Book Title: Gamar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 36
________________ ગમાર !! “પછી હું બનાવીશ બંદૂકો ને નવી જાતની તોપ : બંદૂકમાંથી એકીસાથ સે ગોળીઓ છૂટે; ને તેમાંથી એવા તો ગોળા છૂટે કે માણસ, ઘોડા, કિલ્લા સમેત બધું સાફ!” સાઇમન રાજાને વાત ગળે ઊતરી. તેણે કર્યો હુકમ : “રાજના જુવાન બધા લશ્કરમાં ભરતી થાય.” પછી ઊભાં કર્યાં મોટાં કારખાનાં. નવી બંદૂકો ને નવી પે; વળી દારૂ-ગેળાના ઢગેઢગ. પછી કરી ચડાઈ પડોશના રાજા ઉપર. સાઇમનની તોપ ફૂટી કે રાજાનું અડધું લશ્કર સાફ! બિચારો એવો બન્યો કે આવી ગયો શરણે. સાઇમન ખુશ ખુશ! “હવે જીતીએ ભારતી રાજાને !” ભારતી રાજાએ વાત સાંભળી. એણેય લશ્કર વધારવા માંડયું. ‘બધા જુવાને ભરતી થાય અને બધી કુંવારી જુવાનડીઓ પણ!' લશ્કર થયું સાઇમન કરતાંય મોટું. પછી ઊભાં કર્યાં મોટાં કારખાનાં. સાઇમન જેવી જ છે – બંદૂકો અને દારૂગોળો બને. પાછી સાધવા માંડી આકાશમાં ઊડવાની કરામત : ઉપરથી જ બંબગોળા વરસાવાય! સાઇમન રાજાનું લશ્કર ચડી આવ્યું: “ચપટીમાં ભારતી રાજાને રોળી નાખીએ!” ભારતી રાજાએ પહેલાં જ મોકલી જુવાનડીએને આકાશમાં: બબગોળા વરસાવવા. સાઈમનના લશ્કરને વળી ગયો કચ્ચરઘાણ. આખું રાજ ભારતી રાજાને કબજે. સાઈમન નાઠો મૂઠીઓ વાળીને. હવે તરાસ રાજાને વારો ! સેતાન બન્યા શાહ સોદાગર. મેટી દુકાન - મોટી વખાર. “લા, જેને વેચવું હોય તે : રોકડાં નાણાં ગણી લો!” લોકો દેથા ચીજો લઈને. મોટી કિંમત મળે. લોકો ખુશખુશ, ભરી દીધા તરાસ રાજાના વેરા : આગલા પાછલા બધા! રાજા પણ ખુશ. તિજોરી છલકાવા માંડી.

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50