈલીએ એમના સંવાદોને કવચિત્ દુર્ગંધ પણ રાખ્યા છે. ‘અવતરણ’(૧૯૪૯) નામનું એક વિલક્ષણ પ્રયોગરૂપ વિચારકેન્દ્રી ત્રિઅંકી નાટક તથા વિવિધ વયજૂથનાં બાળકો-કિશારા માટે કરેલા રંગારણ' આદિ ચાર સંગ્રહા(૧૯૫૮)માં એમણે બાળનાટકો પણ આપ્યાં છે. ડાહ્યાભાઈ ધોળશાજીના ‘વીણાવેલી'ના એક પાત્રને કેન્દ્રમાં રાખીને એમણે ‘ધમલે માળી' (૧૯૬૨)નામે એક રેઢિયા સંકલન કરેલું તથા એમનાં નાટકોનું સંપાદન-પ્રકાશન (ભાગ : ૧,૧૯૬૪; ૨, ૧૯૬૬; Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ દલાલ, જયતિ લાભાઈ ૩,૧૯૬૯) કરેલું એમાં નાટયપ્રીતિ ઉપરાંત ડાહ્યાભાઈ જોળશાજી પ્રત્યે એમને પ્રેમાદર પણ ખરે. વાર્તાકાર તરીકે પણ જયંતિ દલાલ પ્રગનિષ્ઠ ને ઉત્તમ સર્જકશક્તિવાળા લેખક હતા. ૧૯૪૧થી ૧૯૬૮ સુધીના લગભગ બે દાયકા સુધી વાર્તાસર્જન કરી ‘ઉત્તરા' (૧૯૪૪), “જૂજવાં' (૧૯૫૦), “કથરેટમાં ગંગા' (૧૯૫૦), “મૂકમ કરેતિ' (૧૯૫૩), “આ ઘેર, પેલે ઘેર' (૧૯૫૬), અડખેપડખે' (૧૯૬૪) અને “યુધિષ્ઠિર ?' (૧૯૬૮) એ સાત સંગ્રહમાં કુલ ૧૩૫ વાર્તાઓ એમણે આપી છે. ૧૯૬૩ સુધીની વાર્તાઓમાંથી ૨૪ પસંદ કરીને એમણે પોતે “ઈષત' (૧૯૬૩) નામને એક સંગ્રહ સંપાદિત પણ કરેલ. આરંભમાં ‘નિર્વાસિત' ઉપનામથી લખેલી વાર્તાઓમાં પણ પ્રયોગશીલતા દાખવનાર દલાલે એ પછી તે કથા-આલેખનના ને રચનારીતિના અનેકવિધ પ્રયોગ કર્યા. બાહ્ય ઘટનાની ચમત્કૃતિ પર મદાર બાંધતી વાર્તારીતિને બદલે મનઃસૃષ્ટિમાં ગુજરતી ઘટનાને અવલંબતી કથાનિરૂપણ રીતિ, સંવેદનનાં વિવિધ પરિમાણોને ઉપસાવી આપતાં દશ્યકલ્પનાનું આલેખન ને બોલચાલની સહજતાવાળી પણ અર્થસમર્પક ને માર્મિક ભાષાને વિનિયોગ – એમની વાર્તાકલાના મુખ્ય વિશેષ છે. વાર્તારચનાની વિવિધ ટેકનીકેની અજમાયશ થતી હોવા છતાં એમની વાર્તાઓનું કેન્દ્ર અનુભૂતિની સચ્ચાઈને બૌદ્ધિક પ્રતીતિ રહ્યું હોવાથી તથા બહુસ્તરીય સમાજને ઓળખવાની ક્ષમતા ને વ્યક્તિના આંતરવિશ્વને ગ્રહવાની પટુતા એમનામાં હેવાથી એમની સર્જકતાનું ફલક ઘણું વિશાળ રહેલું. એમણે લખેલી બે નવલકથાઓ પૈકી પહેલી ધીમુ અને વિભા” (૧૯૪૩) બુદ્ધિનિષ્ઠ જીવનદષ્ટિવાળા નાયકના દિધાત્મક આંતરસંવેદનને તથા નાયિકાના પ્રેમસમર્પણને, પ્રથમપુરુષ કથનપદ્ધતિએ નિરૂપતી, કરુણાન્ત કથા છે. બીજી ‘પાદરનાં તીરથ” (૧૯૪૬) નિર્દય પોલીસ દમનને ભોગ બનેલા સમુદાયની મુખ્ય ઘટનાની ભીતરમાં માનવીય ને મમતાજન્ય સંવેદન તથા સૂક્ષ્મ નૈતિક મૂલ્ય વચ્ચેની દ્વિધામાં પ્રગટ થતા સંકુલ જીવનરહસ્યને ઉપસાવી આપતી સુબદ્ધ ને પ્રભાવક કથા છે. સર્જનાત્મક સાહિત્ય ઉપરાંત જયંતિ દલાલે, રૂઢ રંગભૂમિના જીવનની વાસ્તવિકતાને “પગદીવાની પછીતેથી' (૧૯૪૦) માં અને અમદાવાદના મધ્યમવર્ગીય જીવનની વિષમતાને “શહેરની શેરી' (૧૯૪૮)માં વાર્તાત્મક તેમ જ નિબંધાત્મક રેખાચિત્રોથી નિરૂપી આપ્યાં છે તેનું ગદ્યચિત્રો લેખે Page #22 -------------------------------------------------------------------------- ________________ નીલકંઠ, મહીપતરામ રૂપરામ ૧૧ તેમ દસ્તાવેજી પણ ઘણુ મૂલ્ય છે. ‘બંદા' ઉપનામથી ‘નવગુજરાત'માં એમણે ગુજરાતના રાજકીય-સામાજિક જીવનને કેન્દ્રમાં રાખીને કરેલાં ટૂંકાં વ્યક્તિચિત્રો ને લઘુ લેખાના બે સંગ્રહા ‘મનમાં આવ્યુ' (૧૯૬૧) અને તરાની ઓથ મને ભારી' ( ૧૯૬૩)માં એમની ઉત્તમ કટાક્ષશકિતના પરિચય મળે છે. નાટક અને રંગભૂમિના સ્વરૂપ તે ઇતિહાસને લગતા તથા નાટયકાશ ને નાટયકૃતિઓ વિશે ૧૯૪૦થી લખાતા રહેલા એમના અનુભવમૂલક તે અભ્યાસપૂર્ણ વિવેચનલેખા ‘કાયા લાકડાની, માયા લૂગડાની' (૧૯૬૩ ) તથા ‘નાટક વિશે' (સ. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, રાધેશ્યામ શર્મા, પ્રકાશ શાહ,. ૧૯૭૪ )માં ગ્ર ંથસ્થ થયાં છે. એમના લગભગ દરેક વાર્તાસંગ્રહમાં પ્રસ્તાવના રૂપે, વાર્તાવિવેચનના લેખા પણ છે. દલાલનું આ નાટય વાર્તાવિવેચન એમાંની નિજી દષ્ટિથી તે સર્જકની હેસિયતથી થયેલી વિચારણાથી જુદું તરી આવે છે. " જયંતિ દલાલની એક અભ્યાસી અનુવાદક તરીકેની સેવાઓ પણ નોંધપાત્ર છે. જ્યોર્જ આરવેલની ધી ઍનિમલ ફાર્માં' ( અનુ. ‘પશુરાજ્ય’, ૧૯૪૭), ટૉલ્સ્ટૉયની ‘ વાર ઍન્ડ પીસ’ ( અનુ. ‘ યુદ્ધ અને શાંતિ ’(૧ થી ૪), ૧૯૫૪-૧૯૫૬ ), ચાર્લ્સ ડિકન્સની · ગ્રેટ ઍન્સ્પેક્ટેશન ’ ( અનુ. · અને આશા બહુ લાંબી’, ૧૯૬૪) આદિ નવલકથાઓ; ગ્રીક નાટ્યકાર એસ્કાઇલસનુ ઍગેમેમ્નાન ' (અનુ. ઍગેમેમ્નાન, ૧૯૬૩) આદિ નાટકો ને કેટલાંક જીવનચરિત્રો એમ કુલ ૪૨ પુસ્તકોના અનુવાદ એમણે ક્યાં છે. સાતત્યથી તેમ જ પૂરી ચીવટથી અને ઊંડી નિષ્ઠાથી અનુવાદ-પ્રવૃત્તિ ચલાવી, જગતની ઉત્તમ સર્જનાત્મક કૃતિઓને ગુજરાતીમાં ઉતારવાનો પડકાર એમણે ઝીલેલો. 6 સદ : ૧. જયંતિ દલાલ, પ્રફુલ્લ રાવળ, ૧૯૭૯; ૨. જયંતિ દલાલ, રઘુવીર ચૌધરી, ૧૯૮૧; ૩. સાહિત્યકાર જયંતિ દલાલ, સી. એચ. ગાંધી ‘ સુહાસી ’, ૧૯૭૮; [] ૪. કુમાર, સપ્ટેમ્બર ૧૯૭૦. ‘દ્વિરેફ ' : જુઓ પાઠક, રામનારાયણ વિશ્વનાથ. 249. 