Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh

View full book text
Previous | Next

Page 7
________________ પ્રસ્તાવના. આ ત્રીજા વિભાગ સાથે સેસાઇટીને ઈતિહાસ સન ૧૯૩૩ ના અંત સુધી આવી પહોંચે છે. બુદ્ધિપ્રકાશની છેલ્લાં પચાસ વર્ષની અનુક્રમણિકા તેમજ સાઈટીના ઈતિહાસના ત્રણ વિભાગની સમગ્ર સૂચી ત્રીજા વિભાગના છેડે આપવાનો વિચાર રાખ્યો હત; પરંતુ પ્રસ્તુત વિભાગ ધાર્યા કરતાં બહુ મોટો થવાથી એ યોજના પડતી મૂકવી પડી છે. પણ તેને સમાવેશ એક વધુ, પુસ્તક “પુરવણી” વિભાગ કાઢી તેમાં કરવામાં આવશે. જે સંસ્થાની સેવામાં હું જેડાયલો છું, તેને ઇતિહાસ આલેખવાની, અને તેમાં પણ મારી કારકિર્દીનું વૃત્તાંત લખવાની અણધારી તક મને સાંપડી છે એને મારું ભાગ્ય સમજું છું. સદરહુ કાર્યમાં કારોબારી કમિટીની અને એન. સેક્રેટરી લેડી વિદ્યાબહેનની સહાયતા અને એ સૈનો મારામાં વિશ્વાસ, એ મને બહુ મદદગાર નિવડ્યાં છે, અને તેઓને હું આ સ્થાને ઉપકાર ન માનું તે કૃદ્ધિ જ થાઉં. શ્રીયુત મણિલાલ બારામ ભટ્ટ અને સોસાઈટીના ફે પણ, વખતે કવખતે જે કાંઈ મદદ મેં માગી છે, તે તેમણે વિનાસંકોચે આપી છે, તે બદલ તેમને પણ હું બહુ આભારી છું. ગુ. વ. સંસાઈટી, અમદાવાદ, 1. ૨૪-૯-૧૯૩૪, હીરાલાલ ત્રિ, પારેખ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 324