________________
ગમાર !! દેડો આવ્યો સાઇમન જાગીરે! કારભારીને કહે “પૈસા આપ!” કારભારી કહે – “જાગીરમાં નથી ઢેર કે નથી જર; નથી ઘોડા કે નથી હળ-રાંપડી. પૈસા ક્યાંથી લાવું?’
સાઇમન દોડયો બાપ પાસે : “મિલકતમાંથી ભાગ આપી દો.”
બાપ કહે – “તું અહીં શું કમાઈને લાગે છે? અહીં તો બાપડો ઇવાન અને ગૂંગી હાડકાં તોડ્યા કરે છે!”
સાઇમન કહે – “પણ બાપનો દીકરો તો છુંને? એટલે મિલકતમાં મારો ભાગ. ઇવાન તો છે ગમાર, ને પેલી છે બહેરી-મુંગી. એમને મિલકત શું કરવી છે?'
બાપ કહે – “એ તો ઇવાનને પૂછ – તેને મિલકત જોઈએ છે કે નહિ.”
ઇવાને કહી દીધું, “મોટાભાઈને જે જોઈએ તે ભલે લઈ
જાય !”
મોટાભાઈએ ભરાવ્યાં ગાડાં અને બધું ભળાવ્યું પોતાની જાગીરે. જાગીર હવે માલામાલ. સાઇમન પાછો પહોંચી ગયો રાજાની તહેનાતમાં.
તરાસ ગામ છોડીને ગયો શાહ-સોદાગરને ત્યાં. વેપાર-ધંધામાં પાવરધો બન્યો; ખૂબ કમાયો; અને પરણ્યો શાહ સોદાગરની દીકરીને. છતાં ધરાય શાનો! આવ્યો બાપ પાસે : “મારો ભાગ આપી દે.'
બાપ કહે –“તે કમાઈને શું મોક્લાવ્યું છે? બિચારા ઇવાન અને ગૂંગી હાડકાં તોડીને કામ કરે છે અને દાણા લાવે છે. તેમનું રળેલું તું શાનો માગે?'
તરાસ કહે – “ઇવાનને એ બધું શા કામનું છે? એ ગમારને કોણ પરણવાનું છે કે પરણાવવાનું પણ? પેલી ગૂંગીનેય એ બધાનો શો ખપ? માટે, ઇવાન! અર્ધા દાણા મને આપી દે; મારે ઓજારમાં ભાગ નથી જોઈત, કે ઢોર-ઢાંખમાં પણ. એકલો ઘડો હું લઈ જઈશ; ખેતીમાં એ તને શા કામનો ?”