________________
*
· પાક સર્જક અને વિવેચક, જયન્ત પાઠક, ૧૯૭૦; આસા, ૨૦૧૨.
૪. પ્રસ્થાન, ભાદ્રપદ
૮ રોષ ” : જુએ પાઠક, રામનારાયણ વિશ્વનાથ.
- સ્વૈરવિહારી ॰ : જુએ પાઠક, રામનારાયણ વિશ્વનાથ.
૨. કૃતિ-અધિકરણા
- ઇંગ્લાંડમાં પ્રવાસ ” [૧૮૬૬ ] : કરસનદાસ મૂળજીના આ વિસ્તૃત ગ્રંથમાં, ૧૮૬૩માં તે વ્યવસાય અ ંગે ઇંગ્લેંડ ગયા એ પ્રવાસનું આલેખન છે. આ પ્રવાસગ્રંથ, બાર પ્રકરણા અને પ્રત્યેક પ્રકરણમાં બારબાર મુદ્દાઓ આવરી લેતું, ચુસ્ત સ્વરૂપ ધરાવે છે. પ્રવાસની અગત્યથી આરંભી, આગ ઓટની મુસાફરીનાં તેમ જ લંડન શહેરના પરિવેશનાં તે ઇંગ્લેડનાં પ્રખ્યાત સ્થળાનાં ઝીણવટભર્યાં વના આપવા સાથે લેખકે આ ગ્ર ંથમાં, શિલ્પ-સ્થાપત્ય, હુન્નર-ઉદ્યોગો, મ્યુઝિયમો અને મનોર ંજનનાં માધ્યમો વિશે તથા ત્યાંની પ્રજાનાં તત્કાલીન આર્થિક સામાજિક-રાજકીય-સાંસ્કૃતિક સંચલના અંગે પેાતાનાં નિરીક્ષણા આપીને નોંધપાત્ર સૂઝ દર્શાવી છે. ઉપરાંત તત્કાલીન "હિન્દ અને ઇંગ્લેંડની તુલનામાં સુધારક કરસનદાસની હેતુલક્ષિતા પણ સકળાયેલી જોવા મળે છે. નિરૂપણની રાચકતા ને રસિકતા એનુ જમા પાસુ છે. ઇંગ્લેંડનાં વિખ્યાત થાનાં રંગીન ચિત્રો આ ગ્રંથનું એક વિશેષ આક્રણ છે. આ ગ્રંથનું, કરસનદાસની સાહિત્યપ્રવૃત્તિના શિરમોર ગ્રંથ રૂપે એટલું જ ગુજરાતી પ્રવાસસાહિત્યની વિશિષ્ટ કૃતિ તરીકે, આગવું મૂલ્ય છે. મરાઠીમાં એનો અનુવાદ પણ થયેલા છે.
,
“ કલાપીના કેકારવ : કલાપીની ૧૮૯૨થી ૧૯૦૦ સુધીની ૨૫૦ જેટલી રચનાઓને સમાવતા સંગ્રહ. કલાપીના અવસાન પછી, ૧૯૦૩માં કાન્તને હાથે એનું સૈા પ્રથમ સ ંપાદન-પ્રકાશન થયું એ પૂર્વે ૧૮૯૬માં કલાપીએ પોતે મધુકરના ગુ ંજારવ' નામે, ત્યાં સુધીનાં સર્વાં કાવ્યો · મિત્ર મંડળ કાજે તથા પ્રસગે-નિમિત્ત ભેટસાગાદ તરીકે આપવા ’ માટે પ્રકાશિત કરવાની યેાજના કરેલી પણ એ કામ અવસાનપર્યંત પૂરું પાડી ન શકાયેલું. ૧૯૩૧માં કલાપીના ખીજા મિત્ર, જગન્નાથ ત્રિપાડી(‘સાગર') એકાન્તઆવૃત્તિમાં ન છપાયેલાં ૩૪ કાવ્યાને સમાર્નીને ૨૪૯ કાવ્યોની સધિત ને સટિપ્પણ આવૃત્તિ પ્રસિદ્ધ કરી, સ્વતંત્ર મુદ્રિત ‘હમીરજી ગોહેલ’ પણ એમાં