Book Title: Gamar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 45
________________ મૂરખરાજ ! સેતાનને ચડ્યો ગુસ્સો. “હું ડુક્કર છું કે મને ખાતાં છાંડેલું મળશે? અને તેય રાજાને ઘેર!' ઇવાનને કહેવા લાગ્યો : “આવો કેવો કાયદો તમારા રાજમાં : હાથમાં આંટણ પડેલાને જ ખાવાનું મળે ! કયા મૂરખે એવો કાયદો શોધી આપ્યો છે તમને? મૂરખ લોકો જ હાથ વડે મજૂરી કરે. અક્લવાળા તો માથું જ વાપરે. માથે વાપરી જાણે તે જ ખરો! ઇવાન કહે- “અમે મુરખ તે એ ક્યાંથી જાણીએ? અમને તે હાથે ને કેડ વડે જ કામ કરતાં આવડે.' સેતાન કહે– “માથા વડે જ ખરું કામ થાય; હાથ વડે કેટલુંક કમાય? માથું વાપરતાં આવડે તે થવાય લખપતિ – કરોડપતિ!” ઇવાન વિચારમાં પડી ગયો. “માથા વડે કામ કરતાં નથી આવડતું, પછી મને મુરખ જ કહેને? માથા વડે કામ શી રીતે કરાતું હશે?” સેતાન કહે- “મારા હાથમાં આંટણ નથી તેથી મને ખાવાનું નથી આપતા. પણ માથું વાપરવું એવું સહેલું નથી. મજુરી કરવામાં શી આવડત? બધા જ કરી શકે. માથું વાપરવાનું જ ખરું અઘરું છે. કઈ વાર માથું ફાટી પણ જાય !” ઇવાન મૂંઝાઈ ગયો. “હું, માથું ફાટી પણ જાય? માથું ફાટે તે દ:ખે નહિ? તે હાથ વાપરવા શા ખેટા? થોડાં આંટણ પડે; પણ એ તે રૂડાં રૂપાળાં દેખાય. તમેય હાથ વાપરવા માંડોને! શું કામ દુ:ખી થાઓ છો?” “મૂરખાઓ, મને તે તમારી દયા આવે છે, તેથી અહીં પડી રહ્યો છું. તમને માથું વાપરવાનું શીખવાડવા! નહીં તે બીજે જાઉં તે તે કરોડપતિ બની જાઉં- અબજપતિ!' “તે ભલે, અમને શીખવાડો માથું વાપરતાં. કામ કરતાં હાથ થાકી જાય ત્યારે માથું વાપરીશું. બે રીતે કામ કરતાં આવડે એ તો રૂડું રૂપાળું!” * ઇવાનરાજાએ કાઢયો હુકમ : “એક ભલો મનીખ આપણને

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50