________________
૧૧ ઉમરવાડિયા, બટુભાઈ લાલભાઈ
ગુજરાતીને તથા કૌમુદી' વગેરે અન્ય સામયિકને પણ સુન્દરરામ ત્રિપાઠી, કિશોરીલાલ શર્મા, હરરાય ત્રિવેદી, કમળ, બિન્દુ, સનત વગેરે છઘનામેઉપનામોને ઉપયોગ કરીને, આપેલ અને સર્જન-વિવેચનના કેટલાક પ્રથા પણ એમાં કરેલા.
આ પ્રયોગોનું એક પરિણામ તે વાતનું વન' નામે વાર્તાસંગ્રહ (૧૯૨૪). શીર્ષક સૂચવે છે તેમ આ સંગ્રહમાં ઠીકઠીક રીતિભેદ દર્શાવતી ને અણુધડ પણ રહી ગયેલી વાર્તારચનાઓ છે ને એક એકાંકી નાટક તથા એક અંગત નિબંધ પણ છે. આ કૃતિઓમાં બટુભાઈની વિલક્ષણ વિચારસૃષ્ટિને પ્રભાવ છે. પરંતુ એને વધારે કલાત્મક ને સબળ અભિવ્યક્તિ સાંપડી છે એમનાં એકાંકી નાટકમાં. ૧૯૨૨માં લખાયેલા એમના પહેલા ધ્યાન ખેંચતા નાટક જોમહર્ષિણીને સમાવતે “મસ્યગંધા અને ગાંગેય તથા બીજાં ચાર નાટકો' (૧૯૨૫) અને “માલાદેવી અને બીજાં નાટકો' (૧૯૨૭) એ નાટટ્યસંગ્રહે પછી બટુભાઈએ “શૈવાલિની અને બીજાં નાટકો' એ નામે સંગ્રહ કરવા વિચારેલું, પણ એ થઈ શક્યું નહીં અને ૧૯૨માં લખાયેલા છેલ્લા નાટક “શૈવલિની'ને બટુભાઈનાં પસંદ કરેલાં નાટકના મરણોત્તર સંગ્રહ “બટુભાઈનાં નાટકો' (સં. અનંતરાય રાવળ, ૧૫૧)માં જ સમાવવાનું થયું. “મસ્યગંધા અને ગાંગેય તથા બીજા ચાર નાટકોમાંના મહમ્મદ પેગંબર ” એ નાટકને કારણે બટુભાઈને મુસ્લિમોને વિરોધ સહન કરવાને આવ્યું અને સરકારી પ્રતિબંધને કારણે સંગ્રહમાંથી એ નાટક રદ કરી “મનનાં ભૂત” નામે નાટક મૂકવાનું થયું. આધુનિક સમયને અનુરૂપ નવાં મૂલ્યની ખોજમાં ગંભીરપણે પ્રવૃત્ત થયેલા બટુભાઈ પૌરાણિક વિષયને સ્પર્શતા ને પિતાનું નવું અર્થઘટન મૂકતા તે તથા સમાજવ્યવસ્થા પરત્વેના બટુભાઈને કેટલાક ક્રાતિકારક વિચારે પરંપરાગત માનસને આઘાત લગાડનારા નીવડ્યા. છતાં વિચાર એમનાં નાટકનું એક બળવાન પાસું બની રહ્યો. દશ્યબહુલતા તથા સમયવિસ્તારને કારણે એકાંકીમાં અપેક્ષિત સઘનતાની દષ્ટિએ ઊણી ઊતરતી બટુભાઈની આ રચનાઓ પ્રારંભકાળની કેટલીક કચાશ ધરાવે છે છતાં એ કૃતિઓ એના વિચારબળ, વિચારને અનુરૂપ એક નાટયક્ષમ પરિસ્થિતિની સંકલ્પના, દ્યોતક સજીવ પાત્રાલેખન અને વાછટાયુકત સંવાદોથી પોતાનું એક આગવું રૂપ ઘડે છે, જે બટુભાઈને ગુજરાતી નાટકના ઇતિહાસમાં ગૌરવભર્યું સ્થાન અપાવે છે.
. ૧૯૨૮-૨લ્માં બટુભાઈ થોડા સમય માટે જોખ્ખા શુક્લ સાથે “સુદર્શન' સાપ્તાહિકના તંત્રી બનેલા, પરંતુ વસ્તુતઃ આ સમયથી એમની