________________
૨૬ પાઠક રામનારાયણ વિશ્વના સાંપડેલી હોય છે. કાવ્યની શક્તિ” એ લેખમાં પિતાનાં મૂળભૂત સર્વ પ્રતિપાદને રજૂ કરી દેતે અને અન્ય લેખોમાં વિસ્તરતે રહેલે રામનારાયણ સાહિત્યતત્ત્વવિચાર સાહિત્યમાં ઊમિ કે વિચારનું એકાન્તિક મહત્વ કરવાને સ્થાને “લાગણીમય વિચાર” કે “રહસ્ય’ને કેન્દ્રરૂપે સ્થાપે છે અને એમાં સાહિત્યની એક કલા તરીકેની સ્વાયત્તતાના સ્વીકાર સાથે જીવન, સત્ય, નીતિ વગેરે સાથેના એના સંબંધોની માર્મિક છણાવી છે. રામનારાયણની વિવેચનામાં કાવ્યની રચનાથી માંડીને સાહિત્યકૃતિની સમગ્ર આકૃતિની તપાસ છે, ખંડકાવ્યાદિ સાહિત્યપ્રકારોની દ્યોતક વિચારણા છે અને જીવન ને ઈતિહાસના વિશાળ સંદર્ભમાં થયેલું સાહિત્યચિંતન પણ છે. રામનારાયણે સંસ્કૃત કાવ્યવિચારને સવિશેષપણે ઝીલ્યો છે અને એને આજના સંદર્ભમાં નવેસરથી ઘટાવી એની ઉપયુક્તતા સ્થાપિત કરી છે. પણ યુરોપીય કાવ્યવિચારને લાભ લેવાનું એ ચૂકયા નથી. પ્રમાણશાસ્ત્રી રામનારાયણનું વિવેચન, તર્કની ઝીણવટ છતાં સમુચિત દષ્ટાતના વિનિયોગથી ને પારદર્શક ગદ્યશૈલીથી સદ્યોગમ્ય બને છે.
રામનારાયણે ઘણું સંપાદનમાં પણ ઉપધાત કે ટિપ્પણ રૂપે પ્રત્યક્ષ વિવેચન કર્યું છે. પૂર્વાલાપ'ની ટિપ્પણુ આવૃત્તિ, ઉમાશંકર જોશી સાથે સંપાદિત કરેલા આનંદશંકર ધ્રુવના કાવ્યતત્ત્વવિચાર' (૧૯૩૯), સાહિત્ય વિચાર' (૧૯૪૨), “દિગ્દર્શન' (૧૯૪૨) “વિચાર માધુરી : ૧” (૧૯૪૬) એ ગ્રંથે, પિતે સંપાદિત કરેલ આનંદશંકર ધ્રુવના ‘આપણે ધર્મની ત્રીજી આવૃત્તિ (૧૯૪૨) તથા ગોવર્ધન પંચાલ સાથે સંપાદિત કરેલ “રાસ અને ગરબા' (૧૯૫૪)માં રામનારાયણના નાના યા મોટા ઉપદ્યાત છે. નરસિંહ મહેતાને નામે ચડેલા “ગોવિંદગમન’નું નરહરિ પરીખ સાથે કરેલું સટીક સંપાદન (૧૯૨૩) પાઠ્યક્રમની જરૂરિયાતને વશ વતીને થયેલું, પરંતુ એવા જ હેતુથી થયેલાં “કાવ્યસમુચ્ચય ભાગ, ૧ અને ૨' (સટીક, ૧૯૨૪) તથા “કાવ્યપરિચય ભા. ૧ અને ૨' (નગીનદાસ પારેખ સાથે, ૧૯૨૮)નાં સંપાદને ગુજરાતી કવિતાના ચક્કસ દષ્ટિપૂર્વકના સંચય લેખે લાંબો સમય ઉપયોગી નીવડેલાં. આ સિવાય પણ રામનારાયણે અન્યની સાથે કેટલાંક શાલેય વગેરે સંકલને કર્યા છે.
મમ્મટત “કાવ્યપ્રકાશ : ઉલ્લાસ ૧ થી ૬ને રસિકલાલ પરીખ સાથે કરેલો અનુવાદ (૧૯૨૪) એક પ્રમાણભૂત ને પ્રાસાદિક અનુવાદ લેખે તેમ જ
ડી પણ ચાવીરૂપ પરિભાષા આદિને સ્કૂટ કરી આપતાં ટિપણેને કારણે ચોક્કસ મૂલ્ય ધરાવે છે અને લેખકેની સંસ્કૃત કાવ્યશાસ્ત્રની સજજતાને પ્રગટ કરે છે.