Book Title: Gujarati Sahitya Kosh
Author(s): Gujarati Sahitya Parishad
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 26
________________ પાઠક, રામનારાયણ વિશ્વનાથ ૨૫ નભોવિહાર' ગુજરાતી કાવ્યસાહિત્યની ઐતિહાસિક સમાલોચના આપતા ગ્રંથ તરીકે જુદા તરી આવે છે. ગુજરાતી કવિતાની પદ્યરચનાના ઇતિહાસને તપાસતા. “અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્યમાં ગુજરાત વિદ્યાસભા તરફથી સોંપાયેલાં છ વ્યાખ્યાનોમાંથી ત્રણ વ્યાખ્યાનની સામગ્રી રજૂ થઈ છે તે જોતાં મુંબઈ યુનિવર્સિટીનાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનોને સમાવતા અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો'માં એનું અનુસંધાન જોઈ શકાય. કાવ્ય સમુચ્ચય ભાગ : ૨' (૧૯૨૪)ની ભૂમિકા રૂપે કવિઓના વ્યક્તિગત પ્રદાનને અનુલક્ષીને જે પરિચયાત્મક ઇતિહાસ અપાયો હતો, તેનાથી વિવિધ પાસાંઓને અનુલક્ષીને પ્રવાહદર્શન ને વિકાસ નિરૂપણની રીતે થયેલું આ આલેખન આગળ જાય છે અને રામનારાયણની સમગ્રદર્શનની એક વિશેષ શક્તિ પ્રગટ કરે છે. “નભોવિહારમાં મધ્યકાળને સર્જકલક્ષી અને અર્વાચીનકાળને સ્વરૂપલક્ષી પરિચય છે તે આકાશવાણી વાર્તાલાપની સરળતા ને લોકગમ્યતા છતાં ઘણું નોંધપાત્ર નિરીક્ષણ પણ ગૂંથી લે છે. સુરત અને મુંબઈ ખાતે અપાયેલાં બે વ્યાખ્યાનેને સમાવતો “નર્મદઃ અર્વાચીન ગદ્યપદ્યને આદ્ય પ્રણેતા' એ ગ્રંથ ઈતિહાસલક્ષી દૃષ્ટિએ અને બારીકાઈથી થયેલા સર્જકઅભ્યાસના નમૂનારૂપ છે. પૂર્વાલાપ'ના સંપાદન(૧૯૨૬)માં મુકાયેલા કાન્ત અને તેની કવિતાના સઘન અભ્યાસ પછીને આ પ્રયત્ન એની સર્વગ્રાહિતાથી ધ્યાન ખેંચનાર બને છે. કાવ્યની શક્તિ” અને “સાહિત્યવિમર્શ'માં અન્ય લેખોની સાથે “યુગધર્મ'. પ્રસ્થાન' નિમિત્ત થયેલાં ગ્રંથાવલેકને સંઘરાયાં છે તે સંક્ષિપ્ત છતાં કૃતિના હાઈને પ્રગટ કરનારાં છે અને રામનારાયણને સજતા સાહિત્ય સાથેને સહૃદયતા ને સૂઝભર્યો સંબંધ સૂચવે છે. આ ઉપરાંત પણ એમણે કૃતિસમીક્ષાઓ આપી છે, જેમાંથી “નળાખ્યાન', “સરસ્વતીચંદ્ર', “રાઈને પર્વત', “આપણે ધર્મ,” વિશ્વગીતા' વગેરે વિશેના સર્વાગી અભ્યાસ રજૂ કરતા નિબંધે રામનારાયણની મૌલિક વિવેચનદષ્ટિથી ખાસ લક્ષ ખેંચે છે. “શરદસમીક્ષા' (૧૯૮૦)માં સંઘરાયેલી શરદબાબુની કૃતિઓના અનુવાદોની તથા રવીન્દ્રનાથની કૃતિઓના અનુવાદોની પણ, રામનારાયણે લખેલી પ્રસ્તાવનાઓ ઈતર ભાષાની કૃતિઓની સમીક્ષા તરીકે ધ્યાનાર્હ છે. કાવ્યપરિશીલન'(૧૯૬૫)માં એમના કેટલાક વિદ્યાથીભોગ્ય આસ્વાદ પણ ગ્રંથસ્થ થયા છે. રામનારાયણનું પ્રવાહદર્શન, સર્જક-અભ્યાસ, કૃતિસમીક્ષા કે પ્રત્યક્ષ વિવેચનની નાનકડી નોંધ પણ કઈ રીતે કશોક નો પ્રકાશ પાડનાર હોય છે. કેમકે રામનારાયણના પ્રત્યક્ષ વિવેચનને પ્રગટ યા પરોક્ષ તત્ત્વવિચારની ભૂમિકા

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38