________________
૨૮ પાઠક, રામનારાયણ વિશ્વનાથ પોતીકા પ્રયોગ કરનાર “શેષ'ની કવિતા સભાન ઘડતરનું પરિણામ હોઈ કાવ્યજ્ઞની કવિતા” તરીકે ઓળખાઈ છે. “શેષ' ગાંધીયુગને અનુરૂપ જીવનની મંગલતાનું ગંભીર ગાન કરે છે, તે સાથે હાસ્યકટાક્ષવિનદની રચનાઓ આપે છે, પ્રસન્ન દામ્પત્યનાં રસિકચાતુર્યભર્યા સંવાદો રચે છે તે સાથે વિરહના શાંત કરુણ સૂરો પણ રેલાવે છે, સ્વભાવતિ સમાં વાસ્તવચિત્રણ કરે છે તેમ ઉપમાચિત્રોની કલ્પનારંગી શૈલી પણ યોજે છે, સૂક્ષ્મ ચિંતનાત્મક્તાની સાથે ઊંડી ભાવાદ્ધતા વ્યક્ત કરે છે અને આ રીતે કવિતામાં પોતાની આગવી મુદ્રા અંક્તિ કરે છે. “શેષનાં કાવ્યોની ૧૭ રચનાઓ ઉપરાંત બીજાં ૪૦ કાવ્યોને સમાવતે મરણોત્તર સંગ્રહ “વિશેષ કાવ્ય' (૧૯૫૯) શેષ'ની સર્વ લાક્ષણિકતાઓ જાળવી રાખવા સાથે ‘તુકારામનું સ્વર્ગ રહણ જેવા ખંડકાવ્યના નૂતન પ્રયોગને કારણે ધ્યાનાર્હ બને છે.
કવિતાની જેમ વાર્તામાં પણ પ્રયોગશીલતા દાખવનાર રામનારાયણનું વાર્તાક્ષેત્રે ઐતિહાસિક પ્રદાન છે. ૧૯૨૩ લગભગથી “દ્વિરેફ'ના નામે વાર્તા લખતા થયેલા અને ત્રણ સંગ્રહમાં કુલ ૪૦ વાર્તા આપનાર રામનારાયણને. પ્રથમ વાર્તાસંગ્રહ “દ્વિરેફની વાતે ભા. ૧' (૧૯૨૮) ધૂમકેતુના તણખામંડળ-૧' (૧૯૨૬)ની સાથે ગુજરાતી ટૂંકી વાર્તાના સ્વરૂપની દઢ ભૂમિકા રચી આપી એક મહત્ત્વનું સીમાચિહ્ન બની રહે છે. બહુધા ૧૯૪૧ સુધી વાતાં લખતા રહેલા રામનારાયણના પછીના સંગ્રહો છે “દ્વિરેફની વાતો ભા. ૨ ' (૧૯૩૫) અને દ્વિરેફની વાતે ભા. ૩' (૧૯૪૨; સંવર્ધિત ત્રીજી આવૃત્તિ, ૧૯૬૧). પોતાની રચનાઓને “વાતો” તરીકે ઓળખાવી લેખકે કેયડાઓ, કિસ્સાઓ, દષ્ટાંતે, પરિસ્થિતિ ચિત્રણો આદિને સમાવી લેવાની અને ગદ્યકાવ્યની શૈલીથી માંડીને “દશ્યશૈલી' (નાટયાત્મક રચના) સુધીની જાતભાતની કથનરીતિને પ્રત્યે જવાની મોકળાશ મેળવી લીધી છે તે નોંધપાત્ર છે. વિશાળ જીવનમાં શોધેલાં અનેકવિધ માનવપરિસ્થિતિઓ અને જીવનમર્મો, પરિસ્થિતિનું વાસ્તવનિ ને વીગતપૂર્ણ આકલન, મનોવૈજ્ઞાનિક અભિગમ તથા વાર્તાનું આવેગરહિત ઘડતર એ દ્વિરેફની વાર્તાકાર તરીકેની લાક્ષણિકતાઓ છે અને મુકુન્દરાય', 'ખેમી' જેવી એમની કેટલીક વાર્તાઓ ભારે પ્રભાવક બનેલી છે.
રામનારાયણનું નાટય સર્જન વિદ્યાર્થીઓને ભજવવા માટેની કૃતિઓ પૂરી પાડવા માટે થયેલું હોઈ કેવળ પ્રાસંગિક છે. અનુવાદિત નાટયરચનાઓ. અને નાટયાંશને પણ સમાવતા મરણોત્તર સંગ્રહ “કુલાંગાર અને બીજી કૃતિઓ' (૧૯૫૯)માં અનુક્રમે સામાજિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યા લઈને