Book Title: Gamar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 9
________________ લશ્કરી તાકાત ઉપર નભતું રાજતંત્ર કદી કલ્યાણકર હેઈ ન શકે, અને પશુબળના આધાર વિનાનું કલ્યાણરાજ્ય કેવું હોઈ શકે, તેનું દર્શન કરી, મહર્ષિ ટૉસ્ટોયે, પિતાની અપ્રતીમ વાર્તાશૈલીથી “ઇવાન ધ કુલ’ નામની પરીકથા રચી છે. તેમની ચેતવણી અવગણીને પાશ્ચાત્ય ગોરી પ્રજાઓ કેવાં બે મહાયુદ્ધોમાં અટવાઈને બરબાદ થઈ, તથા આફ્રિકાએશિયાનાં તેમનાં મહા-સામ્રાજ્ય કેવાં અસ્ત પામ્યાં, તેનો ઇતિહાસ તે તાજો જ છે. ગાંધીજી પણ પશુબળ ઉપર આધારિત રાજતંત્રના વિરોધી હતા અને તેમણે બહુ પહેલાં ટૉસ્ટૉયની એ પરીકથાનું ગુજરાતી ભાષાંતર 'મૂરખરાજ’ નામે તૈયાર કર્યું હતું. અત્યારે ભલે ન માને, પણ છેવટે વિશે ટૉલ્સ્ટૉયે રજુ કરેલ લશ્કરી બળના આધાર વિનાને માનવસમાજ ઊભો કરવો જ પડશે; અથવા તે પછી આયુદ્ધથી અર્ધ ઉપરાંત માનવજાતનો સંહાર વહોર પડશે. ભારતને પણ લશ્કરી બળનો માર્ગ છેવટે છોડવો જ પડશે; અથવા તે પરદેશી પ્રબળ લશ્કરી તાકાતેના ઘેરા હેઠળ – અને હવે તો આયુદ્ધની જ લટકતી તરવાર હેઠળ જીવવું પડશે. પરંતુ લશ્કરી બળના આધાર વિનાનું રાજતંત્ર સ્થાપવા માટે ભેગૈશ્વર્ય માટેની વિજ્ઞાન-ટેકનોલૉજીની આસુરી સંસ્કૃતિ છોડીને ટૉલ્સ્ટૉયે નિરૂપેલી “બ્રેડ લેબર-ની સંસ્કૃતિ અપનાવવી પડે– જેને ભારતની પરિસ્થિતિના અનુસંધાનમાં તરજૂમે ગાંધીજીએ “હાથે કાંતેલા કાપડ-ની (ચરખાની) સંસ્કૃતિ કર્યો છે. પણ બનવાનું હતું તે બન્યું જ : જવાહરલાલે અપનાવેલી આર્થિક - સામાજિક નીતિઓને પરિણામે ભારતને પોતાનાં ભેગેટવર્યના યોગક્ષેમ માટે લશ્કરી તાકાત બનવું જ પડ્યું અને પરિણામે અમેરિકાચીન-પાકિસ્તાનની તેવી લશ્કરી તાકાત સાથે હરીફાઈમાં અને પછી ૧. ઋષિ એટલે આર્ષદૃષ્ટા, પાર નાર. ૨. પિતાનો રેટ (બ્રેડ) શારીરિક જાતમહેનતથી (લેબર) ઊભે કરવો તે.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50