Book Title: Gujarati Sahitya Kosh
Author(s): Gujarati Sahitya Parishad
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 17
________________ ૧૩ • કલાપી’ ખળ ને વિચારના તણખા નોંધપાત્ર છે. ચિંતનાત્મક વસ્તુને સંવાદોની છટામાં મૂકી આપતા ગદ્યનુ એમાં એક લાક્ષણિક રૂપ ઊપસે છે. ‘સ્વીડનખા'નો ધ'વિચાર ' મૂળ કાન્તને ઉદ્દેશીને લખાયેલા લાંબા ગ ંભીર પત્ર છે. કલાપીની ચિ ંતનક્ષમતાનો એમાં સારા પરિચય મળી રહે છે. , સાહિત્યકાર મિત્રો, સ્નેહીઓ તથા કુટુંબીજનો પર કલાપીએ લખેલા ૬૭૯ પત્રો ‘કલાપીના ૧૪૪ પત્રો' (સં. મુનિકુમાર ભટ્ટ, ૧૯૨૫) અને ‘કલાપીની પત્રધારા' (સ. જોરાવરસિ ંહજી સુરસિંહજી ગોહિલ, ૧૯૩૧)માં ગ્રંથસ્થ થયા છે, તે સિવાય ‘કૌમુદી' વગેરેમાં પ્રકાશિત, કેટલાક પ્રથામાં આંશિક રૂપે ઉષ્કૃત તે આજ સુધી અપ્રગટ અનેક પત્રો ગ્રંથસ્થ થવા ખાકી છે. પત્રોમાં કલાપીનુ નિર્દભ, નિખાલસ તે ઊર્મિલ વ્યક્તિત્વ ઊપસે છે તે ઉપરાંત એમના જીવનકાર્ય, સાહિત્યસાધના ને ચિ ંતનશીલતાનો પરિચય પણ મળે છે. આ પત્રો રોચક અને અવારનવાર વેધક બનતી ગદ્યશૈલીની દૃષ્ટિએ પણ ધ્યાન ખેંચે છે. Ο સ્વીડનબોગીય ચિ ંતનના આકર્ષણને લીધે, એમની ધાર્મિક માન્યતાએના કાંઈક પ્રચાર જેવી, જેમ્સ સ્પિલિંગની એ અંગ્રેજી નવલકથાઓનાં રૂપાંતર કલાપીએ કરેલાં. ‘Wreath and the ring'નું ‘કાન્તનો દિનચર્યાલેખ' નામે, મે ૧૯૦૦માં કરેલું રૂપાંતર ૧૯૧૨માં કાન્તે ‘માળા અને મુદ્રિકા ' નામે પ્રકાશિત કરેલું. એ જ ગાળામાં આર ભેલું બાજી નવલકથા· Charies Robinson 'નું એક આત્માના ઇતિહાસનું એક સ્વરૂપ' નામે રૂપાન્તર કલાપી પૂરું કરી શકેલા નહીં. એને રમણીકલાલ દલાલ પાસે પૂરું કરાવી ૧૯૩૩માં રમણીક મહેતાએ ‘નારીહૃદય’ નામથી પ્રગટ કરેલું. કોઈ સાહિત્યરસથી નહીં પણ ધ શ્રદ્ધાર્થી પ્રેરાઈ ને કલાપીએ કરેલાં આ રૂપાન્તરનું ગદ્ય પ્રાસાદિક છે. લાપી નિયમિતપણે અંગત ડાયરી લખતા હોવાના તથા ૧૮૯૭ આસપાસ એમણે આત્મકથા લખવાનું આરંભ્યાના નિર્દેશ મળે છે પણ એમના અવસાન પછી આ બંને પ્રકારનાં લખાણા કયાંયથી પ્રાપ્ત થયાં નથી. સંદ` : ૧. કલાપી, નવલરામ જ. ત્રિવેદી, ૧૯૪૪; ૨. કલાપી અને સચિત્, રમેશ મ, શુકલ, ૧૯૮૧; ૩. કલાપી – એક અધ્યયન, ઇન્દ્રવદન કા. દવે, ૧૯૬૯; ૪. કલાપીદન, સં. ધનવંત શાહ, ગુ ંજન અરવળિયા, ૧૯૭૫; ] ૫. અર્વાચીન કવિતા, સુન્દરમ, ૧૯૪૬; ૬. કલાપીનો કાવ્યકલાપ, સ અંતરાય રાવળ, ૧૯૫૪ – પ્રસ્તાવનાલેખ.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38