________________
અધિકરણલેખન માટે માર્ગદર્શક સૂચનો :
સામાન્ય સૂચને ૧૧. અધિકરણ માટે હાંસિયો રાખીને કાગળની એક બાજુએ સુવા * અક્ષરમાં અને શાહીથી લખવાં. ૨. જોડણી ગૂજરાત વિદ્યાપીઠના સાર્થ ગૂજરાતી જોડણીકોશ અનુસાર રાખવી. ૩. અધિકરણમાં ક્યાંય પાદટીપને ઉપયોગ ન કરવો. અનિવાર્ય લાગે
ત્યારે કૌંસને ઉપયોગ કરી શકાશે. ૪. અધિકરણનું સ્વરૂપ વિશેષ માહિતીલક્ષી રાખવું. સાહિત્યસમીક્ષા જાણતાં | મુખ્ય લક્ષણોના નિર્દેશ પૂરતી મર્યાદિત રાખવી. સામાન્ય રીતે સ્વીકૃત
સાહિત્યિક મૂલ્યાંકનને કેશમાં સ્થાન રહેશે. ૫. માહિતીનો ઉપયોગ પ્રમાણભૂતતાની ચકાસણી કરીને કરવો. જ્યાં જુદી
જુદી માહિતી મળતી હોય ત્યાં અને જ્યાં પ્રમાણભૂતતાની ખાતરી ન
હોય ત્યાં જે-તે સંદર્ભોને હવાલે આપીને એ માહિતી રજૂ કરવી. ૬. બહુ જ જરૂરી અભિપ્રાયો કે કાવ્યપંક્તિઓનાં અવતરણ અધિકરણમાં
ગૂથી શકાશે. એ અવતરણો ટૂંકાં હોય તે ઇષ્ટ છે. - ૭. માહિતી સઘન રૂપમાં, ક્રમિક રીતે અને તપુર:સર સ્પષ્ટતાથી અને
સચોટતાથી રજૂ થાય તે જોવું. ૮. ભાષાશૈલી સ્વચ્છ, સરળ, પારદર્શક રાખવી.
વિશેષ સૂથને તે સમગ્ર દેશમાં લખાવટની સંવાદિતા રહે તથા અધિકરણની સામગ્રીમાં માહિતીનું સંતુલન જળવાય એ આશયથી એક નિયત પદ્ધતિ અમે નિપજાવી છે અને એ અનુસાર નમૂનાનાં કેટલાંક અધિકારણે આ પુસ્તિકામાં મૂક્યાં છે. પરંતુ, અધિકરણલેખકને આ પદ્ધતિ વિશે પૂરી સ્પષ્ટતા થાય એ માટે નીચે કેટલાંક વિશેષ સૂચન આપ્યાં છે. દર્શાવેલા વિભાગો પણ સ્પષ્ટીકરણની સગવડ ખાતર મૂક્યા છે, જેથી અધિકરણલેખનને એક ક્રમબદ્ધ આલેખ ઊપસી રહે. કર્તાઅધિકરણ
કર્તાઅધિકરણ માટેની અપેક્ષિત વીગતે આરંભ, કર્તાની ચરિત્રાત્મક માહિતી, કર્તાની સાહિત્યિક કારકિર્દી અને એમના ગ્રંથ તથા સંદર્ભે – એવા વિભાગોથી દર્શાવી છે.