Book Title: Gujarati Sahitya Kosh
Author(s): Gujarati Sahitya Parishad
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 24
________________ પાઠક, રામનારાયણ વિશ્વનાથ રે ઓગણીસ વેશેને, સર્વપ્રથમ સંકલનરૂપ “ભવાઈસંગ્રહ' એમની અગત્યની સાહિત્યસેવા છે. કોલંબસ, ગેલેલીઓ, ન્યૂટન વગેરેનાં જીવનવૃત્તાંત નિરૂપતું ચરિત્રનિરૂપણ” (૧૮૫૬) તથા નાનાભાઈ હરિદાસ સાથે મળીને એમણે કરેલું ચૅમ્બરના પુસ્તકનું ભાષાન્તર બોધક છે. “ગુજરાતી ભાષાનું નવું વ્યાકરણ (૧૮૮૩) અને “વ્યુત્પત્તિપ્રકાશ' (૧૮૮૯) એ શાળોપયોગી ગ્રંથ છે. આ ઉપરાંત, શિક્ષણ, ભૂગોળ, ખગોળ, ભૂસ્તરવિદ્યા, વિજ્ઞાન, વૈદક આદિ વિષય. ઉપરનાં એમનાં પુસ્તક પૈકી મોટા ભાગનાં ભાષાંતરિતને વિદ્યાથી ઉપયોગી છે. સંદર્ભ : ૧. ગત શતકનું સાહિત્ય, વિજયરાય ક. વૈદ્ય, ૧૯૫૯; ૨. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ : ૩, સં. ઉમાશંકર જોશી વગેરે, ૧૯૭૮; ૩. ગુજરાતી સાહિત્યની રૂપરેખા : ૨, વિજયરાય ક. વૈદ્ય, ૧૯૬૭ સંવર્ધિત આ.; ૪. ગ્રંથ અને ગ્રંથકાર : સં. હીરાલાલ ત્રિ. પારેખ, ૧૯૩૭; ૫. ભવાઈ (અંગ્રેજીમાં), સુધા આર. દેસાઈ ૧૯૭૨; ૬. સાડીના સાહિત્યનું દિગ્દર્શન, ડાહ્યાભાઈ પી. દેરાસરી, ૧૯૧૧. પાઠક, રામનારાયણ વિશ્વનાથ, “દ્વિરેફ', “શેષ”, “વૈરવિહારી” જિ. ૮-૪-૧૮૮૭ – અવ. ૨૧-૮-૧૯૫૫): વિવેચક, વાર્તાકાર, કવિ, નિબંધકાર, પિંગળશાસ્ત્રી. જન્મ ગાણોલ (તા. ધોળકા)માં પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં. પિતા વિશ્વનાથ સદારામ પાઠક સંસ્કૃતના વિદ્વાન હતા અને કેટલીક ધાર્મિક કૃતિઓના અનુવાદ તેમણે કરેલા. માતા આદિત્યબાઈ. પ્રથમ પત્ની મણિગૌરીનું ઈ. ૧૯૧૮માં અવસાન થયા પછી લાંબો સમય વિધુરાવસ્થા ભોગવી ઈ.૧૯૪૫માં યુવાન શિષ્યા હીરા (ક. મહેતા) સાથે લગ્ન કર્યું, જે ઘટનાએ તત્કાળ થોડો સંભ જન્માવેલ. પણ પછી આ લગ્ન વિરલ દામ્પત્યને નમૂને બની રહ્યું. દસ વર્ષના દામ્પત્યને અંતે મુંબઈમાં એમનું અવસાન થયું. શિક્ષકની નોકરી કરતા પિતાની બદલીઓને કારણે રામનારાયણનું પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિવિધ ગામમાં થયું. ઉચ્ચ શિક્ષણ પણ ભાવનગર તેમ જ મુંબઈમાં. મુંબઈમાંથી તર્કશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર સાથે બી. એ. (૧૯૦૮). વિદ્યાકીય ક્ષેત્રમાં કામ કરવાની ભાવના છતાં સરકારી નોકરી ન કરવાના સંકલ્પને કારણે મુંબઈમાં એલએલ. બી. થયા (૧૯૧૧). અમદાવાદ આવી વકીલાત શરૂ કરી પણ ક્ષયરોગનું નિદાન થતાં ટૂંક સમયમાં જ સાદરામાં સ્થિર થયા (૧૯૧૨). પ્રર્યાપ્ત આર્થિક જોગાવાઈ થયે. વકીલાત છેડી શેષ જીવન શિક્ષણ અને સાહિત્યની સેવામાં ગાળવાનો નિર્ણય

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38