Book Title: Gujarati Sahitya Kosh
Author(s): Gujarati Sahitya Parishad
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 25
________________ ૨૪ પાઠક, રામનારાયણ વિશ્વનાથ કરેલે, પણ પત્નીના અકાળ અવસાન પછી ૧૯૧૯ના અંતે ટાઇફોઇડની -માંદગી નિમિત્તે વકીલાત આટોપી લીધી. ૧૯૨માં ઇન્દુલાલ યાજ્ઞિકના 'નિમંત્રણથી ગુજરાત કેળવણી મંડળમાં જોડાઈ જે. એલ. ન્યૂ ઇગ્લિશ સ્કૂલનું આચાર્યપદ સંભાળ્યું, પરંતુ ગાંધીજીના અસહકારના આંદોલનનાં મંડાણ થતાં, શાળા છોડી ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ૧૯૨૮ સુધી વિવિધ વિદ્યાશાખાઓના તેજસ્વી વિદ્વાનોના સંપર્કમાં પ્રમાણુશાસ્ત્ર અને ભાષા-સાહિત્યના અધ્યાપક તરીકે કામ કર્યું. ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપક તરીકે તેમ જ “પ્રસ્થાન' માસિકના તંત્રીપદ (૧૯૨૫-૧૯૩૭) દ્વારા રામનારાયણ ગુજરાતની નવી સાહિત્યકાર પેઢીના એવા માર્ગદર્શક બન્યા કે એ ગાંધીયુગના સાહિત્યગુરુ' તરીકે ઓળખાયા. વિદ્યાપીઠ છોડ્યા પછી “પ્રસ્થાન'ની નિઃશુલ્ક સેવા કરતા રામનારાયણે ખાનગી ટયૂશનેથી આજીવિકા ચલાવી ને ગાંધીજીના વિવિધ સત્યાગ્રહમાં ભાગ લઈ, એક વખત જેલ પણ વેઠી. રામનારાયણ ૧૯૩૫માં મુંબઈની એસ.એન. ડી. ટી. યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા તે પછી ૧૯૫ર સુધી અમદાવાદની એલ. ડી. આર્ટસ કોલેજ તથા ગૂજરાત વિદ્યાપીઠ, મુંબઈની ભવન્સ કોલેજ તથા ભારતીય વિદ્યાભવન એ સંસ્થાઓમાં જુદે જુદે સમયે સેવા આપતા રહ્યા. ૧૯૫૩માં આકાશવાણી મુંબઈના સલાહકાર નિમાયા ત્યારથી મૃત્યુપર્યત એ કામ સંભાળ્યું. કુટુંબમાંથી કાવ્યસંસ્કાર પ્રાપ્ત કરનાર ને વિદ્યાભ્યાસે તત્ત્વવિદ્ રામનારાયણ કલા તેમ જ શાસ્ત્ર ઉભય ક્ષેત્રની પ્રતિભા ધરાવતા હતા. પરંતુ ગુજરાતી સાહિત્યમાં એ વિવેચક તરીકે વધુ પ્રતિષ્ઠિત છે અને તેમની સાહિત્યિક કારકિર્દી પણ ૧૯૨૧-૨૨માં લખાયેલા અને ૧૯૨૨માં “સાબરમતી'ના પહેલા અંકમાં પ્રસિદ્ધ થયેલા “કવિ બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાનાં કાવ્ય' એ વિવેચનલેખથી અને એ જ અરસામાં “યુગધર્મ'માં લખાયેલાં અવલકથી આરંભાય છે. “અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય' (૧૯૩૩), નર્મદાશંકર કવિ' (૧૯૩૬)ને સમાવી લેતે “નર્મદ : અર્વાચીન ગદ્યપદ્યને આદ્ય પ્રણેતા' (૧૯૪૫), “અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો' (૧૯૩૮), કાવ્યના શક્તિ' (૧૯૩૯), “સાહિત્યવિમર્શ' (૧૯૩૯), “આલોચના' (૧૯૪૪), સાહિત્યલેક' (૧૯૫૪), “નભોવિહાર' (૧૯૬૧) અને ‘આકલન' (૧૯૬૪) એ ગ્રંથમાં સંઘરાયેલા લેખો દર્શાવે છે કે રામનારાયણનું ઘણું ગ્રંથાવલોકનકાર્ય જેમ “યુગધર્મ' અને “પ્રસ્થાન'ને નિમિત્તે થયું છે તેમ અન્ય કેટલુંક વિવેચનકાર્ય વ્યાખ્યાને ને સંપાદનને નિમિત્તે થયું છે. આમાંથી - “અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’, ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો' અને

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38