Book Title: Gamar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 37
________________ ૩૫ બુઢ્ઢો સેતાન કેડ બાંધે છે રાજાએ નવા મહેલ બંધાવવા માંડયો : લક્કડ લાવા, પથ્થર લાવા, ચૂના લાવા ! કડિયા આવે, મજૂર આવે, સુથાર આવે ! માટો પગાર આપું, વધારે ભાવ આપું !” પણ આ શું? કોઈ લક્કડ લાવતું નથી, કોઈ પથ્થર લાવતું નથી – કશું જ આવતું નથી, કોઈ આવતું નથી. સેતાનેય મેાટું મકાન બંધાવવા માંડેલું. ખૂબ કિંમત આપે, મોટો પગાર આપે. બધા ત્યાં જ જાય – માલ વેચવા, મજૂરી કરવા ! રાજાએ ભાવ વધાર્યું – પગાર વધાર્યો. · હવે તે આવા, હવે તા લાવા!' સેતાને એનાથીય વધુ ભાવ વધાર્યો ને પગાર પણ ! રાજા પાસે તિજોરી છલકાય : એણેય ભાવ વધાર્યો, પગાર વધાર્યો. પણ સેતાન પાસે અઢળક નાણાં. તેણે રાજા કરતાંય વધારે ભાવ આપવા માંડયો, ને પગાર પણ. લોકો તેને જ માલ વેચે, તેને ત્યાં જ મજૂરી કરે. ખૂબ પૈસા કમાય ને રાજાના વેરા ભરે. રાજાને વેરા મળે; પણ મજૂર નહિ, માલ નહિ! રાજાના મહેલ રહ્યો અધૂરા. - રાજાએ માટા બગીચે! દેાર્યો. પછી મંગાવ્યા છેાડ – મંગાવ્યાં બી – મંગાવ્યા રોપા – બાલાવ્યા મજૂરો. ‘ભારે કિંમત, મોટા પગાર!' પણ કોઈ આવે તને! સેતાને બંધાવવા માંડયો પાણીને મોટો કુંડ. બધા મજૂરો ત્યાં – બધા માલ ત્યાં ! આવ્યા શિયાળા. રાજાને રૂંછાંવાળા ડગલા જોઈએ. ‘લાવા ચામડાં – રુવાંટીવાળાં. કિંમત રોકડી ! ’ કોઈ રાજાને ન વેચે. સેતાન બધાં ખરીદી લે. ડગલા બનાવરાવે ને પાથરણાં. બધા એરડા મઢી દીધા – રૂંછાળાં ચામડાંથી. રાજાને ડગલા માટે એક પણ મળ્યું નહિ! રાજાને ઘેાડા જોઈએ. એકે ન મળ્યા. ‘કયાં ગયા બધા ઘોડા?’

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50