Book Title: Gujarati Sahitya Kosh
Author(s): Gujarati Sahitya Parishad
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 14
________________ કલાપી” ૧ સાહિત્યિક કારકિર્દી સ્થગિત થઈ ગયેલી હતી. ૧૯૩૫માં “રાસગંજલિ નામક ગરબાસંગ્રહ તથા “શાકુન્તલને પાત્રનામ, પ્રસંગે વગેરેના ફેરફાર વડે અર્વાચીન સમયમાં ઢાળીને તૈયાર કરેલું રસલક્ષી રૂપાંતર “શકુન્તલા રસદર્શન' પ્રગટ થાય છે. પણ એ માત્ર ક્ષણિક ઝબકાર નીવડે છે અને બટુભાઈને તારે ગુજરાતી સાહિત્યાકાશમાં ઝળકતે રહેતા નથી. ૧૯૩૭માં કીર્તિદાને કમળના પત્રો' પ્રકાશિત થાય છે, પણ એ ૧૯૨૪-૨૫માં માનસી'માં લખાયેલી લેખમાળા છે. મુનશીના “ગુજરાત ઍન્ડ ઇટ્રસ લિટરેચરની સમીક્ષા નિમિત્તે આ ગ્રંથમાં ગુજરાતી સાહિત્યની સિદ્ધિઅસિદ્ધિઓનું રસાળ ને રમતિયાળ પત્રશૈલીએ મર્મગ્રાહી અવલોકન રજૂ થયું છે, જે અરૂઢ વિવેચનને એક લાક્ષણિક નમૂને બની રહે છે. બટુભાઈની કેટલીક સામગ્રી ગ્રંથસ્થ થવી બાકી છે તેમાં ૧૯૨૬માં “આપણા કેટલાક મહાજન' એ શીર્ષકથી “ગુજરાતમાં પ્રગટ થયેલ અગ્રગણ્ય ગુજરાતીઓનાં નિજી દષ્ટિનાં ને નિખાલસ રેખાચિત્રો, ૧૯૨૬-૨૭માં “સુવર્ણ માલામાં પ્રગટ થયેલ “મધુસૂદન” નામે અધૂરી નવલકથા તથા પ્રકીર્ણ લેખોને નિર્દેશ કરે. જોઈએ. સંદર્ભ : ૧. એકાંકી અને ગુજરાતી એકાંકી, સં. જયંત કોઠારી, ૧૯૮૦; ૨. ગ્રંથ અને ગ્રંથકાર : ૧, સં. હીરાલાલ ત્રિ. પારેખ. ૧૯૩૦; ૩. બટુભાઈનાં નાટક, સં. અનંતરાય રાવળ, ૧૯૫૧, – “આ નાટક” નામક પ્રસ્તાવનાલેખ; ૪. માનસી, સપ્ટે. ૧૯૫૦. - કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (જ. ૨૬-૧-૧૮૭૪ – અવ. ૯-૬-૧૯૦૦): કવિ અને ગદ્યકાર. લાઠી (જિ. અમરેલી)ના રાજકુટુંબમાં જન્મ. માતાનું નામ રામબા. ૧૮૮૨થી ૧૮૯૦ સુધી રાજકેટની રાજકુમાર કોલેજમાં પ્રાથમિક શિક્ષણ, જે આંખોની તકલીફ, રાજકીય ખટપટો ને કૌટુંબિક કલેશોને કારણે એ વખતના અંગ્રેજી પાંચમાં ધોરણ આગળ અટકયું. આ દરમ્યાન ૧૮૮૯માં રેહા(કચ્છ)નાં રાજબા (રમા) તથા કેટડા-સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન. પિતા અને મોટાભાઈના અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા સુરસિંહને ૧૮૯૫માં લાઠીસંસ્થાનનું રાજપદ સોંપાયું. રમા સાથે આવેલી ખવાસ જાતિની દાસી મેંઘી (પછીથી શોભના) પર ઢળેલી વત્સલતા, એને કેળવવા જતાં સધાયેલી નિકટતાને કારણે, ગાઢ પ્રીતિમાં પરિણમી અને કલાપીના આંતરબાહ્ય જીવનમાં મેટ ખળભળાટ મચી ગયે. ઘણા સાંસારિક, માનસિક, વૈચારિક સંઘર્ષોને અંતે

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38