Book Title: Gamar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 35
________________ બુટ્ટો સેતાન કેડ બાંધે છે બુડો સેતાન ચિતામાં પડી ગયો : પેલાં ત્રણ ભૂતડાં પાછાં કેમ ન આવ્યાં? ત્રણે ભાઈઓ વચ્ચે ઝઘડો કરાવ્યો કે નહિ? કશા સમાચાર કેમ નથી? ' . . . થાકીને શોધવા નીકળ્યો. ત્રણે ભૂતડાં લા-પતા! બહુ મળે ત્યારે ત્રણ ભગદાળાં જયાં. “જરૂર મારાં ભૂતડાને કાંક થયું; નહીંતર આ ભગદાળાં શાનાં?” સેતાન હવે ચાલ્યો ત્રણ ભાઈઓને શોધવા. ખબર મળી કે ત્રણે ભાઈ તે રાજા બન્યા છે: જુદાં જુદાં રાજ્યના! ખાય –પીએ – મજા કરે, બુઠ્ઠા સંતાનને ચડી રીસ: “મારે તે એમને લડાવી મારવા'તા; પણ એ તે થઈ બેઠા રાજા! હવે શાના લડે? માટે પરથમ રાજ વગરના કરું, પછી વાત !' સેતાન પહોંચ્યો સાઇમનના રાજમાં : સેનાપતિ બનીને. રાજને કહે – “તમે બહુ બહાદુર ને જબરા. મને નોકરીએ રાખે, તે કરી દઉં તમારા લશ્કરનેય જબરું. પછી નીકળીએ જીતવા – બધાં રજવાડાંને!' સાઈમન તેની વાત સાંભળી થયો રાજી રાજીના રેડ! “બોલ, શું કરવાનું છે?' “પહેલું લશ્કર મોટું બનાવીએ. માટે કરો હુકમ : “રાજના જુવાન સઘળા થઈ જાય ભરતી. કોઈ બાકી ન રહે.” એટલે થશે લશ્કર પાંચગણું!” ગ0 – ૩

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50