Book Title: Gujarati Sahitya Kosh Author(s): Gujarati Sahitya Parishad Publisher: Gujarati Sahitya Parishad View full book textPage 4
________________ પ્રાસ્તાવિક ‘ગુજરાતી સાહિત્યકોશ' ગુજરાતી સાહિત્યના કર્તા-કૃતિ આદિ સ વિષયાની માહિતીને સમાવતા જ્ઞાનકોશ (ઍન્સાયક્લોપીડિયા) રૂપે પ્રકાશિત થશે. મેટ્રિક સાઇઝનાં ૨૦૦૦ ઉપરાંત પૃષ્ઠો તથા ચારેક પ્રથામાં પ્રસિદ્ધ થનાર આ કેશની અધિકરણસામગ્રી આ મુજબના ત્રણ વિભાગોમાં સમાવાશે : (૧) મધ્યકાલીન – ઈ.૧૨મી સદીથી ઈ. ૧૮૫૦ સુધીના ગુજરાતી સાહિત્યના સર્વ જ્ઞાત કર્તા તથા નોંધપાત્ર કૃતિઓ; (૨) અર્વાચીન - ઈ.૧૮૫૦ પછીથી આજ સુધીના – ગુજરાતી સાહિત્યના નોંધપાત્ર સાહિત્યિક ગ્રંથકારો અને મહત્ત્વના સાહિત્યગ્રંથા; (૩) સાહિત્યપ્રકાશ, સાહિત્યિક આંદોલનો, સાહિત્યિક સંજ્ઞા અને સિદ્ધાન્તો, સાહિત્યિક પ્રભાવા અને પરિબળા, સાહિત્યિક પ્રવૃત્તિ અને સાહિત્યસ સ્થા. આ પૈકી વિભાગ : ૧ની સામગ્રીને સમાવતા પહેલા ગ્રંથનાં અધિકરણાનું લેખનકાર્યાં. લગભગ પૂરું થયું છે ને એ અંતિમ સ ંપાદનને તબકે છે. હાલ વિભાગ : ૨ના અધિકરણલેખન માટેની સંદર્ભસામગ્રીનું સૂચીકરણ ધા સમયથી ચાલુ છે તથા હાલમાં કેશકાર્યાલયના વિદ્વાનો દ્વારા અધિકરણલેખનનું કાય પણ આરભાયુ છે. અધિકરણલેખન કોશકાર્યાલયમાં થશે એ ઉપરાંત નિયંત્રિત વિદ્વાન દ્વારા પણ થશે. કોશનાં અધિકરણાનુ સ્થૂળ માળખું તો એકસરખુ હાય જ; પણ એની વીગતોની પસ ંદગી, એના પ્રમાણુ તથા રજૂઆતની શૈલીમાં જેટલી એકવાક્યતા આવે એટલું કોશનું રૂપ સવાદી ને સૌષ્ઠવયુક્ત બને. એ દૃષ્ટિએ, કાશના પ્રયોજનને અનુવર્તીતે, સલાહકારસમિતિના માદન નીચે કેટલાંક નમૂનાનાં અધિકરણા કોશકાર્યાલય તરફથી તૈયાર થયાં છે અને મા`દર્શક સૂચનાઓ ઘડવામાં આવી છે તે આ સાથે છે. અધિકરણલેખક. જેટલી ચોકસાઈથી અને કાળજીથી એને અનુસરશે તેટલી સ`પાાદનકાર્યાંની સરળતા થશે તે કોશનુ એક સુધડ રૂપ સિદ્ધ કરવામાં મદદ થશે. નિમંત્રિત અધિકરણલેખકો માટેની શરતો પણ આ સાથે સામેલ છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38