________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
નામ રૂપથકી પર પરમેશ્વર, મિથ્યા ન તાણ તંત;
તેષ ધન જેને પ્રાપ્ત થયું છે, એ જ સાચા શ્રીમંત, શાંતિ ધરે તે સંત.”
આજે આપણા દેશમાં નેવું લાખ સાધુઓ–ભીખારીઓ છે. લોકો કહે છે કે ભૂમિને ભિખારીઓને ભાર લાગે છે. કવિ પણ
વિ.
દેશની દશા દેખે તમે ભાઈ;
અગણીત સાધુ રહ્યા ઉભરાઈ. કવિને અનુભવ ઘણે ઉંચે છે. એમની કલ્પનાશકિત બીજા જૈન કવિઓ કરતાં કાંઈક અનેરી છે. આ કવિ દરેક વસ્તુને અધ્યાત્મમાં ઘટાવી શકે છે. કવિનું જીવન આધ્યાત્મિક છે. એમના દિલમાં અધ્યાત્મનાં અજવાળાં પ્રગટહ્યાં છે. એમની મેહરાત્રિ વિસર્જન થઈ છે. કવિ પિતે પણ કહે છે કે–
જ્ઞાનભાનુ પ્રગટ છે ઘટમાં, પૂર્ણાનંદ પ્રકાશ રે; મેહરાત્રિ સઘળી ગઈ ચાલી, દિનદિન અધિક ઉલ્લાસ રે. આળસ ઘુવડ હવે ગભરાણું, વૈરાગ્ય વાયુ વાય રે, ચેતન ચકવા ચકવી જાગ્યાં, હૈડે હરખ ન માય રે. અધ્યાતમવાદી અધિકારી, ઉચ્ચરે અનુભવ વાણી રે; ચિત્ત ચેક છંટાયા ચારૂ, ચકી બધી બદલાણ રે. દેહ દેવાલય દેવ વિરાજે, અનહદ નેબત ગાજે રે; અનુભવ તિ સ્નેહ સમર્પણ, છાજ અનેખી છાજે રે.
For Private And Personal Use Only