Book Title: Gamar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 16
________________ ગમાર!! કામ પૂરું કર્યા વિના પાછા આવ્યા, તો જીવતા નહીં છોડું, એ જાણી રાખજો!” ગોયિા કામે લાગ્યા – ૧ સેતાનના ગોઠિયાઓ ઊપડયા ને જઈ પહોંચ્યા પોતાના માનીતા ઠેકાણે – ગંધાતા કીચડવાળા કળણમાં! ત્યાં નિરાંતે ગોઠવાઈને ત્રણે વિચારવા લાગ્યા કે જેણે કયાં જવું. પણ સેતાનના સાગરીત, એટલે દરેક જણ સહેલું કામ જ માગે! છેવટે નક્કી કર્યું કે, “નાખે ચિઠ્ઠીઓ : જેને ભાગ જેનું નામ આવે, તેણે તે ભાઈને પતવવો. જેનું કામ વહેલું પતે, તેણે બીજાને મદદ કરવા પહોંચી જવું. અમુક દિવસે પાછા ત્રણેયે અહીં જ ભેગા થવું; ને થયેલા કામને હિસાબ આપવો !” ઠરાવેલ દિ'એ ત્રણે જણ ભેગા થયા – એ જ ગંધાતા કળણમાં. આપવા માંડ્યો કામનો હિસાબ. પહેલે ગેઠિો :- “હું તે પહોંચ્યા મોટા સાઇમનને ત્યાં. ચપટી વગાડતામાં બધું પતાવી દીધું! કાલે જ સાઈમન બાપના ઘર ભેગો થયો જાણો !” બીજા બે – “માંડીને તે વાત કર !” પહેલો ગોઠિ :- “પહેલાં તો મેં સાઇમનને એવો ચગાવ્યો કે તેણે રાજા પાસે જઈને બડાશ મારી – “મહારાજ, આપ હુકમ, આખી દુનિયાના રાજા જીતી લાવું! પછી બધાની દોલત આપના ખજાનામાં!” “રાજની દાઢ સળકી. તેણે લશ્કર સોંપ્યું સાઇમનને અને કહ્યું, કરો ફત્તેહ!”

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50