Book Title: Gujarati Sahitya Kosh
Author(s): Gujarati Sahitya Parishad
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 8
________________ ૩. માતાપિતા અંગેની વિશેષ માહિતી સાહિત્યિક દષ્ટિએ ઉપયોગી જણાય તે સમાવવી. ૪. પત્નીનું નામ અને લગ્નવર્ષ કોઈ રીતે ઉપયોગી બનતાં હોય તે આપવાં. ૫. કર્તાની વ્યાવસાયિક કારકિર્દી વિશે સામાન્ય માહિતી આપવી. ૬. કર્તાના જીવનઘડતરનાં પરિબળો ને પ્રેરક બળોને પણ, આવશ્યક જણાય તે, નિર્દેશ કરવો. ૭. કર્તાને મળેલાં બધા પ્રકારનાં ઇનામેને ઉલ્લેખ બિનજરૂરી ગણ પણ ભારતીય જ્ઞાનપીઠ તથા રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીના પુરસ્કાર અને રણજિતરામ, નર્મદ ને કુમાર – એ ચંદ્રકોની માહિતી સમાવવી; કર્તાને પદ્મશ્રી'નું બહુમાન મળ્યું હોય તે એને તથા એમણે કેઈનોંધપાત્ર સાહિત્ય સંસ્થામાં મહત્ત્વને હોદ્દો / પદ ધરાવ્યો હોય (જેમકે ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ) તે એને ઉલ્લેખ પણ કરવો. સાહિત્યિક કારકિર્દી અને ગ્રંથ ૧. કર્તાની સાહિત્યિક કારકિર્દીની માહિતી સામાન્યપણે સમયાનુક્રમે આપવી પણ એમની સાહિત્યપ્રકારવાર કામગીરીની વીગતે એકસાથે લેવી જરૂરી લાગતી હોય તે ત્યાં સળંગ સમયાનુક્રમ તેડી સાહિત્યપ્રકારવાર (ગ્રંથનાં પ્રકાશનવર્ષ આદિને) સમયાનુકમ સ્વીકારવો. ૨. કર્તાના પ્રથનાં નામ એકવડા અવતરણચિહ્નમાં લખવાં; ગ્રંથનામ પછી તરત, સાદા કોંસમાં પહેલી આવૃત્તિનું પ્રકાશનવર્ષ લખવું; એ પછીની કોઈ આવૃત્તિ નોંધપાત્ર રીતે સંવર્ધિત હોય તે, “સંવર્ધિત આ૦ ” એવા સંક્ષેપથી એ વર્ષ પણ દર્શાવવું. ૩. કર્તાના પ્રકાશિત થયેલા સર્વ મૌલિક ગુજરાતી ગ્રંથની માહિતી કર્તા અધિકરણમાં આપવી પણ નાની પુસ્તિકાઓ, પાઠ્યપુસ્તકે, સંપાદને, અન્ય વિષયનાં પુસ્તક, અનુવાદો, અન્ય ભાષામાં લખેલા ગ્રંથે – એ બધામાંથી મહત્ત્વના પસંદ કરીને એની જ માહિતી / યાદી આપવી. ૪. કર્તાના મૌલિક ગ્રંથમાંથી કૃતિઓ લઈને કતાં દ્વારા કે અન્ય દ્વારા તૈયાર કરાયેલાં સંચય-સંપાદનની ખેંધ, એ કઈ રીતે વિશેષ મહત્ત્વનાં બનતાં હોય તે જ લેવી.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38