Book Title: Gamar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 42
________________ ગમાર !! સેતાને વિચાર્યું: “અહીં લશ્કરનું કામ નહીં! રાજાય મુરખ, લોકાયા મૂરખ. માટે પૈસાવાળી રીત અજમાવીએ – તરાસની જેમ!” લીધો સોદાગરને વેશ. આવ્યો રાજા ઇવાન પાસે: “રાજાજી, અહીંના લોકે મુરખ છે, તેમને હોશિયાર બનાવી દઉં. અહીં ઘર બાંધીને રહું ને વેપાર-ધંધો ચલાવું. લોકે વેપાર-ધંધો શીખે ને પૈસાદાર બને.' ઇવાન કહે – “ભલે, આવીને ખુશીથી રહે.' બીજે દિવસે સેતાન સોનામહોરોની ગુણો ને મકાનને નકશો લઈને આવ્યો. ચકલામાં લોકોને ભેગા કરીને કહેવા લાગ્યો : “મારે ઘર • બંધાવવું છે. તમે ચીજો લાવે, હું તમને મહોરો આપીશ – ચકચકતી. તમે મજુરી કરવા આવે, મહોરે આપીશ – સોનાની! માલ વે ને પૈસાદાર બનો. મજુરી કરે ને તાવંત થાઓ. બની જશે લખપતિ!' લોકો ચળકતાં ચકરડા તરફ જોઈ રહ્યા, “મજાનાં છે– મૈયરો ને છોકરાંને રમવા થશે !” લોકો લાવવા માંડ્યા અનાજ: સોદાગર મહોરો આપે લોકો લાવવા માંડ્યા લક્કડ: સોદાગર મહોરો આપે. લોકે લાવ્યા માટીચુને : સોદાગર મહોરો આપે. લોકે આવ્યા પાયા ખોદવા – મજુરી કરવા – મકાન બાંધવા : સોદાગર મહારો આપે. થોડા દહાડા કામ ચાલ્યું ધમધોકાર. પછી બધું ઠપ! સોદાગર કહે, “કેમ આવતા નથી? કેમ લાવતા નથી?' લોકો કહે, “ચકરડાં બહુ થઈ ગયાં. વધારે શું કરવાં છે?' સોદાગર કહે, “બમણા પૈસા આપીશ – ત્રમણા! બહુ પૈસાદાર થશો : લખપતિ – કરોડપતિ! મજૂરી કરવા આવો – વસ્તુઓ વેચો – બંધ કરે. પૈસા તો જેમ વધારે હોય તેમ સારા!” લોકો કહે, “એ ચકરડાં શા કામનાં? રમવા કેટલાંક જોઈએ? બહુ થઈ ગયાં!”

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50