3-6 નીલક, મહીપતરામ રૂપરામ [જ. ૩-૧૨-૧૮૨૯ ૧૮૯૧ ] : કેળવણીકાર, સુધારક, નવલકથાકાર, ચરિત્રકાર. સુરતના વડનગરા. નાગર. સુરતની ગામઠી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી ત્યાંની સરકાર અંગ્રેજી શાળામાં અભ્યાસ કર્યાં અને ત્યાં જ ૧૮૫૧માં મદદનીશ શિક્ષક તરીકે જોડાયા. એ પછી ૧૮૫૨માં મુંબઈ જઈ ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયૂટના હાઈસ્કૂલ વિભાગમાં દાખલ થયા ને ૧૮૫૪માં ત્યાં શિક્ષક નિમાયા. ૧૮૫૭માં ――― Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ નીલકંઠ, મહીપતરામ રૂપરામ અમદાવાદની માધ્યમિક શાળાના મુખ્ય શિક્ષક ને એ પછી નિરીક્ષક બન્યા એ -દરમ્યાન ૧૮૫૯માં “હોપ વાચનમાળા” સમિતિના સભ્ય તરીકે પસંદગી પામેલા મહીપતરામને ટ્રેનિંગ કોલેજોને અનુભવ લેવા સરકારે ૧૮૬૦માં ઈંગ્લેંડ મોકલ્યા. ત્યાંથી આવીને ૧૮૬૧થી અમદાવાદની છે. રા. ટ્રેનિંગ કોલેજના નિવૃત્તિપર્યત આચાર્ય રહ્યા. છેક ૧૮૫૦માં પરહેજગાર” નામના પત્રનું સંપાદન કરી ચૂકેલ મહીપતરામે ૧૮૬૨થી કેટલાંક વર્ષો સુધી ગુજરાત શાળાપત્ર'ના સંપાદક તરીકે રહી મહત્ત્વની કામગીરી બજાવેલી. ૧૮૮૫માં એમને સી. આઈ. ઈને સરકારી ઈલકાબ મળેલ. “પ્રાર્થના સમાજ” અને “ગુજરાત વર્નાક્યુલર સોસાયટી” જેવી અનેક સંસ્થાઓમાં મંત્રી ને પ્રમુખ તરીકે તેમ જ સક્રિય કાર્યકર તરીકે ને અમદાવાદ મ્યુનિસિપાલિટીના કમિશનર અને ચૅરમેન તરીકે પણ એમણે સેવાઓ આપેલી. અવસાન અમદાવાદમાં. ગુજરાતી સાહિત્યને પ્રથમ પ્રવાસગ્રંથ ગણાયેલી એમની કૃતિ “ઈંગ્લાંડની મુસાફરીનું વર્ણન' (૧૮૬૨)માં ઇંગ્લેંડનાં પ્રસિદ્ધ સ્થળોના પરિચય ઉપરાંત ત્યાંની તત્કાલીન રાજકીય-સામાજિક-શૈક્ષણિક સ્થિતિનું મુગ્ધ પ્રશંસામૂલક આલેખન થયેલું જોવા મળે છે. ઉત્તમ પળ કરસનદાસ મૂળજી' (૧૮૭૭) સમાનધર્મા મિત્ર કરસનદાસના જાહેરજીવનને મૂલવતું, નર્મ-મર્મની ચમક વાળું, સરળ અને રસભરી શૈલી ધરાવતું ગુજરાતી સાહિત્યનું નોંધપાત્ર ચરિત્ર છે. “મહેતાજી દુર્ગારામ મંછારામ ચરિત્ર' (૧૮૭૯)ની પ્રધાન સામગ્રી દુર્ગારામની રોજનીશી હોવા છતાં મહેતાજીનું ચરિત્ર ઊભું થાય એવી મૂલ્યાંકનરીતિ એમણે પ્રજી છે. “પાર્વતીકુંવર આખ્યાન' (બીજી આ. ૧૮૮૧) પત્નીનું ગુણદશી ચરિત્ર આલેખતી ગદ્યકૃતિ છે. “અકબરચરિત્ર' (બીજી આ. ૧૮૮૭) એમનું ઇતિહાસવિષયક ચરિત્ર છે. | ગુજરાતી સાહિત્યની પ્રારંભકાળની, પ્રાથમિક સ્વરૂપની, પણ ઐતિહાસિક - દષ્ટિએ મહત્ત્વની, મહીપતરામની ત્રણ નવલકથાઓમાંથી “સાસુવહુની લડાઈ (૧૮૬૬)માં હિન્દુ કુટુંબજીવનનાં પાત્રો, એમના સ્વભાવ અને પ્રસંગેનું - હાસ્યની છાંટવાળું નિરૂપણ છે. તત્કાલીન લગ્નગીતો અને દંતકથાઓને વિનિયોગ સાધતી એમની બને ઐતિહાસિક નવલકથાઓ “સધરા જેસંગ” (૧૮૮૦) અને “વનરાજ ચાવડો' (૧૮૮૧) કેવળ પ્રસંગ વર્ણને આપતી કથાઓ જેવી છે. પોતાની લાંબી પ્રસ્તાવનામાં લેકલાના એક સ્વરૂપ લેખે • ભવાઈની પુનઃસ્થાપનાની ઇચ્છા વ્યક્ત કરતા મહીપતરામે આપેલ, ભવાઈને Page #24 -------------------------------------------------------------------------- ________________ પાઠક, રામનારાયણ વિશ્વનાથ રે ઓગણીસ વેશેને, સર્વપ્રથમ સંકલનરૂપ “ભવાઈસંગ્રહ' એમની અગત્યની સાહિત્યસેવા છે. કોલંબસ, ગેલેલીઓ, ન્યૂટન વગેરેનાં જીવનવૃત્તાંત નિરૂપતું ચરિત્રનિરૂપણ” (૧૮૫૬) તથા નાનાભાઈ હરિદાસ સાથે મળીને એમણે કરેલું ચૅમ્બરના પુસ્તકનું ભાષાન્તર બોધક છે. “ગુજરાતી ભાષાનું નવું વ્યાકરણ (૧૮૮૩) અને “વ્યુત્પત્તિપ્રકાશ' (૧૮૮૯) એ શાળોપયોગી ગ્રંથ છે. આ ઉપરાંત, શિક્ષણ, ભૂગોળ, ખગોળ, ભૂસ્તરવિદ્યા, વિજ્ઞાન, વૈદક આદિ વિષય. ઉપરનાં એમનાં પુસ્તક પૈકી મોટા ભાગનાં ભાષાંતરિતને વિદ્યાથી ઉપયોગી છે. સંદર્ભ : ૧. ગત શતકનું સાહિત્ય, વિજયરાય ક. વૈદ્ય, ૧૯૫૯; ૨. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ : ૩, સં. ઉમાશંકર જોશી વગેરે, ૧૯૭૮; ૩. ગુજરાતી સાહિત્યની રૂપરેખા : ૨, વિજયરાય ક. વૈદ્ય, ૧૯૬૭ સંવર્ધિત આ.; ૪. ગ્રંથ અને ગ્રંથકાર : સં. હીરાલાલ ત્રિ. પારેખ, ૧૯૩૭; ૫. ભવાઈ (અંગ્રેજીમાં), સુધા આર. દેસાઈ ૧૯૭૨; ૬. સાડીના સાહિત્યનું દિગ્દર્શન, ડાહ્યાભાઈ પી. દેરાસરી, ૧૯૧૧. પાઠક, રામનારાયણ વિશ્વનાથ, “દ્વિરેફ', “શેષ”, “વૈરવિહારી” જિ. ૮-૪-૧૮૮૭ – અવ. ૨૧-૮-૧૯૫૫): વિવેચક, વાર્તાકાર, કવિ, નિબંધકાર, પિંગળશાસ્ત્રી. જન્મ ગાણોલ (તા. ધોળકા)માં પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં. પિતા વિશ્વનાથ સદારામ પાઠક સંસ્કૃતના વિદ્વાન હતા અને કેટલીક ધાર્મિક કૃતિઓના અનુવાદ તેમણે કરેલા. માતા આદિત્યબાઈ. પ્રથમ પત્ની મણિગૌરીનું ઈ. ૧૯૧૮માં અવસાન થયા પછી લાંબો સમય વિધુરાવસ્થા ભોગવી ઈ.૧૯૪૫માં યુવાન શિષ્યા હીરા (ક. મહેતા) સાથે લગ્ન કર્યું, જે ઘટનાએ તત્કાળ થોડો સંભ જન્માવેલ. પણ પછી આ લગ્ન વિરલ દામ્પત્યને નમૂને બની રહ્યું. દસ વર્ષના દામ્પત્યને અંતે મુંબઈમાં એમનું અવસાન થયું. શિક્ષકની નોકરી કરતા પિતાની બદલીઓને કારણે રામનારાયણનું પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિવિધ ગામમાં થયું. ઉચ્ચ શિક્ષણ પણ ભાવનગર તેમ જ મુંબઈમાં. મુંબઈમાંથી તર્કશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર સાથે બી. એ. (૧૯૦૮). વિદ્યાકીય ક્ષેત્રમાં કામ કરવાની ભાવના છતાં સરકારી નોકરી ન કરવાના સંકલ્પને કારણે મુંબઈમાં એલએલ. બી. થયા (૧૯૧૧). અમદાવાદ આવી વકીલાત શરૂ કરી પણ ક્ષયરોગનું નિદાન થતાં ટૂંક સમયમાં જ સાદરામાં સ્થિર થયા (૧૯૧૨). પ્રર્યાપ્ત આર્થિક જોગાવાઈ થયે. વકીલાત છેડી શેષ જીવન શિક્ષણ અને સાહિત્યની સેવામાં ગાળવાનો નિર્ણય Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પાઠક, રામનારાયણ વિશ્વનાથ કરેલે, પણ પત્નીના અકાળ અવસાન પછી ૧૯૧૯ના અંતે ટાઇફોઇડની -માંદગી નિમિત્તે વકીલાત આટોપી લીધી. ૧૯૨માં ઇન્દુલાલ યાજ્ઞિકના 'નિમંત્રણથી ગુજરાત કેળવણી મંડળમાં જોડાઈ જે. એલ. ન્યૂ ઇગ્લિશ સ્કૂલનું આચાર્યપદ સંભાળ્યું, પરંતુ ગાંધીજીના અસહકારના આંદોલનનાં મંડાણ થતાં, શાળા છોડી ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ૧૯૨૮ સુધી વિવિધ વિદ્યાશાખાઓના તેજસ્વી વિદ્વાનોના સંપર્કમાં પ્રમાણુશાસ્ત્ર અને ભાષા-સાહિત્યના અધ્યાપક તરીકે કામ કર્યું. ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપક તરીકે તેમ જ “પ્રસ્થાન' માસિકના તંત્રીપદ (૧૯૨૫-૧૯૩૭) દ્વારા રામનારાયણ ગુજરાતની નવી સાહિત્યકાર પેઢીના એવા માર્ગદર્શક બન્યા કે એ ગાંધીયુગના સાહિત્યગુરુ' તરીકે ઓળખાયા. વિદ્યાપીઠ છોડ્યા પછી “પ્રસ્થાન'ની નિઃશુલ્ક સેવા કરતા રામનારાયણે ખાનગી ટયૂશનેથી આજીવિકા ચલાવી ને ગાંધીજીના વિવિધ સત્યાગ્રહમાં ભાગ લઈ, એક વખત જેલ પણ વેઠી. રામનારાયણ ૧૯૩૫માં મુંબઈની એસ.એન. ડી. ટી. યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા તે પછી ૧૯૫ર સુધી અમદાવાદની એલ. ડી. આર્ટસ કોલેજ તથા ગૂજરાત વિદ્યાપીઠ, મુંબઈની ભવન્સ કોલેજ તથા ભારતીય વિદ્યાભવન એ સંસ્થાઓમાં જુદે જુદે સમયે સેવા આપતા રહ્યા. ૧૯૫૩માં આકાશવાણી મુંબઈના સલાહકાર નિમાયા ત્યારથી મૃત્યુપર્યત એ કામ સંભાળ્યું. કુટુંબમાંથી કાવ્યસંસ્કાર પ્રાપ્ત કરનાર ને વિદ્યાભ્યાસે તત્ત્વવિદ્ રામનારાયણ કલા તેમ જ શાસ્ત્ર ઉભય ક્ષેત્રની પ્રતિભા ધરાવતા હતા. પરંતુ ગુજરાતી સાહિત્યમાં એ વિવેચક તરીકે વધુ પ્રતિષ્ઠિત છે અને તેમની સાહિત્યિક કારકિર્દી પણ ૧૯૨૧-૨૨માં લખાયેલા અને ૧૯૨૨માં “સાબરમતી'ના પહેલા અંકમાં પ્રસિદ્ધ થયેલા “કવિ બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાનાં કાવ્ય' એ વિવેચનલેખથી અને એ જ અરસામાં “યુગધર્મ'માં લખાયેલાં અવલકથી આરંભાય છે. “અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય' (૧૯૩૩), નર્મદાશંકર કવિ' (૧૯૩૬)ને સમાવી લેતે “નર્મદ : અર્વાચીન ગદ્યપદ્યને આદ્ય પ્રણેતા' (૧૯૪૫), “અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો' (૧૯૩૮), કાવ્યના શક્તિ' (૧૯૩૯), “સાહિત્યવિમર્શ' (૧૯૩૯), “આલોચના' (૧૯૪૪), સાહિત્યલેક' (૧૯૫૪), “નભોવિહાર' (૧૯૬૧) અને ‘આકલન' (૧૯૬૪) એ ગ્રંથમાં સંઘરાયેલા લેખો દર્શાવે છે કે રામનારાયણનું ઘણું ગ્રંથાવલોકનકાર્ય જેમ “યુગધર્મ' અને “પ્રસ્થાન'ને નિમિત્તે થયું છે તેમ અન્ય કેટલુંક વિવેચનકાર્ય વ્યાખ્યાને ને સંપાદનને નિમિત્તે થયું છે. આમાંથી - “અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’, ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો' અને Page #26 -------------------------------------------------------------------------- ________________ પાઠક, રામનારાયણ વિશ્વનાથ ૨૫ નભોવિહાર' ગુજરાતી કાવ્યસાહિત્યની ઐતિહાસિક સમાલોચના આપતા ગ્રંથ તરીકે જુદા તરી આવે છે. ગુજરાતી કવિતાની પદ્યરચનાના ઇતિહાસને તપાસતા. “અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્યમાં ગુજરાત વિદ્યાસભા તરફથી સોંપાયેલાં છ વ્યાખ્યાનોમાંથી ત્રણ વ્યાખ્યાનની સામગ્રી રજૂ થઈ છે તે જોતાં મુંબઈ યુનિવર્સિટીનાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનોને સમાવતા અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો'માં એનું અનુસંધાન જોઈ શકાય. કાવ્ય સમુચ્ચય ભાગ : ૨' (૧૯૨૪)ની ભૂમિકા રૂપે કવિઓના વ્યક્તિગત પ્રદાનને અનુલક્ષીને જે પરિચયાત્મક ઇતિહાસ અપાયો હતો, તેનાથી વિવિધ પાસાંઓને અનુલક્ષીને પ્રવાહદર્શન ને વિકાસ નિરૂપણની રીતે થયેલું આ આલેખન આગળ જાય છે અને રામનારાયણની સમગ્રદર્શનની એક વિશેષ શક્તિ પ્રગટ કરે છે. “નભોવિહારમાં મધ્યકાળને સર્જકલક્ષી અને અર્વાચીનકાળને સ્વરૂપલક્ષી પરિચય છે તે આકાશવાણી વાર્તાલાપની સરળતા ને લોકગમ્યતા છતાં ઘણું નોંધપાત્ર નિરીક્ષણ પણ ગૂંથી લે છે. સુરત અને મુંબઈ ખાતે અપાયેલાં બે વ્યાખ્યાનેને સમાવતો “નર્મદઃ અર્વાચીન ગદ્યપદ્યને આદ્ય પ્રણેતા' એ ગ્રંથ ઈતિહાસલક્ષી દૃષ્ટિએ અને બારીકાઈથી થયેલા સર્જકઅભ્યાસના નમૂનારૂપ છે. પૂર્વાલાપ'ના સંપાદન(૧૯૨૬)માં મુકાયેલા કાન્ત અને તેની કવિતાના સઘન અભ્યાસ પછીને આ પ્રયત્ન એની સર્વગ્રાહિતાથી ધ્યાન ખેંચનાર બને છે. કાવ્યની શક્તિ” અને “સાહિત્યવિમર્શ'માં અન્ય લેખોની સાથે “યુગધર્મ'. પ્રસ્થાન' નિમિત્ત થયેલાં ગ્રંથાવલેકને સંઘરાયાં છે તે સંક્ષિપ્ત છતાં કૃતિના હાઈને પ્રગટ કરનારાં છે અને રામનારાયણને સજતા સાહિત્ય સાથેને સહૃદયતા ને સૂઝભર્યો સંબંધ સૂચવે છે. આ ઉપરાંત પણ એમણે કૃતિસમીક્ષાઓ આપી છે, જેમાંથી “નળાખ્યાન', “સરસ્વતીચંદ્ર', “રાઈને પર્વત', “આપણે ધર્મ,” વિશ્વગીતા' વગેરે વિશેના સર્વાગી અભ્યાસ રજૂ કરતા નિબંધે રામનારાયણની મૌલિક વિવેચનદષ્ટિથી ખાસ લક્ષ ખેંચે છે. “શરદસમીક્ષા' (૧૯૮૦)માં સંઘરાયેલી શરદબાબુની કૃતિઓના અનુવાદોની તથા રવીન્દ્રનાથની કૃતિઓના અનુવાદોની પણ, રામનારાયણે લખેલી પ્રસ્તાવનાઓ ઈતર ભાષાની કૃતિઓની સમીક્ષા તરીકે ધ્યાનાર્હ છે. કાવ્યપરિશીલન'(૧૯૬૫)માં એમના કેટલાક વિદ્યાથીભોગ્ય આસ્વાદ પણ ગ્રંથસ્થ થયા છે. રામનારાયણનું પ્રવાહદર્શન, સર્જક-અભ્યાસ, કૃતિસમીક્ષા કે પ્રત્યક્ષ વિવેચનની નાનકડી નોંધ પણ કઈ રીતે કશોક નો પ્રકાશ પાડનાર હોય છે. કેમકે રામનારાયણના પ્રત્યક્ષ વિવેચનને પ્રગટ યા પરોક્ષ તત્ત્વવિચારની ભૂમિકા Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પાઠક રામનારાયણ વિશ્વના સાંપડેલી હોય છે. કાવ્યની શક્તિ” એ લેખમાં પિતાનાં મૂળભૂત સર્વ પ્રતિપાદને રજૂ કરી દેતે અને અન્ય લેખોમાં વિસ્તરતે રહેલે રામનારાયણ સાહિત્યતત્ત્વવિચાર સાહિત્યમાં ઊમિ કે વિચારનું એકાન્તિક મહત્વ કરવાને સ્થાને “લાગણીમય વિચાર” કે “રહસ્ય’ને કેન્દ્રરૂપે સ્થાપે છે અને એમાં સાહિત્યની એક કલા તરીકેની સ્વાયત્તતાના સ્વીકાર સાથે જીવન, સત્ય, નીતિ વગેરે સાથેના એના સંબંધોની માર્મિક છણાવી છે. રામનારાયણની વિવેચનામાં કાવ્યની રચનાથી માંડીને સાહિત્યકૃતિની સમગ્ર આકૃતિની તપાસ છે, ખંડકાવ્યાદિ સાહિત્યપ્રકારોની દ્યોતક વિચારણા છે અને જીવન ને ઈતિહાસના વિશાળ સંદર્ભમાં થયેલું સાહિત્યચિંતન પણ છે. રામનારાયણે સંસ્કૃત કાવ્યવિચારને સવિશેષપણે ઝીલ્યો છે અને એને આજના સંદર્ભમાં નવેસરથી ઘટાવી એની ઉપયુક્તતા સ્થાપિત કરી છે. પણ યુરોપીય કાવ્યવિચારને લાભ લેવાનું એ ચૂકયા નથી. પ્રમાણશાસ્ત્રી રામનારાયણનું વિવેચન, તર્કની ઝીણવટ છતાં સમુચિત દષ્ટાતના વિનિયોગથી ને પારદર્શક ગદ્યશૈલીથી સદ્યોગમ્ય બને છે. રામનારાયણે ઘણું સંપાદનમાં પણ ઉપધાત કે ટિપ્પણ રૂપે પ્રત્યક્ષ વિવેચન કર્યું છે. પૂર્વાલાપ'ની ટિપ્પણુ આવૃત્તિ, ઉમાશંકર જોશી સાથે સંપાદિત કરેલા આનંદશંકર ધ્રુવના કાવ્યતત્ત્વવિચાર' (૧૯૩૯), સાહિત્ય વિચાર' (૧૯૪૨), “દિગ્દર્શન' (૧૯૪૨) “વિચાર માધુરી : ૧” (૧૯૪૬) એ ગ્રંથે, પિતે સંપાદિત કરેલ આનંદશંકર ધ્રુવના ‘આપણે ધર્મની ત્રીજી આવૃત્તિ (૧૯૪૨) તથા ગોવર્ધન પંચાલ સાથે સંપાદિત કરેલ “રાસ અને ગરબા' (૧૯૫૪)માં રામનારાયણના નાના યા મોટા ઉપદ્યાત છે. નરસિંહ મહેતાને નામે ચડેલા “ગોવિંદગમન’નું નરહરિ પરીખ સાથે કરેલું સટીક સંપાદન (૧૯૨૩) પાઠ્યક્રમની જરૂરિયાતને વશ વતીને થયેલું, પરંતુ એવા જ હેતુથી થયેલાં “કાવ્યસમુચ્ચય ભાગ, ૧ અને ૨' (સટીક, ૧૯૨૪) તથા “કાવ્યપરિચય ભા. ૧ અને ૨' (નગીનદાસ પારેખ સાથે, ૧૯૨૮)નાં સંપાદને ગુજરાતી કવિતાના ચક્કસ દષ્ટિપૂર્વકના સંચય લેખે લાંબો સમય ઉપયોગી નીવડેલાં. આ સિવાય પણ રામનારાયણે અન્યની સાથે કેટલાંક શાલેય વગેરે સંકલને કર્યા છે. મમ્મટત “કાવ્યપ્રકાશ : ઉલ્લાસ ૧ થી ૬ને રસિકલાલ પરીખ સાથે કરેલો અનુવાદ (૧૯૨૪) એક પ્રમાણભૂત ને પ્રાસાદિક અનુવાદ લેખે તેમ જ ડી પણ ચાવીરૂપ પરિભાષા આદિને સ્કૂટ કરી આપતાં ટિપણેને કારણે ચોક્કસ મૂલ્ય ધરાવે છે અને લેખકેની સંસ્કૃત કાવ્યશાસ્ત્રની સજજતાને પ્રગટ કરે છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ચાલુ વિવાથ કાવ્યમમ’ન તરીકે અર્વાચીન ગુજરાતી કાવ્ય સાહિત્યથી જ છંદોવિધાનમાં ઉત્કટ રસ લઈ રહેલા રામનારાયણને એમની શાસ્ત્રબુદ્ધિ પિગળચર્ચા તરફ સ્વાભાવિક રીતે જ લઈ જાય છે. પ્રાચીન ગુજરાતી છંદો – એક ઐતિહાસિક સમાલાચના' (૧૯૪૮) અપભ્રંશકાળથી યારામ સુધીની પદ્યરચનાની શાસ્ત્રીય સમીક્ષા આપી, કે. હ. ધ્રુવની પદ્યરચનાની ઐતિહાસિક આલોચના'ના પૂરક ગ્રંથ બને છે. તે ઉપરાંત એમાં દેરીને પિગળબદ્ધ કરવાના પ્રથમ સમથ પ્રયાસ થયેલા છે તે એની વિશેષતા છે. મહારાજા સયાજીરાવ ત્રીજા સુવર્ણ મહોત્સવ સ્મારક વ્યાખ્યાનમાળાના આશ્રયે ૧૯૫૧માં આપેલાં ત્રણ વ્યાખ્યાતા ‘ગુજરાતી પિંગળ નવી દષ્ટિએ’ (૧૯૫૨) ‘બૃહત્ પિંગલ' (૧૯૫૫)ના પૂર્વીસારરૂપ છે. પણ રામનારાયણની વિકસતી જતી તે વિશદ બનતી જતી છંદોવિચારણા એમાં જોઈ શકાય છે. સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત ‘બૃહદ્ પિંગલ’ તો વેદકાળથી આધુનિક સમય સુધીના – ડિંગળ, દિંડી, ગઝલ, ગ્લૅન્ક વર્સ વગેરે સમેત – છંદોના ઇતિહાસ, છંદોનાં સ્વરૂપ અને એમનાં આંતરબાહ્ય કલેવરમાં થયેલા ફેરફારો, છંદના માત્રા, યતિ આદિ ઘટકોની કેટલીક ફૂટ સમસ્યાઓ, વિવિધ છંદોની ક્ષમતા વગેરે સ બાબાને શાસ્ત્રીય ભૂમિકાએ સૂક્ષ્મતાથી ને સવીગત, સાધકમ્બાધક દલીલા સાથે ચા એક શકવતી આકગ્રંથ બની રહે છે. ચાર પ્રકરણે અધૂરા રહેલા અને ચિમનલાલ ત્રિવેદી તથા કાન્તિલાલ કાલાણી દ્વારા પૂરા થયેલા મધ્યમ પિગળ' (૧૯૮૧)માં કાવ્યના અભ્યાસીઓ અને વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એ હેતુથી આ જ વિષયની સરળ સક્ષિપ્ત રજૂઆત થયેલી છે. સર્જક તરીકે રામનારાયણે કવિતા, નાટક, વાર્તા, નિબંધ એમ વિવિધ ક્ષેત્રે કામ કર્યુ છે, તેમાં નાટકના ક્ષેત્રમાં એ વિદ્યાલયેાની તે વાર્તા-નિષ્ઠ ધનાં ક્ષેત્રોમાં ‘યુગધર્મ ’-‘પ્રસ્થાન'ની જરૂરિયાતને લઈને ખેંચાયા હતા. કવિતા એમને સ્વતઃસંભવી વ્યાપાર કહેવાય. ૧૯૨૧માં ‘જાત્રાળુ’ ઉપનામથી લખેલા રાણકદેવી’થી એમની કાવ્યયાત્રાના આર ંભ થયા તે છેક ૧૯૫૫માં લખાયેલા “સાલમુબારક' સુધી ચાલુ રહ્યો. પહેલા કાવ્યના ‘જાત્રાળુ' અને પછીથી એક વખત પ્રયેાજાયેલા ‘ભૂલારામ' સિવાય રામનારાયણે કાવ્યો પરત્વે ‘શેષ' ઉપનામ જ રાખ્યું અને પહેલા કાવ્યસંગ્રહને ‘શેષનાં કાવ્યો' (૧૯૩૮) એવું નામ આપ્યું. પહેલી આવૃત્તિમાં માત્ર ૬૭ ને બીજી આવૃત્તિ (૧૯૫૧)માં ૭૩ જેટલાં કાવ્યો તે થાડાંક પ્રકીર્ણ મુક્તકો આદિને સમાવતા આ સંગ્રહ વિષયના વૈવિધ્યથી નહી પણ રૂપબંધ, છંદોવિધાન, શૈલી અને કાવ્યબાનીના વૈવિધ્યથી ધ્યાન ખેંચે છે. ગુજરાતી પ્રાપ્તન અને અદ્યતન કાવ્યપર પરામાં Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પાઠક, રામનારાયણ વિશ્વનાથ પોતીકા પ્રયોગ કરનાર “શેષ'ની કવિતા સભાન ઘડતરનું પરિણામ હોઈ કાવ્યજ્ઞની કવિતા” તરીકે ઓળખાઈ છે. “શેષ' ગાંધીયુગને અનુરૂપ જીવનની મંગલતાનું ગંભીર ગાન કરે છે, તે સાથે હાસ્યકટાક્ષવિનદની રચનાઓ આપે છે, પ્રસન્ન દામ્પત્યનાં રસિકચાતુર્યભર્યા સંવાદો રચે છે તે સાથે વિરહના શાંત કરુણ સૂરો પણ રેલાવે છે, સ્વભાવતિ સમાં વાસ્તવચિત્રણ કરે છે તેમ ઉપમાચિત્રોની કલ્પનારંગી શૈલી પણ યોજે છે, સૂક્ષ્મ ચિંતનાત્મક્તાની સાથે ઊંડી ભાવાદ્ધતા