Book Title: Gamar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 47
________________ મૂરખરાજ ! ૪૫ લોકો દોડતા ગયા ઇવાનરાજાની રાણી પાસે. માથાં પછડાયાની વાત કહી. રાણી દોડી ખેતર તરફ જઈને ઇવાનરાજાને કહે – “મહેમાને માથા વડે કામ કરવા માંડ્યું છે, ચાલો જોવા !' ઇવાનને શીખવાનું મન. ઘોડા ઉપર બેસીને આવ્યો ટાવરે. ટાવર ઉપર સેતાન ભૂખે અડબડિયાં ખાય ને માથું થાંભલે પછડાય. પછી તે બેભાન થઈને ગબડતો આવ્યો. પગથિયાંમાં. એકે એક પગથિયે એક એક ઢેક થયો. માથું ફૂલીને થયું તુંબડું. : - ઇવાનને આવી દયા, “મહેમાન કહેતો કે માથા વડે કામ કરતાં માથું ફાટી પણ જાય! એના કરતાં હાથ વાપરવાં શા ખોટા? એનું માથું ફાટવામાં શું બાકી રહ્યું છે?” પછી વિચાર આવ્યો – “ઉઘર જઈને જોવે તે ખરો કે, માથા વડે આણે કેટલુંક કામ કર્યું છે.' જે પગથિયાં ચડવા જાય છે, તેવી જ ધરતી ફાટી – પડ્યું મોટું ભગદાળું – સેતાનભાઈ અંદર અલોપ! ઇવાન ભગદાળું જોઈને બોલી ઊઠયો – “અરે આ તે ભતડ! ના કહેતું'તું ને પાછું આવ્યું? ના, ના, આ તે મોટું લાગે છે. જરૂર પેલાં ત્રણેને બાપ હશે!' ઇવાન હજુ રાજ કરે છે. એના બે ભાઈ પણ હવે તેને ત્યાં જ આવીને રહે છે. બીજા ઘણાય એના રાજમાં આવતા જાય છે. જે આવે તેને ઇવાન કહે છે, “આવોને, નિરાંતે રહો અમારી ભેળા' માત્ર એના રાજમાં એક કાયદો છે – જમવા બેસતી વેળા હાથ બતાવવા પડે, ને હથેળીમાં આંટણું ન હોય, તે ગૂંગી ઝટ ઉઠાડી [સમાપ્ત]

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50