Book Title: Gamar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 44
________________ ૪૨ ગમાર !! અમારે ચકરડાં શું કરવાનાં? તું જ અમારી પાસે વસ્તુઓ માગવા કેમ આવે છે? તારી પાસે તો ઘણાં ચકરડાં છે !” સેતાનને કશું ન મળ્યું: ભૂખ્યા સૂઈ જવાનું થયું. લોકો રાજા પાસે ગયો : “રાજાજી, એક મનીખ આવ્યો છે. સારું સારું ખાવા જોઈએ – પહેરવા જોઈએ. પણ કામ કરવાનું નામ નહિ! ચકરડાં આપે ને ખાવાનું માગે, ચીજો માગે પણ અમે કેટલાંક ચકરડાં લઈએ? ભગવાનને નામે પણ લે નહિ. હવે ભૂખે મરવા પડયો છે – શું કરવું?” ઇવાન કહે – “આપણા રાજમાં કોઈને ભૂખે મરવા ન દેવાય. વારા બાંધો – રોજ એક એક જણને ત્યાં ખાવા જાય. ભરવાડની પેઠ ૧ લોકોએ વારા બાંધ્યા : એક એક જણને ત્યાં વારાફરતી સેતાને ખાવા જવાનું. એક દહાડો ઇવાનરાજાને ત્યાં ખાવા જવાને વારે હતે. બધાં જમવા બેઠાં. ખાવાનું પીરસતા પહેલાં ગૂંગી બધાંની હથેળીઓ જોવા આવી. જેની હથેળીમાં આંટણ ન પડ્યાં હોય, તેને ઝટ ઉઠાડી મૂકે. મજૂરી કરે તેને જ આંટણ પડે ને આંટણ ન હોય તેને ખાવાનું શાનું? ગૂંગી હથેળીઓ જોતી જોતી આવી સેતાન પાસે. સંતાનના હાથ તે ચોખા – સુંવાળા! મજૂરી કરે ત્યારે આંટણ પડેને! ગૂંગીએ ઝપ દઈને તેને પંગતમાંથી ઉઠાડી મૂક્યો. ઇવાનની રાણીએ સેતાનને કહ્યું – “મહેમાન, ગુસ્સે ન થશે. મારી નણંદ હથેળીમાં આંટણ ન પડ્યાં હોય તેને ખાવાનું નથી આપતાં. બધા જમી ઊઠે ત્યાં સુધી બહાર બેસેથાળીમાં વધ્યું હશે -છાંડયું હશે તે તમને હું પછી આપી દઈશ.’ ૧. જૂના વખતમાં રશિયાના ખેડૂતો પોતાનાં ઢેર ચારવા લઈ જનાર ભરવાડને ખાવાનું આપવા એક એક ઘરના વારા બાંધતા. - સંપા

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50