વ્યક્ત કરે છે અને આ રીતે કવિતામાં પોતાની આગવી મુદ્રા અંક્તિ કરે છે. “શેષનાં કાવ્યોની ૧૭ રચનાઓ ઉપરાંત બીજાં ૪૦ કાવ્યોને સમાવતે મરણોત્તર સંગ્રહ “વિશેષ કાવ્ય' (૧૯૫૯) શેષ'ની સર્વ લાક્ષણિકતાઓ જાળવી રાખવા સાથે ‘તુકારામનું સ્વર્ગ રહણ જેવા ખંડકાવ્યના નૂતન પ્રયોગને કારણે ધ્યાનાર્હ બને છે. કવિતાની જેમ વાર્તામાં પણ પ્રયોગશીલતા દાખવનાર રામનારાયણનું વાર્તાક્ષેત્રે ઐતિહાસિક પ્રદાન છે. ૧૯૨૩ લગભગથી “દ્વિરેફ'ના નામે વાર્તા લખતા થયેલા અને ત્રણ સંગ્રહમાં કુલ ૪૦ વાર્તા આપનાર રામનારાયણને. પ્રથમ વાર્તાસંગ્રહ “દ્વિરેફની વાતે ભા. ૧' (૧૯૨૮) ધૂમકેતુના તણખામંડળ-૧' (૧૯૨૬)ની સાથે ગુજરાતી ટૂંકી વાર્તાના સ્વરૂપની દઢ ભૂમિકા રચી આપી એક મહત્ત્વનું સીમાચિહ્ન બની રહે છે. બહુધા ૧૯૪૧ સુધી વાતાં લખતા રહેલા રામનારાયણના પછીના સંગ્રહો છે “દ્વિરેફની વાતો ભા. ૨ ' (૧૯૩૫) અને દ્વિરેફની વાતે ભા. ૩' (૧૯૪૨; સંવર્ધિત ત્રીજી આવૃત્તિ, ૧૯૬૧). પોતાની રચનાઓને “વાતો” તરીકે ઓળખાવી લેખકે કેયડાઓ, કિસ્સાઓ, દષ્ટાંતે, પરિસ્થિતિ ચિત્રણો આદિને સમાવી લેવાની અને ગદ્યકાવ્યની શૈલીથી માંડીને “દશ્યશૈલી' (નાટયાત્મક રચના) સુધીની જાતભાતની કથનરીતિને પ્રત્યે જવાની મોકળાશ મેળવી લીધી છે તે નોંધપાત્ર છે. વિશાળ જીવનમાં શોધેલાં અનેકવિધ માનવપરિસ્થિતિઓ અને જીવનમર્મો, પરિસ્થિતિનું વાસ્તવનિ ને વીગતપૂર્ણ આકલન, મનોવૈજ્ઞાનિક અભિગમ તથા વાર્તાનું આવેગરહિત ઘડતર એ દ્વિરેફની વાર્તાકાર તરીકેની લાક્ષણિકતાઓ છે અને મુકુન્દરાય', 'ખેમી' જેવી એમની કેટલીક વાર્તાઓ ભારે પ્રભાવક બનેલી છે. રામનારાયણનું નાટય સર્જન વિદ્યાર્થીઓને ભજવવા માટેની કૃતિઓ પૂરી પાડવા માટે થયેલું હોઈ કેવળ પ્રાસંગિક છે. અનુવાદિત નાટયરચનાઓ. અને નાટયાંશને પણ સમાવતા મરણોત્તર સંગ્રહ “કુલાંગાર અને બીજી કૃતિઓ' (૧૯૫૯)માં અનુક્રમે સામાજિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યા લઈને Page #30 -------------------------------------------------------------------------- ________________ પાઠક, રામનારાયણ વિશ્વનાથ ૨૯આવતી “કુલાંગર” તથા “દેવી કે રાક્ષસી ?' બે સેંધપાત્ર મૌલિક રચનાઓ છે તે આ પૂર્વે દ્વિરેફની વાતે ભા. ૩”માં ગ્રંથસ્થ થઈ ચૂકેલી. પ્રસ્થાન'ના પ્રકાશન અંગે હળવી શૈલીએ થયેલાં ખુલાસારૂપ લખાણ વાચકોને ગમી જવાથી આવા લખાણને સામયિકનું એક નિયમિત અંગ બનાવી રામનારાયણે “સ્વૈરવિહારી'ના નામથી લખવા માંડેલું, તેના બે સંગ્રહ “સ્વૈરવિહાર ભા. ૧' (૧૯૩૧) અને “વૈરવિહાર ભા. ૨' (૧૯૩૭) થયા છે. “વૈરવિહાર' નામને અનુરૂપ રીતે આ લખાણમાં વિષયવસ્તુ તેમ જ નિરૂપણશૈલી બંને પર લેખકે કોઈપણ બંધનો સ્વીકાર્યા નથી અને સાહિત્ય, સમાજ, ધર્મ, રાજકારણ, કેળવણી, મનુષ્યસ્વભાવ વગેરે સર્વ વિષે અંગેની ટૂચકાથી માંડીને નિબંધ પ્રકાર સુધીની રચનાઓ આપી છે. કયાંક ક્યાંક પ્રાસંગિકતા, વિશૃંખલતા અને હેતુલક્ષિતા પ્રગટ કરતાં આ લખાણો ઉપહાસ, કટાક્ષ, કરુણું, રોષ આદિ વિવિધ ભાષાચ્છટાઓ, તાર્કિક ને વાચિક વિલક્ષણ અભિવ્યક્તિ પ્રયોગ તથા લેખકની તીણ બૌદ્ધિતા, સૂક્ષ્મ સંવેદનશીલતા ને રમતિયાળ કલ્પકતાએ કરીને ગુજરાતી નિબંધસાહિત્યમાં પોતાનું ચોક્કસ સ્થાન મેળવી લે છે. રામનારાયણ માત્ર સાહિત્યના નહીં, પણ વિશાળ જીવનના ઉપાસક છે. એમના વિવેચનસંગ્રહમાંયે કલા અને સંસ્કારની વિવિધ પ્રવૃત્તિઓ વિશેનાં એમનાં વિચારચંક્રમણ થયેલાં છે, પરંતુ “મવિહાર' (૧૯૫૬) એમની તેજસ્વી વિચારકતાને વધારે ગાઢ પરિચય છે. “મનોવિહાર'માં અનેક વિષય પરત્વેને રામનારાયણને ગંભીર વિચારવિમર્શ રજૂ થયો છે. તે ઉપરાંત વ્યક્તિ-ચિત્ર, સ્થળવર્ણન વગેરે પ્રકારની રચનાઓ પણ મળે છે. આ બધું રામનારાયણના બહુમુખી વ્યક્તિત્વને પ્રગટ કરે છે. પ્રમાણશાસ્ત્રના અધ્યાપક તરીકે તૈયાર કરેલી પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા” (૧૯૨૨) આચારધર્મનું નિરૂપણ કરતી નિત્ય આચાર' (૧૯૪૫) અને અનુવાદિત યુરોપીય વાર્તાઓને સંગ્રહ “ચુ બન અને બીજી વાતો' 'નગીનદાસ પારેખ સાથે, ૧૯૨૪; બીજી આવૃત્તિ “વામા” નામે) રામનારાયણના અન્ય ઉલ્લેખનીય ગ્રંથ છે. આ સિવાય “કાવ્યશાસ્ત્ર” અને “આનંદમીમાંસા પરની લેખમાળા જેવી કેટલીક ઉપયોગી સામગ્રી ગ્રંથસ્થ થવી બાકી છે. સંદર્ભ: ૧. રામનારાયણ વિ. પાઠક, ચંદ્રકાન્ત શેઠ, ૧૯૭૮; ૨. રામનારાયણ | વિ. પાઠક, વાડ્મયપ્રતિભા, કાન્તિલાલ કાલાણી, ૧૯૮૧; ૩. રામનારાયણ વિ.. Page #31 -------------------------------------------------------------------------- ________________ * · પાક સર્જક અને વિવેચક, જયન્ત પાઠક, ૧૯૭૦; આસા, ૨૦૧૨. ૪. પ્રસ્થાન, ભાદ્રપદ ૮ રોષ ” : જુએ પાઠક, રામનારાયણ વિશ્વનાથ. - સ્વૈરવિહારી ॰ : જુએ પાઠક, રામનારાયણ વિશ્વનાથ. ૨. કૃતિ-અધિકરણા - ઇંગ્લાંડમાં પ્રવાસ ” [૧૮૬૬ ] : કરસનદાસ મૂળજીના આ વિસ્તૃત ગ્રંથમાં, ૧૮૬૩માં તે વ્યવસાય અ ંગે ઇંગ્લેંડ ગયા એ પ્રવાસનું આલેખન છે. આ પ્રવાસગ્રંથ, બાર પ્રકરણા અને પ્રત્યેક પ્રકરણમાં બારબાર મુદ્દાઓ આવરી લેતું, ચુસ્ત સ્વરૂપ ધરાવે છે. પ્રવાસની અગત્યથી આરંભી, આગ ઓટની મુસાફરીનાં તેમ જ લંડન શહેરના પરિવેશનાં તે ઇંગ્લેડનાં પ્રખ્યાત સ્થળાનાં ઝીણવટભર્યાં વના આપવા સાથે લેખકે આ ગ્ર ંથમાં, શિલ્પ-સ્થાપત્ય, હુન્નર-ઉદ્યોગો, મ્યુઝિયમો અને મનોર ંજનનાં માધ્યમો વિશે તથા ત્યાંની પ્રજાનાં તત્કાલીન આર્થિક સામાજિક-રાજકીય-સાંસ્કૃતિક સંચલના અંગે પેાતાનાં નિરીક્ષણા આપીને