________________
મૂરખરાજ!
e વંદારાજનું લશ્કર પેઠું પહેલા ગામમાં. ગામનાં મનીબ ઘર બહાર નીકળી સોજરોને ભાળવા લાગ્યાં.
સોજરો માંડયા લૂંટવા : અનાજ, ઢોરઢાંખ, બધું. લોકો કહે. બાપડાઓ પાસે કશું નથી; ભલે લઈ જાય!' ઉપરથી સોજરોને કહે, તમારા મુલકમાં ન હોય તે આવોને અમારા મુલકમાં; રહો અમારી ભેળા !'
સોલ્જરો પહોંચ્યા બીજા ગામમાં. ત્યાં પણ એ જ વાત. કઈ સામું ન થાય, ઉપરથી પિતાની ભેળા રહેવા આવવાનું કહે!
એક દિવસ. બે દિવસ. પછી તો સોજો કંટાળ્યા. વંદારાજા પાસે આવીને કહે, “અહીં શું કરવાનું છે? કોઈ લશ્કર નથી, કોની સામે લડીએ? લોકોય સામે થતા નથી. ખાલી હવામાં તલવાર શું વીંઝાય? અમને તે કયાંક લડવાનું હોય ત્યાં લઈ જાઓ, અહીં નહીં !”
રાજા વાત સાંભળી ભભૂકી ઊઠયો: “અરે, બાળી નાખે ગામડાં; કાપી નાખો ઢેર; બધું કરી દે સફાચટ! શાનાં રોદણાં રડવા આવ્યા છે?”
સોજરો ધસી ગયા : બાળવા માંડ્યાં ઘર, કાપવા માંડયાં ઢોર, સળગાવવા માંડયા પૂળાના ઘા.
લોકો ત્રાસી ગયા. સા રડે, ડેસીઓ રડે, જુવાન રહે, છોકરાં રડે. કોઈ સામું ન થાય. એટલું જ કહે, “બધું બાળી શું કામ નાખે છે? તમારે જોઈતું હોય તે લઈ જાઓને તમારે ઘેર.”
સોલજો કંટાળ્યા. “આ કેવું લડવાનું? બાપડા ક્યાં ના પાડે છે? પછી શા માટે બધું બાળી નાખવું? આવું ગોઝારું કામ શું કરવું?'
રાજાને પડતા મૂકી દેશ ભેગા થવા માંડયા. રાજા પણ શરમાઈને દેશ પાછો ફર્યો.