Book Title: Gamar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 27
________________ ૨૫ ૫. બે ભાઈ રાજા બન્યા પલટન મંડી ગાવા. ઢોલ-રણશીંગોની રમઝટ. લોકો જોવા ટોળે વળ્યા. “આવું તે કદિ નો'તું દીઠું.” બધે ઇવાનની વાહવાહ! પછી ઇવાન પલટનને લઈ ગયો ખેતર ભણી. કહે, “મારી પાછળ કોઈએ ન આવવું!” ખેતરે જઈ ભણ્યો મંતર થઈ ગયાં પાછાં રાડાં. પૂળા બાંધી નાખ્યા ઘામાં. ઘેર આવીને સૂઈ ગયો – કોઢમાંસ્તો. સાઇમને વાત સાંભળી. દોડ્યો ઇવાનને ઘેર. “તું સેન્જર ક્યાંથી લાવ્યો? પાછા ક્યાં મૂકી આવ્યો?” “તમારે શું, મોટાભાઈ? એ તે ઐયરને કરાવી દેવી મજા.” “મા”ળા ગમાર ! સોજર હોય તો રાજ કરાય – રાજા બનાય !” ઇવાન કહે – “હું? ખરી વાત? મોટાભાઈ, મને પહેલાં કેમ ના કહ્યું? હજી તમારે જોઈતા હોય તો હવણાં બનાવી દઉં!” તે ચાલને, મારે બહુ બધા જોઈએ!” ચાલો મોટાભાઈ, ખેતરે. મેં ને ગૂંગીએ પૂળા ઝૂડી રાખ્યા છે : જોઈએ તેટલા!” સાઇમન ને ઇવાન પહોંચ્યા ખેતરે. ઇવાન પૂળો કાઢે ને ભણે મંતર. રાડાં થાય છૂટાં ને બની જાય સેલ્સર! થેડી વારમાં ખેતર ભરાઈ ગયું - નર્યા સોજર, સોલ્જર ! સાઇમન – “બસ ભાઈ બસ, આટલા તે ઘણા!” ઇવાન – “પણ મોટાભાઈ, લઈ જાએ આ બધાને બીજે કંઈ : અહીં ના જોઈએ! એવડા બધાને ખવડાવવું ક્યાંથી? ફરી જોઈએ તો પાછા આવજો – ઘણાય બનાવી દઈશ. ઓણ સાલ બહુ પૂળા ખડક્યા છે.” પછી સાઇમન કોની રાહ જુએ! એ તે લશ્કર લઈને ઊપડયો રાજ જીતવા.

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50