નોંધપાત્ર સૂઝ દર્શાવી છે. ઉપરાંત તત્કાલીન "હિન્દ અને ઇંગ્લેંડની તુલનામાં સુધારક કરસનદાસની હેતુલક્ષિતા પણ સકળાયેલી જોવા મળે છે. નિરૂપણની રાચકતા ને રસિકતા એનુ જમા પાસુ છે. ઇંગ્લેંડનાં વિખ્યાત થાનાં રંગીન ચિત્રો આ ગ્રંથનું એક વિશેષ આક્રણ છે. આ ગ્રંથનું, કરસનદાસની સાહિત્યપ્રવૃત્તિના શિરમોર ગ્રંથ રૂપે એટલું જ ગુજરાતી પ્રવાસસાહિત્યની વિશિષ્ટ કૃતિ તરીકે, આગવું મૂલ્ય છે. મરાઠીમાં એનો અનુવાદ પણ થયેલા છે. , “ કલાપીના કેકારવ : કલાપીની ૧૮૯૨થી ૧૯૦૦ સુધીની ૨૫૦ જેટલી રચનાઓને સમાવતા સંગ્રહ. કલાપીના અવસાન પછી, ૧૯૦૩માં કાન્તને હાથે એનું સૈા પ્રથમ સ ંપાદન-પ્રકાશન થયું એ પૂર્વે ૧૮૯૬માં કલાપીએ પોતે મધુકરના ગુ ંજારવ' નામે, ત્યાં સુધીનાં સર્વાં કાવ્યો · મિત્ર મંડળ કાજે તથા પ્રસગે-નિમિત્ત ભેટસાગાદ તરીકે આપવા ’ માટે પ્રકાશિત કરવાની યેાજના કરેલી પણ એ કામ અવસાનપર્યંત પૂરું પાડી ન શકાયેલું. ૧૯૩૧માં કલાપીના ખીજા મિત્ર, જગન્નાથ ત્રિપાડી(‘સાગર') એકાન્તઆવૃત્તિમાં ન છપાયેલાં ૩૪ કાવ્યાને સમાર્નીને ૨૪૯ કાવ્યોની સધિત ને સટિપ્પણ આવૃત્તિ પ્રસિદ્ધ કરી, સ્વતંત્ર મુદ્રિત ‘હમીરજી ગોહેલ’ પણ એમાં Page #32 -------------------------------------------------------------------------- ________________ કલાપીના કારવ’. સમાવી લેવાયું.આ બૃહત્ સ ંગ્રહની ત્યાર બાદ પણૢ ધણી આત્તિ થતી . રહી છે તે એમાંથી પસંદ કરેલાં કાવ્યોના કેટલાક લઘુ સંચયા પણ તૈયાર થયા છે એ કલાપીની વ્યાપક લેાચાહના સૂચવે છે. • કલાપીનું સ ંવેદ્નતંત્ર સદ્યમ્રાહી હતું એથી સાહિત્ય ને ધ`ચિ ંતનના અનેક ગ્રંથેાના વાચન-પરિશીલનના સંસ્કારા આ કવિતાના વિષયા ને એની નિરૂપણરીતિ પર પણ ઝિલાયેલા છે. ‘કેકારવ'ની પ્રકૃતિવિષયક કવિતા પર તે કલાપીની રાંગદર્શી કાવ્યરીતિ પર વવ, શૈલી, કીટ્સ જેવા એમના પ્રિય કવિએની અસર પડેલી છે. આ કવિએનાં અને ટેનિસન, ગટે, મિલ્ટન, ગોલ્ડસ્મિથ આદિનાં કાવ્યોના મુક્ત અનુવાદો તે રૂપાન્તા તથા કેટલીક કૃતિઓનાં અનુસના ‘કેકારવ’માં છે. ‘મેદૂત, ઋતુસ હાર’, શૃંગારશતક જેવી સંસ્કૃત કૃતિની અસર પણ ‘કેકારવ'ની કવિતા પર ઝિલાયેલી છે.. સમાલીન ગુજરાતી કાવ્યપર પરાની કેટલીક છાયાએ પણ એમણે ઝોલી છે.. આર્ભની કવિતા પર દલપતરામની તેમ જ તત્કાલીન ધંધાદારી નાટકોનાં ગાયના ને લાવણીની અસર છે તે પછી નરસિંહરાવ, ગેાવનરામ, મણિલાલ, કાન્ત, આદિની કવિતાની અસર વિષય, છંદ, પ્રકારાદિ પર પડતી રહી છે. આ બધું છતાં કલાપીની વેદના-સંવેદના પોતીકી છે તે એના નિરૂપણમાં એને પોતાના અવાજ રણકે છે જે એની કવિતાની નિજી મુદ્રા આંકી આપે છે. કેકારવ'ની કવિતા વિવિધ સ્વરૂપેામાં વહે છે : ઉત્કટ ઊમિ ને ભાવનાશીલતાને ખેલાતી ભાષાની સાહજિકતાથી અભિવ્યક્ત કરતાં હોવાથી વૃત્તબદ્ધ . કાવ્યા વિશિષ્ટ અસર જન્માવે છે. સ્વરૂપની દૃષ્ટિએ કેટલીક કચાશાવાળી જણાતી ગઝલા અંત`ત મિજાજની – એનાં મસ્તી ને દદિલીની દૃષ્ટિએ ધ્યાનાર્હ છે. શરૂઆતની વ્યક્તિપ્રેમની (કે મિજાજી) ગઝલા કરતાં પાછળની પ્રભુપ્રેમની ( કે હકીકી) ગઝલા કાવ્યગુણે ચડિયાતી છે. ‘આપની યાદી' એનું નોંધપાત્ર દૃષ્ટાન્ત છે. કલાપીનાં ખંડકાવ્યામાં કાન્તના જેવી પરલક્ષિતા નથી તે ઊમિલતા તથા ખેાધત્મકતાએ કાવ્યબંધને શિથિલ કરી નાખ્યા છે. છતાં ભાવનાસહજ સરળ નિહથી, મનેારમ દશ્યચિત્રોથી, પાત્રચિત્તના મંથનના અસરકારક આલેખનથી તે ખાસ તા પ્રાસાદિક ભાષાશૈલીયી, એ પોતાનું આગવાપણુ સિદ્ધ કરે છે. ‘બિલ્વમંગળ' એમનું ઉત્તમ ખર્ડકાવ્ય મનાયું છે. મહાકાવ્ય તરીકે રચવા ધારેલું એમનુ એ હજાર ઉપરાંત પંક્તિનું ને ૪ સગે` અધૂરું રહેલુ ‘હમીરજી ગોહેલ' ખંડકાવ્યની નજીક રહેતુ ઇતિહાસવિષયક કથાકાવ્ય છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ પ • કાવ્યની શક્તિ વિષર્ષનિરૂપણની રીતે કેકારવ'માં પ્રેમવિષયક કવિતા સૌથી વધુ ધ્યાનપાત્ર છે. એક રીતે, આ સંગ્રહની મોટાભાગની કવિતા એના ઊર્મિશીલ કવિની આત્મકથારૂપ છે. કલાપીના ૨૬ વર્ષીના ટૂંકા આયુષ્યનાં છેલ્લાં આઠેક વનાં અંગત પ્રેમજીવનના જ, બહુધા, એમાં ચિતાર છે. સ્વભાવેાક્તિભર્યાં ઇન્દ્રિયસ્પર્શી ચિત્રા રૂપે આલેખાયેલી પ્રકૃતિની કવિતા પણ રુચિર છે તે કવિની સૌ દષ્ટિની પરિચાયક છે. કવિના આયુષ્યનાં છેલ્લાં બે વર્ષની કવિતા પ્રભુભક્તિની તે ચિંતનલક્ષી છે. અંગત જીવનના રાગાવેગે શમતાં ચિત્તમાં પડેલા વૈરાગ્યસ સ્કારો જાગ્રત થવાથી તે સ્વીડન આદિના ગ્રંથાના વાચનથી લાપી પરમ તત્ત્વની ખેાજની દિશામાં વળેલા. એ સવેદન પ્રૌઢ કાવ્યરૂપ પણ પામ્યુ છે. ‘કેકારવ'ની કવિતાની એક નોંધપાત્ર વિશેષતા એને મળેલી વ્યાપક લાચાહના છે. કલાપીએ સાક્ષર કવિઓ દ્વારા લખાતી દુર્ગંધ કવિતાના સમયગાળામાં એ વખતે પ્રચલિત સ્વરૂપોમાં ને બવૃત્તોમાં કાવ્યરચના કરી હાવા છતાં એમાં થયેલા પ્રાસાદિક ભાષાના સહજ વિનિયોગે તે પારદ સંવેદનના વેધક આલેખને તેમ જ એમાંના રાગાવેગી પ્રેમસંબંધોના નિરૂપણે •તથા ઊમિ’-ઉદ્બારામાં ભળેલા એક રંગદર્શી કવિના ભાવનાશીલ ચિતને આ કવિતાને હૃદયસ્પર્શી ને લેાકપ્રિય બનાવી છે. એટલે કયાંક કાવ્યભાવનની મુખરતામાં તે। કયારેક એના નિરૂપણના પ્રસ્તારમાં વરતાતી કલાસંયમની ઓછપ છતાં તે કવિના કંઈક સીમિત રહી જતા અનુભવની મર્યાદા છતાં ‘કેકારવ’ની કવિતા એની આગવી વિશિષ્ટતાઓથી પોતાનું મહત્ત્વ ટકાવી રાખે છે. “કાવ્યની શક્તિ” [૧૯૩૯] : રામનારાયણ વિ. પાઠકનાં વિવેચનાત્મક વ્યાખ્યાનો, લેખા તેમ જ ગ્રંથાવલોકનોનો સ ંપ્રથમ સ ંગ્રહ. ૧૯૨૨થી ૧૯૩૯ સુધીનાં લખાણાને સમાવતા આ ગ્રંથના પહેલા વિભાગના ૧૭માંથી ૮ લેખા સંગીત, ચિત્રક્લા, નૃત્ય આદિ લાને અને સામાજિક ઉત્સવને લગતા છે એ રામનારાયણની વિશાળ લાદષ્ટિ અને જીવનનિષ્ઠા સૂચવે છે. આ વિભાગમાં મુકાયેલા ‘કાવ્યની શક્તિ’ એ લેખ રામનારાયણની કાવ્યવિભાવનાના સુરેખ અને સર્વાંગી આલેખ રજૂ કરતા એમની સ` સાહિત્યવિચારણાની પીઠિકારૂપ બની રહેતા, સંગ્રહના સર્વોત્તમ લેખ છે. કળાના એક પ્રકાર લેખે કાવ્યની વિશેષતા ભાવનું નિરૂપણ કરવામાં છે તે સ્કૂટ કરી અલકાર, પદ્મ વગેરે તત્ત્વા કાવ્યભાવને પ્રત્યક્ષીકૃત કરવામાં કેવાં કામે લાગે છે અને આ પ્રત્યક્ષ સમી કાવ્યપ્રતીતિ વ્યવહારપ્રતીતિથી કઈ રીતે જુદી પડી નિરતિશય Page #34 -------------------------------------------------------------------------- ________________ કાવ્યની શક્તિ રા આનંદ આપનારી બને છે તે રામનારાયણે અહીં સંસ્કૃત કાવ્યશાસ્ત્રને વિશેષપણે આધાર લઈ સૂક્ષ્મ તત્ત્વપરામશ ને રસજ્ઞતાપૂર્વક સમજાવ્યું છે. રામનારાયણ કાવ્યને સત્ય, નીતિ વગેરે સાથેના સબંધ ચવા સુધી જાય છે અને કાવ્યની સ્વાયત્તતા સ્વીકારવા સાથે જીવનલક્ષી દૃષ્ટિબિંદુ આપે છે તે સાહિત્યવિચારક તરીકેની એમની એક આગવી લાક્ષણિકતા પ્રગટ કરે છે. કાવ્યકલા વિશેની આવી મ`સ્પર્શીને સગ્રાહી છતાં વિશદ વિચારણા ગુજરાતી વિવેચનમાં વિરલ છે સંગ્રહમાં વરચના તથા અલંકારરચના વિષયને સદૃષ્ટાંત અને વીગતે નિરૂપતા લેખા છે તે રામનારાયણના રચનાપરક અભિગમ સૂચવે છે. તા પ્રેમાનંદની ત્રણ કૃતિના હાસ્યરસની સમીક્ષાના લેખામાં સંસ્કૃત રસમીમાંસાને સુ ંદર વ્યવહારુ વિનિયોગ સાંપડયો છે. ‘કવિશ્રી ન્હાનાલાલનું સાહિત્યજીવન' અમુક અંશે ર્ડા-અભ્યાસ હોવા ઉપરાંત ન્હાનાલાલની ભાવનાને સ્ફુટ કરતા હોઈ વિષયલક્ષી અભ્યાસ પણ બને છે. મહાભારતનું નલેાપાખ્યાન અને પ્રેમાનંદનું નળાખ્યાન' એક બારીકાઈભરેલા તુલનાત્મક અભ્યાસ લેખે ધ્યાના બને છે. આમ આટલા લેખા પણુ રામનારાયણ કવિતાસાહિત્ય સાથે કેવા ભિન્નભિન્ન સ્તરે કામ પાડે છે તેના પરિચાયક બને છે. ગ્રંથના બીજા વિભાગમાં ‘યુગધર્મ’-‘પ્રસ્થાન' નિમિત્ત થયેલાં ગ્રંથાવલાકનો સધરાયાં છે તે સતા સાહિત્ય સાથેના રામનારાયણને સહૃદયતાપૂર્ણ અને સમજદારીભર્યું સંબંધ પ્રગટ કરે છે. સક્ષિપ્ત છતાં મ`ગ્રાહી આ અવલાકનામાંનાં ઘણાં નિરીક્ષણા આજેય ટકી શકે તેવાં તે ધ્યાન ખેચનારાં છે તે રામનારાયણની ઊંડી સાહિત્યરસન્નતા ને વેધક વિવેચનદષ્ટિ સૂચવે છે. ૩૬ ગ્રંથાવલોકનામાંથી ૩૦ તા કાવ્યત્ર થાનાં છે, જેમાં ‘ભણકારધારા ખીજી', ‘વિશ્વશાંતિ', કાવ્યમ ગલા', ‘ગંગોત્રી' આદિ કેટલાક મહત્ત્વના કાવ્યત્ર થાના સમાવેશ થયેલા છે. રામનારાયણની ઇતિહાસદૃષ્ટિ, જીવનનિષ્ઠતા, ક્ષાવિવેક, તત્ત્વવિચારકતા, વિષ્લેષણપટુતા અને સહયતા જેવા માતબર ગુણાને પ્રગટ કરતા ‘કાવ્યની શક્તિ' ગુજરાતી સાહિત્યમાં એક મહત્ત્વના વિવેચનસ ંચય ઠરે છે. દ્વિરેફની વાતા ભા, ૧” [ ૧૯૨૮ ] : રામનારાયણ વિ. પાઠક ‘દ્વિરેફ’ના સવપ્રથમ વાર્તાસ ંગ્રહ. સંગ્રહની ૧૯૨૨ કે ૧૯૨૩ થી ૧૯૨૮ સુધીની ૧૩ રચનામાંથી સૂચિત વાર્તા ‘એક પ્રશ્ન' સિવાયની સર્વાં મૌલિક છે અને બહુધા ‘યુગધમ’ તેમ જ ‘પ્રસ્થાન’ એ સામયિકા માટે લખાયેલી છે.૧૩માંથી ૮ રચનાઓમાં . વાર્તાકથકની ઉપસ્થિતિ વાતા' એ શાકને સાર્થક કરે છે Page #35 -------------------------------------------------------------------------- ________________ આ પાનાં તી’ તે ઉપરાંત આ સ્ટનાઓમાં વિષયપસંદગી, આકરકર, કથનશૈલી વગેરે પરત્વે પણ એ શબ્દને સાર્થક કરે એવી મોકળાશ છે. અહીં માનસશાસ્ત્રીય, અદાલતી, પરિસ્થિતિની વક્તાના કિસ્સાઓ છે (અનુક્રમે “એક પ્રશ', સાચી વારતા', “રજનું ગજ'); કરુણગર્ભ વિભર્યું સંસ્કૃત ભાણશૈલીનું આત્મકથન છે (‘સરકારી નોકરીની સફળતાને ભેદ'); ગદ્યકાવ્ય સમી વ્યંજનાત્મક રચના છે (જમનાનું પૂર'); બાળવર્તનનું આલેખન છે (શે કળજગ છે ના !'); મનોવૈજ્ઞાનિક અભ્યાસ છે (“નવો જન્મ” “કપિલરાય'); રહસ્યકથા છે (પહેલું ઈનામ'); વિનેદકથા છે (“જક્ષણી') અને પ્રશિષ્ટ વાર્તારચનાઓ પણ છે (“મુકુન્દરાય” અને ખેતી'). બે પેઢી વચ્ચે વિસંવાદ અને નવી પેઢીનું આત્મકેન્દ્રી, ઊછાંછળું સ્વરૂપ વર્ણવતી “મુકુન્દરાય” તથા પછાત ગણાતા વર્ગની સ્ત્રીની ઉદાત્ત જીવનભાવના નિરૂપતી ખેમી' ગુજરાતી વાર્તા સાહિત્યમાં સૌથી વધુ જાણીતી થયેલી રચનાઓ છે. સંવાદશૈલીને બહોળો ઉપયોગ, ઘરગથ્થુ વાતાવરણ અને અનૌપચારિક કથનશૈલી દ્વિરેફ'ના આ જાતભાતના પ્રયોગોને આગવું સ્વરૂપ બક્ષે છે તેમ જ જીવનના ઊંડા પ્રવાહનું આકલન, વાવની પકડ, વીગતભર્યું ને સભાન વાર્તાઘડતર તથા હાસ્ય અને કરુણનું વિરલ સંજન એને ગંભીર અર્થવત્તા અપે છે. આ કારણે ટૂંકી વાર્તાની સંકુચિત વ્યાખ્યામાં ન આવે એવી ઘણી કૃતિઓ છતાં દ્વિરેફની વાતે ભા. ૧ ધૂમકેતુના “તણખામંડળ ૧' (૧૯૨૬)ની સાથે જ પણ ધૂમકેતુથી જુદી શૈલીએ, ગુજરાતી ટૂંકી વાર્તાના સ્વરૂપને દ% ભૂમિકા પૂરી પાડનાર સીમાચિહ્નરૂપ ગ્રંથ ગણાય છે. પાદરનાં તીરથ” [૧૯૪૬] ૧૯૪૩માં આરંભાયેલી પણ અધૂરી પડી રહી ૧૯૪૬માં પૂરી થયેલી અને ૧૯૪૨ના રાષ્ટ્રીય આંદોલનના પરિવેશમાં કપેલી એક ઘટનાને વર્ણવતી જયંતિ દલાલની આ નવલકથા વિશિષ્ટ પરિસ્થિતિમાં વ્યક્ત થતી માનવમનની વિલક્ષણતાને ઉપસાવવા તાકે છે. અંગ્રેજ સરકાર સામે ચાલતા આંદોલન દરમ્યાન એક ગામને માનવ સમુદાય ઉત્તેજનાની પળોમાં, પાસેના નાનકડા રેલવે સ્ટેશનને સળગાવી મૂકે છે. એ પછી તપાસ માટે આવેલી પોલીસના એ ગામલોક પર