Book Title: Gamar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 40
________________ હ૮ ગમાર !! સેતાન કહે, “લડાઈમાં થોડા ઘણા મરે પણ ખરા; તેમાં તમારે શું? રાજાજીને હુકમ છે તે ભરતી થઈ જાઓ!” લોકો ગૂંચાયા. “જઈએ તેય મરવાનું; ન જઈએ તેય મરવાનું, તે ઘરબેઠાં મરવાનું શું ખોટું? બીજાને મારવા તે ન પડે!” સેતાન તડૂક્યો – “મૂરખાઓ છો મુરખા! લડાઈમાં તે થોડાક જ મરે પણ ભરતી નહિ થાઓ તો રાજાજી બધાને મારી નાખશે!' લોકો દોડયા ઇવાન પાસે. “રાજજી, સેનાપતિ કહે છે કે લશ્કરમાં ભરતી થાઓ તે થોડાક જ મરશે; પણ નહીં ભરતી થા, તે રાજાજી બધાને મારી નાખશે – ખરી વાત?' ઇવાન માથું ખંજવાળને કહે, ‘હું એકલો તમને બધાને શી રીતે મારી નાખવાને હતો? તમે જ કહે, ભલા. હું તે શું મૂરખ, એટલે બરાબર સમજાવતાં નથી આવડતું. પણ તમે જ કહોને, હું એકલો તમને બધાને શી રીતે મારી નાખવાને હતો?” લોકો સમજી ગયા. તેમણે સેતાનને કહી દીધું – “અમે ભરતી નહિ થઈએ!' સેતાન થાક્યો. આવ્યો વંદારાજના રાજમાં. રાજાને કહે, “રાજાજી, કરો લશ્કર સાબદું, અને ચડાઈ કરો ઇવાન રાજા ઉપર. રોકડ નહિ મળે, પણ અનાજ ખૂબ, ઢોર-ઢાંખ ખૂબ, ઝાડ-પાલો ખૂબ. લીલાલહેર થઈ જશે!” વંદરાજાને ચડ્યું શૂર: તૈયાર કર્યું લશ્કર અને ચડી ગયો ઇવાનના રાજ પર. સરહદે પહોંચી નાખ્યા પડાવ; અને મોકલ્યા જાસૂસોને ભાળ કાઢવા : ઇવાનનું લશ્કર ક્યાં છે – કેટલું છે. જાસૂસો દૂર દૂર ફરી વળ્યા. પણ લશ્કરનું નામ નહિ – નિશાન નહિ. વંદારાજાએ આપ્યો હુકમ, ‘કરો હુમલે, ને પેસો રાજની અંદર!'

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50