________________
ઉમરવાડિયા, મનુભાઈ લાલભાઈ ૫
અવ.
સંદર્ભ : ૧. અર્વાચીન કવિતા, સુ ંદરમ્,૧ ૯૪૬; ૨. ગુજરાત સાહિત્યસભા, અમદાવાદ, કા વહી : સને ૧૯૪૯-૫૦; ૩. એજન : ૧૯૫૫; ૪. એજન ૧૯૬૩; ૫. ગ્રંથ અને ગ્રંથકાર: ૧, સં. હીરાલાલ ત્રિ. પારેખ, ૧૯૩૦.. ઉમરવાડિયા, અનુભાઈ લાલભાઈ [જ. ૧૩–૭–૧૮૯૯ ૧૮-૧-૧૯૫૦ ] : નાટ્યકાર. વેડછા(જિ. સુરત)માં અનાવિલ બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ, પિતાની સરકારી નોકરીને કારણે જુદાંજુદાં ગામેામાં. બી. એ. ૧૯૨૦માં મુંબઈમાંથી. તે પછી કેટલાક સમય ખાનગી અને સરકારી નોકરી કરી. ૧૯૨૭માં મુંબઈમાંથી એલએલ. ખી. થઈ વકીલાત શરૂ કરી. વકીલાત નિમિત્તે સુરતવાસ (૧૯૨૮-૧૯૩૬ ) દરમ્યાન એમણે સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધા અને ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહ વખતે ક. મા. મુનશીના અધ્યક્ષપણા નીચે રચાયેલી બિનસરકારી બારડોલી તપાસસમિતિના મંત્રી તરીકે કામ કર્યુ. ૧૯૩૬થી ૧૯૪૯ એમણે અમદાવાદ મિલમાલિકમ`ડળના પગારદાર મંત્રી તરીકે નોંધપાત્ર કામગીરી બજાવી. એમાંથી નિવૃત્ત થઈ ફરી વકીલાત શરૂ કરી, જે દરમ્યાન ફૂંક સમયમાં જ અમદાવાદમાં એમનું અવસાન થયું.
કૉલેજકાળથી જ સાહિત્યિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક સક્રિય બનેલા ખટુભાઈ, ૧૯૧૫ પછી આપણે ત્યાં ઈસન, શો, આસ્કાર વાઈલ્ડ આદિ યુરોપીય સાહિત્યકારોના વૈચારિક ને શૈલીગત પ્રભાવ નીચે જે પ્રણાલિકાભંજક, ર'ગદ` સાહિત્યિક આબેહવા પ્રસરી તેના, મુનશી વગેરેની સાથે, એક વાહક બન્યા. ૧૯૨૦માં જ એમણે ‘રસગીતા’ના વિલક્ષણ શીંક નીચે યુવાનહૃદયની ઊર્મિઓના આવિષ્કારરૂપ ગદ્યકાવ્યોને નાનકડો સંચય પ્રગટ કર્યાં. જેમાં મિસિસ બ્રાઉનિંગનાં સૉનેટ પરથી સૂચિત રચનાઓ પણ છે; અને ૧૯૨૧માં માનવશક્તિના દુર્વ્યય તથા સમાજનાં અનિષ્ટોને વિષય કરીને ચાલતા શેરિડનના સુપ્રસિદ્ધ નાટક · ધ સ્કૂલ ફૅાર સ્કેન્ડલ'નું રૂપાંતર ‘સ ંસાર એક જીવનનાટચ' પ્રસિદ્ધ કર્યું. જે નવા સામાજિક વિચાસ તરફના ખટુભાઈના આકષ ણુના નિર્દેશ કરે છે. ૧૯૨૦માં બટુભાઈએ વિજયરાય વૈદ્ય સાથે ‘ચેતન’અને ૧૯૨૧માં જ્યાહ્ના શુકલ સાથે ‘વિનોદ' માસિક શરૂ કર્યાં હતાં ( તે ૧૯૨૩ સુધી ચલાવેલાં ) એ પણ સાહિત્યમાં નવી કેડીએ પાડવાના એમના ઉત્સાહના પ્રતીકરૂપ હતાં. મુનશીએ પોતાની આસપાસ તેજસ્વી તરુણાનું મંડળ રચી ૧૯૨૨-૨૩માં સાહિત્યસ ંસદની સ્થાપના કરીને ‘ગુજરાત' માસિક શરૂ કર્યું તેમાં પણ બટુભાઈ હિસ્સેદાર બન્યા. બટુભાઈ એ પોતાની ક્લમને લાભ ચેતન' તથા ‘વિનોદ'તે તેમ
3