એકાએક થતા અત્યાચારમાં પ્રગટતી હિંસા ને વાસનાની પાશવી વૃત્તિ મોટે આતંક ફેલાવે છે. ફોજદારે મનસ્વી રીતે પકડેલા કેદીઓ માટે ભેજનાદિની વ્યવસ્થા કરતા અનુકંપાશીલ ને ઊંડી સમજ ધરાવતા ડોકટર નગીનદાસ પાસે ફેજદાર આ ત્રસ્ત કેદીઓને મોટી રકમની લાંચના બદલામાં છોડવાને પ્રસ્તાવ મૂકે છે. એક તરફ દેશનિકા ને સદ્દનિકા તથા બીજી તરફ દમિત માનવો પ્રત્યેની Page #36 -------------------------------------------------------------------------- ________________ બટુભાઈનાં નાટકો” ૩૫ કરુણા ડૉકટરના મનમાં દ્વિધા જગવે છે ને ભલાઈના તંતુને વળગી રહી એ આંતર-બાહ્ય અનેક વિપત્તિઓને વેઠતા રહે છે. લગભગ પ્રત્યેક કેદી ને એનાં ગરીબ સ્વજને, રવરાજભાવનાનેય ભૂલી જઈ આ ભયાનક વેદનાની ભીંસમાંથી છૂટવા માટેના પૈસા ભેગા કરવા વલખાં મારે છે ત્યારે એક કાંતિવાદી યુવક કેદી જગુ રવમાનભેર વેઠવાનું પસંદ કરે છે. એની એવી જ અડગ ને ગૌરવવંત માતા પાડોશી પણ પુત્રવત્સલતાથી સહેજ દ્વિધામાં મુકાય છે પરંતુ વિચલિત થતાં નથી. એક રવાથી વકીલ ને લોભી વેપારી આ પરિસ્થિતિને, વચલા માણસ તરીકે ગેરલાભ લે છે. ન છૂટતા કેદીઓને સાથે લઈ જતા ગણતરીબાજ ફોજદાર છેલ્લી ઘડીએ સ્વેચ્છાએ કઈ સમજદારીથી પ્રેરાઈ જગુને છોડી દે છે એવા લાક્ષણિક અંત સાથે નવલકથા પૂરી થાય છે. એક જ ભાવપરિસ્થિતિને આલેખતી હોવાથી સુબદ્ધ બનેલી આ લઘુનવલમાં ભાવનાને વિડંબિત કરી મૂકતા સ્વાર્થના મૂળમાં પડેલી એક અવશતાની કરુણતાનું તેમ જ વિભિન્ન મનોદશા પ્રગટાવતાં પાત્રોનું જે આલેખન થયું છે એ, જવનની ઊંડી સૂઝ ધરાવતા લેખકના કોશલને પરિચય આપે છે. રંગદર્શી ન બનતાં રવરથ ને વારતવનિષ્ઠ રહેતી છતાં ઉત્તેજિત કરી શકતી દલાલની પ્રભાવક ગદ્યશૈલીથી તેમ જ માનવમનની અનેકસ્તરીય ગતિવિધિને આલેખ ઉપસાવી આપતી એમની વિશિષ્ટ કથનરીતિથી આ નવલકથા એક નંધપાત્ર સાહિત્યકૃતિ બની છે. બટુભાઈનાં નાટક [૧૯૫૧) : “મટયગંધા અને ગાંગેય તથા બીજાં ચાર નાટક' (૧૯૨૫) તથા “માદેવી અને બીજાં નાટકો' (૧૯૨૭)માંથી પસંદ કરેલાં છ નાટકમાં અગ્રંથરથ “શૈવાલિની' ઉમેરીને અનંતરાય રાવળે સંપાદિત કરેલ બટુભાઈ ઉમરવાડિયાનાં નાટકોને સંગ્રહ. ૧૯૨૨થી ૧૯૨૭ સુધીના બટુભાઈના નાટ્યલેખનનો આ પ્રતિનિધિસંગ્રહ ગુજરાતી એકાંકીના ક્ષેત્રે ભેય ભાંગનારો હોવા ઉપરાંત કેટલીક આંતરિક ગુણવત્તાએ ચિરસ્થાયી મૂલ્ય ધરાવે છે. સૌ પ્રથમ લખાયેલું નાટક જોમહર્ષિણી (૧૯૨૨) ત્રણ અંક અને અનેક પ્રવેશના પથરાટને કારણે રચનાની દષ્ટિએ શિથિલ હોવા છતાં કઈ ધન્ય પળે ક્ષણભર દેખા દઈ ગયેલા અપૂર્વ નારીસૌન્દર્યને દ્રઢતા ઋષિકુમારની નૂતન ક૯૫નાથી ધ્યાનાકર્ષક બનેલું. પછી પણ બટુભાઈનાં નાટક એક અંકી હોવા છતાં, કદાચ ઈન્સનાદિના પ્રભાવ નીચે, દશ્યબાહુલ્ય અને લાંબા Page #37 -------------------------------------------------------------------------- ________________ » “બટુભાઈનાં નાટકો' સમયગાળાને આશ્રય લેતાં રહ્યાં તેથી એકાંકીમાં અપેક્ષિત એકાગ્રતા એમાં પૂરી ન આવી શકી, તેમ છતાં એક વિચાર અને એક પરિસ્થિતિના આલેખનને કારણે સ્વરૂપદષ્ટિએ આ રચનાઓ એકાંકીની નજીક હોવાની છાપ ઊભી કરી શકી. પૌરાણિક કે પ્રાચીન (મસ્યગંધા અને ગાંગેય), મધ્યકાલીન (માલાદેવી', સતી') ને અર્વાચીન એમ બધા યુગની પાત્રપ્રસંગની ભૂમિકા ઉપર નૂતન જીવનભાવનાઓને અભિવ્યક્ત કરવા તાકતા બટુભાઈનાં આ લઘુ નાટક એમની ફળદ્રુપ કલ્પનાશીલતા અને તીણુ બુદ્ધિમત્તાની પ્રતીતિ આપણને કરાવ્યા વિના રહેતાં નથી. પરાણિક પ્રસંગ સાથે બટુભાઈ પિતાના અભિપ્રેતાર્થ માટે અહીંતહીં “છૂટ લે છે. તે ઉપરાંત એમના લેખનમાં પરંપરાગત માનસને આંચકે આપે તેવા વિચારધક્કાઓ હોય છે, જેમકે “માલાદેવી' માં ગુંથાયેલે લોકસત્તાના યુગમાં બંધ ન બેસે તેવો બૌદ્ધિકેના અધિપત્યને વિચાર, “સતી'માં રજૂ થયેલે સતીત્વના જૂના ખ્યાલની સામે નારીસ્વમાનને પ્રતાપી આદર્શ, શૈવલિની'માં વ્યક્ત થયેલી સ્ત્રીના પતિદ્રોહને ક્ષમ્ય ગણતી આધુનિક માનસશાસ્ત્રીય દષ્ટિ વગેરે. બટુભાઈ બહુધા શ વગેરે આધુનિક યુરોપીય સાહિત્યકારોની પ્રણાલિકાભંજન વિચારધારાથી પ્રેરિત હોવા છતાં કેટલીક પ્રાચીન જીવનભાવનાઓનું આકર્ષણ પણ અનુભવતા જણાય છે (અશક્ય આદર્શો) એ એમનું વિચારક તરીકેનું ખુલ્લાપણું દર્શાવે છે. મુખ્યત્વે બુદ્ધિનિક, નિર્વેદપરાયણ, અંતર્મુખ પુરુષ પાત્રો અને મુખ્યત્વે બહિર્મુખ, લાગણીવિવશ, ફનાખોર સ્ત્રી પાત્રો એ બટુભાઈની લાક્ષણિકતા છે. એમનાં નાટક રંગભૂમિક્ષમતાને ઘણો અલ્પ ગુણ ધરાવે છે ને વાર્તાવિધાનમાં અપ્રતીતિકર અંશે રહી ગયા છે, તેમ કવચિત એમને જીવનવિચાર પણ ધૂંધળે રહી ગયેલા અનુભવાય છે. તેમ છતાં એકંદરે નાટયાત્મક ઉલ્કાવન, માનસશાસ્ત્રીય અભિગમને કારણે સૂક્ષ્મતા અને લેખકની જીવનદષ્ટિનાં સફળ વાહક બનતાં જીવંત પ્રતાપી પાત્રોનું સર્જન, અર્થગંભીર તેમ સ્કૂતિલા ને ચોટદાર સંવાદોનું નિયોજન, અને આ બધાં વડે મૂર્ત થતે એક સત્વશીલ જીવનવિચાર બટુભાઈનાં નાટકોનું એક એવું રૂપ ઘડે છે, જે લેખકની વૈયક્તિક મુદ્રાવાળું ને સાહિત્યના ઇતિહાસમાં અવશ્ય નોંધપાત્ર ઠરે એવું છે. પ્રકાશક: કુમારપાળ દેસાઈ, મંત્રી : ગુજરાતી સાહિત્ય પરિદર, ગોવર્ધન ભવન, આશ્રમ માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧ મુદ્રક : આદિત્ય મુદ્રણાલય, રાયખડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ Page #38 -------------------------------------------------------------------------- ________________ कैलान कोबा.