________________
૨૨ નીલકંઠ, મહીપતરામ રૂપરામ
અમદાવાદની માધ્યમિક શાળાના મુખ્ય શિક્ષક ને એ પછી નિરીક્ષક બન્યા એ -દરમ્યાન ૧૮૫૯માં “હોપ વાચનમાળા” સમિતિના સભ્ય તરીકે પસંદગી પામેલા મહીપતરામને ટ્રેનિંગ કોલેજોને અનુભવ લેવા સરકારે ૧૮૬૦માં ઈંગ્લેંડ મોકલ્યા. ત્યાંથી આવીને ૧૮૬૧થી અમદાવાદની છે. રા. ટ્રેનિંગ કોલેજના નિવૃત્તિપર્યત આચાર્ય રહ્યા.
છેક ૧૮૫૦માં પરહેજગાર” નામના પત્રનું સંપાદન કરી ચૂકેલ મહીપતરામે ૧૮૬૨થી કેટલાંક વર્ષો સુધી ગુજરાત શાળાપત્ર'ના સંપાદક તરીકે રહી મહત્ત્વની કામગીરી બજાવેલી. ૧૮૮૫માં એમને સી. આઈ. ઈને સરકારી ઈલકાબ મળેલ. “પ્રાર્થના સમાજ” અને “ગુજરાત વર્નાક્યુલર સોસાયટી” જેવી અનેક સંસ્થાઓમાં મંત્રી ને પ્રમુખ તરીકે તેમ જ સક્રિય કાર્યકર તરીકે ને અમદાવાદ મ્યુનિસિપાલિટીના કમિશનર અને ચૅરમેન તરીકે પણ એમણે સેવાઓ આપેલી. અવસાન અમદાવાદમાં.
ગુજરાતી સાહિત્યને પ્રથમ પ્રવાસગ્રંથ ગણાયેલી એમની કૃતિ “ઈંગ્લાંડની મુસાફરીનું વર્ણન' (૧૮૬૨)માં ઇંગ્લેંડનાં પ્રસિદ્ધ સ્થળોના પરિચય ઉપરાંત ત્યાંની તત્કાલીન રાજકીય-સામાજિક-શૈક્ષણિક સ્થિતિનું મુગ્ધ પ્રશંસામૂલક આલેખન થયેલું જોવા મળે છે. ઉત્તમ પળ કરસનદાસ મૂળજી' (૧૮૭૭) સમાનધર્મા મિત્ર કરસનદાસના જાહેરજીવનને મૂલવતું, નર્મ-મર્મની ચમક વાળું, સરળ અને રસભરી શૈલી ધરાવતું ગુજરાતી સાહિત્યનું નોંધપાત્ર ચરિત્ર છે. “મહેતાજી દુર્ગારામ મંછારામ ચરિત્ર' (૧૮૭૯)ની પ્રધાન સામગ્રી દુર્ગારામની રોજનીશી હોવા છતાં મહેતાજીનું ચરિત્ર ઊભું થાય એવી મૂલ્યાંકનરીતિ એમણે પ્રજી છે. “પાર્વતીકુંવર આખ્યાન' (બીજી આ. ૧૮૮૧) પત્નીનું ગુણદશી ચરિત્ર આલેખતી ગદ્યકૃતિ છે. “અકબરચરિત્ર' (બીજી આ. ૧૮૮૭) એમનું ઇતિહાસવિષયક ચરિત્ર છે. | ગુજરાતી સાહિત્યની પ્રારંભકાળની, પ્રાથમિક સ્વરૂપની, પણ ઐતિહાસિક - દષ્ટિએ મહત્ત્વની, મહીપતરામની ત્રણ નવલકથાઓમાંથી “સાસુવહુની લડાઈ (૧૮૬૬)માં હિન્દુ કુટુંબજીવનનાં પાત્રો, એમના સ્વભાવ અને પ્રસંગેનું - હાસ્યની છાંટવાળું નિરૂપણ છે. તત્કાલીન લગ્નગીતો અને દંતકથાઓને વિનિયોગ સાધતી એમની બને ઐતિહાસિક નવલકથાઓ “સધરા જેસંગ” (૧૮૮૦) અને “વનરાજ ચાવડો' (૧૮૮૧) કેવળ પ્રસંગ વર્ણને આપતી કથાઓ જેવી છે. પોતાની લાંબી પ્રસ્તાવનામાં લેકલાના એક સ્વરૂપ લેખે • ભવાઈની પુનઃસ્થાપનાની ઇચ્છા વ્યક્ત કરતા મહીપતરામે આપેલ, ભવાઈને