________________
“જુએ, ખાલીપીલી બરાડશો નહીં. મેં કરવામાં કશી કસર નથી રાખી. પણ એ ઇવાનો છે જ માળો ગમાર; એનું શું થાય? એ ખેતરે જતાં ભૈડકી પીવા બેઠો. એની મહીં હું સારી પેઠ બ્રૂક્યો; જેથી પેટમાં ભૈડકી માંડે કૂદવા! પછી હું પહેઓ ખેતરમાં. બધી જમીન ટીપીને બનાવી દીધી પથરો! ઇવાનડો પેટ આમળતો બાટક્યો ખેડવા. પણ હળ જમીનમાં પેસે તેને! છતાં માળે ખસ્યો જ નહિ! ભાર દઈને હળની પૂણી પેસાડી જમીનમાં, અને પેટ દાબતો માંડયો ખેડવા. મેં હળપૂણી તેડી નાખી; તે ગયે ઘેર ને લાવ્યો બીજી! મેં જમીનમાં પેસી હળપૂણી પકડી રાખી; પણ માળાએ જોર કર્યું તે મારાં આંગળાં જ કપાઈ ગયાં. પછી બેટાએ આખું ખેતર ખેડી નાખ્યું – માત્ર થોડું જ બાકી છે. કાલે એ પણ પૂરું થશે. પછી ભલેને તમે બંને ભાઈઓને ઘેર મોલ્લો : ઇવાનો દાણા પકવી પકવીને બધાને ખવરાવશે!”
સાઈમનવાળો ભૂતડો બોલી ઊઠ્યો, “હું આવીશ કાલે સાથે. બેટાને ખબર પાડી દઉં કે કેમ ખેતર ખેડાય છે!”
બીજે દિ' ઇવાન મંડ્યો પેટ આમળતો ખેતર ખેડવા. સાઈમનવાળા ભૂતડાએ જમીનમાં પેસી વીંટી દીધા હાથ-પગ હળની પૂણીને. પછી હળ ચસકે શાનું? ઇવાન માથું ખંજવાળે. “ખેતરમાં મૂળિયાં તે છે નહિ; પછી હળ શામાં ભરાયું?” તેણે નાખ્યો હાથ જમીનમાં અને ખેંચી કાઢયું કશુંક. “અરે, આ તે મૂળિયું નો'ય! આ તો છે ગંદુભીનું-અમળાતું સાપલિયું!” ઇવાને માથા ઉપર વિઝી તેને પછાડવા માંડ્યું હળની દાંડી પર. ભૂતડે કરગરી પડ્યો, “ના મારશો, ના મારશો મને! તમારું ઘણું કામ કરી આપીશ; મને જીવતે છોડો !”
“તું વળી શું કામ કરી આપવાને, ભલા!”
તમે કહો તે!” “આ મારું પેટ અમળાય છે તે મટાડી દઈશ?”