________________
૧૫ “કલાપી
વિશેષપણે પ્રેમના ને એ ઉપરાંત પ્રકૃતિ, પ્રભુપ્રેમ ને ચિંતનના ભાવોને વ્યક્ત કરતી કલાપીની કવિતા મુખ્યત્વે છંદોબદ્ધ લઘુ કાવ્ય ને ગઝલે જેવા આત્મલક્ષી ઊર્મિકાવ્યના પ્રકારમાં તથા કેટલેક અંશે ખંડકાવ્ય જેવા પરલક્ષી કાવ્યપ્રકારમાં વહી છે. સંસ્કૃત વૃતબદ્ધ કવિતામાં, બેલાતી ગુજરાતી ભાષાના વિનિયોગથી નિપજેલી પ્રાસાદિક કાવ્યબાની, મસ્તરંગી સંવેદનની તીવ્રતાએ એમની ગઝલમાં પ્રગટાવેલી લાક્ષણિક અભિવ્યક્તિછટા, ખંડકાવ્યમાં ચરિત્રાંકનની સુઘડતા ને ઊર્મિવિચારનું મનોરમ આલેખન કલાપીની આગવી મુદ્રા આંકે છે. કલાસંયમના પ્રકૃતિગત અભાવને કારણે તથા કેળવણીને પૂરતો લાભ ન પામવાને લીધે એમની કવિતામાં રચનાની શિથિલતા ને આનીનાં અતિસરલતા ને ગદ્યાળુતા જણાય છે. ખંડકાવ્ય પ્રકારની કવિતામાં પણ કલાપી વસ્તુલક્ષિતા ઝાઝી સિદ્ધ કરી શક્યા નથી. પણ હૃદયંગમ ચિંતનશીલતા, સહજુ સંવેદનનું માધુર્યભર્યું નિરૂપણ આદિ એમની કવિતાને હદ્ય બનાવે છે. છેલ્લાં વર્ષોમાં તે એમની કલમે પ્રૌઢિ પણ પ્રાપ્ત કરી લીધેલી.
કલાપીને કેકારવ'ની ૧૯૩૧ની આવૃત્તિમાં સમાવાયેલા, ૪ સર્ગના હમીરજી ગોહેલ'ના ૩ સર્ગો ૧૯૧રમાં કાન્ત સ્વતંત્ર ગ્રંથ રૂપે પ્રગટ કરેલા. સ્કોટના લેડી ઑવ ધ લેઈક'ના સ્વરૂપને આધાર તરીકે રાખી ૧૮૯૭માં આરંભેલું આ કાવ્ય ૪ સગે અધૂરું જ રહ્યું છે. મહાકાવ્ય રૂપે રચવા ધારેલી ૨૦૦૦ ઉપરાંત પંક્તિઓની આ ઈતિહાસ-આધારિત કૃતિ ખંડકાવ્યની વધુ નજીક રહે છે. સંકલનની કચાશ ને નિરૂપણની દીર્ધા સૂત્રિતાને લીધે શિથિલ રહેતું હોવા છતાં કલાપીની રુચિર વર્ણનરીતિની દષ્ટિએ તેમ જ દીર્ઘ કથાવસ્તુને આલેખતી કૃતિ લેખે એ નોંધપાત્ર બને છે. - કલાપીએ પ્રવાસવર્ણન, સંવાદ, અનુવાદો, ડાયરી, આત્મકથન અને પત્રો રૂપે ગદ્યલેખન પણ કર્યું છે. ૧૮૯૧-૯૨માં કરેલા ભારતપ્રવાસ દરમ્યાન પિતાના શિક્ષક નરહરિ જોશીને પત્રો રૂપે લખાયેલ “કાશ્મીરને પ્રવાસનું જાહેર પ્રકાશન ૧૯૧૨માં કાશ્મીરને પ્રવાસ, કલાપીના સંવાદ અને સ્વીડનબોર્ગને ધર્મવિચાર' એ ગ્રંથમાં થયું. આ પ્રવાસકથનમાં પ્રકૃતિના સૌન્દર્યદર્શનના વિસ્મયને આલેખતાં ઊર્મિરસિત ને સુરેખ વર્ણને તથા લેકજીવનનાં ઝીણાં નિરીક્ષણ નોંધપાત્ર છે. જ્યાં પ્રવાસના અનુભવેનું નિરૂપણ સાહજિક રહ્યું છે ત્યાં તાજગીયુક્ત જણાતું ગદ્ય અંગ્રેજી-સંસ્કૃત
થેના વાચનને પ્રભાવ પડ્યો છે ત્યાં કંઈક આયાસી બન્યું છે. | લેટે અને સ્વીડનબોર્ગના તત્ત્વચિંતનમાંથી વિચારસામગ્રી લઈને તથા લેકકથાઓમાંથી પાત્રો લઈને કલાપીએ લખેલા ચાર સંવાદમાં ઊર્મિનું